________________
૬૯૬
પંચસંગ્રહ-૨ चरिमुदयम्मि जहन्नो बंधो दुगुणो उ होइ उवसमगे । .. तयणंतरपगईए चउग्गुणोण्णेसु संखगुणो ॥७३॥ . चरमोदये जघन्यो बन्धो द्विगुणस्तु भवत्युपशमके ।
तदनन्तरप्रकृतेः चतुर्गुणोऽन्येषु संख्येयगुणः ॥७३॥
અર્થ–સંજવલન ક્રોધાદિના પોતપોતાના ઉદયના ચરમસમયે ક્ષપકશ્રેણિમાં જે જઘન્યસ્થિતિબંધ થાય છે, તેનાથી ઉપશમશ્રેણિમાં તે બંધ બમણો થાય છે. તદનંતર પ્રકૃતિનો ચાર ગુણો થાય છે અને અન્ય કર્મોની સંખ્યાતગુણ બંધ થાય છે.
ટીકાનુ–ક્ષપકશ્રેણિમાં લપકને પોતપોતાના ઉદયના ચરમસમયે સંજવલન ક્રોધાદિનો જે જઘન્યસ્થિતિબંધ થાય છે ત્યાં તે સ્થિતિબંધ ઉપશમકને બમણો થાય છે, તે જ સમયે તદનંતર પ્રકૃતિનો ચાર ગુણો અને એની પછીની પ્રકૃતિનો આઠ ગુણો થાય છે. અને અન્ય કર્મોનો સંખ્યાતગુણ બંધ થાય છે.
જેમ કે—ક્ષપકશ્રેણિમાં સંજવલન ક્રોધનો પોતાના ઉદયના ચરમસમયે બે માસનો જઘન્યસ્થિતિબંધ થાય છે. ઉપશમશ્રેણિમાં મંદપરિણામ હોવાથી ત્યાં જ–પોતાના ઉદયના ચરમસમયે બમણો એટલે કે ચાર માસ પ્રમાણ સ્થિતિબંધ થાય છે. અને તે જ સમયે ક્રોધની અનંતર પ્રકૃતિ જે માન છે તેના આશ્રયી વિચારીએ તો તેનો ચાર ગુણી એટલે કે ચાર માસ પ્રમાણ બંધ થાય છે. અને માનની અનંતર પ્રકૃતિ માયાનો આઠ ગુણો બંધ થાય છે. કારણ કે સંજવલન ક્રોધના ચરણોદય કાળે ક્રોધાદિ ચારેનો ચાર માસનો જઘન્ય સ્થિતિબંધ થાય છે. તે ચાર માસ પ્રમાણ બંધ ક્ષપકશ્રેણિમાં ક્રોધ, માન અને માયાના બંધવિચ્છેદ કાળે થતા બંધથી બમણો, ચાર ગુણો અને આઠ ગુણો છે. અહીં ક્ષપકશ્રેણિમાં ક્રોધ, માન અને માયાનો પોતપોતાના છેલ્લા ઉદય સમયે જે જઘન્ય સ્થિતિબંધ થાય છે તે કરતાં ઉપશમશ્રેણિમાં ક્રોધના ચરમોદકાળે ક્રોધાદિ ત્રણેનો બંધ કેટલો ગુણો થાય છે તે બતાવ્યું છે.
એવી જ રીતે માનના ચરમોદકાળે માન, માયાનો કેટલા ગુણો બંધ થાય છે તે હકીકત જણાવી છે. જેમ કે—ક્ષપકશ્રેણિમાં પોતપોતાના ચરમોદયસમયે ક્રોધનો બે માસ, માનનો એક માસ અને માયાનો પંદર દિવસની સ્થિતિબંધ થાય છે. ઉપશમશ્રેણિમાં ક્રોધના ચરમોદકાળે ક્રોધ, માન અને માયા દરેકનો ચાર માસનો જઘન્ય સ્થિતિબંધ થાય છે એટલે ક્રોધનો બમણો, માનનો ચાર ગુણો અને માયાનો આઠ ગુણો ઘટી શકે છે. આ પ્રમાણે માનના ચરમોદય કાળે માન અને માયાનો બે માસનો જઘન્ય સ્થિતિબંધ થાય છે. તે ક્ષપકશ્રેણિના જઘન્યસ્થિતિબંધ કરતાં બમણો અને ચાર ગુણો થાય છે. માયાના ચરમોદયકાળે તેનો એક માસનો જઘન્ય સ્થિતિબંધ થાય છે. તે ક્ષપકશ્રેણિમાં ચરમોદયકાળે થતા જઘન્ય સ્થિતિબંધથી બમણો છે. તથા શેષ જ્ઞાનાવરણીયાદિ
૧. અહીં લોભનો પણ ચાર માસ પ્રમાણ જઘન્ય સ્થિતિબંધ થાય છે પણ ક્ષપકશ્રેણિમાં થનારા અંતર્મુહૂર્ત પ્રમાણ જઘન્ય સ્થિતિબંધ કરતાં કેટલા ગુણો થાય છે તે બતાવ્યું નથી. માયાનો આઠ ગુણો થાય છે ત્યાં સુધી કહ્યું.