________________
૬૮૮
પંચસંગ્રહ-૨
ઉપશમક્રિયાના ચરમસમયપર્યત થાય છે. તે આ પ્રમાણે–પહેલા સમયે નપુંસકવેદનું દલિક થોડું ઉપશમાવે છે, (ઉપશમાવે છે એટલે શાંત કરે છે એટલે કે એ દલિકને એવી સ્થિતિમાં મૂકે છે કે અંતર્મુહૂર્ત પર્યંત ચારિત્રમોહનીયની કોઈપણ પ્રકૃતિમાં ઉદય ઉદીરણાદિ કોઈપણ કરણ પ્રવર્તે નહિ.) બીજે સમયે અસંખ્યાતગુણ ઉપશમાવે છે, ત્રીજે સમયે તે કરતાં અસંખ્યાતગુણ ઉપશમાવે છે. આવી રીતે પ્રતિસમય અસંખ્યાત-અસંખ્યાતગુણ ચરમસમય પર્વત ઉપશમાવે છે. નપુંસકવેદને ઉપશમાવતાં જેટલો કાળ જાય તે કાળનો ચરમસમય અહીં સમજવો. તથા જેટલું દલિક ઉપશમાવે છે, તે કરતાં પર પ્રકૃતિમાં અસંખ્યાતગુણ દ્વિચરમસમયપર્યત સંક્રમાવે છે. ચરમ સમયે તો અન્ય પ્રકૃતિમાં જેટલું સંક્રમે છે તે કરતાં અસંખ્યાતગુણ ઉપશમે છે. નપુંસકવેદની ઉપશમનાના પ્રથમ સમયથી આરંભી સઘળાં કર્મોની ઉદીરણા દલિકની અપેક્ષાએ અલ્પ થાય છે, અને ઉદય અસંખ્યાતગુણ થાય છે. (કારણ કે ગુણશ્રેણિ દ્વારા ઘણું દલિક નીચેની સ્થિતિઓમાં ગોઠવાયેલું હોવાથી અત્યારે ઉદીરણાકરણ દ્વારા બીજી સ્થિતિમાંથી જેટલું દલિક ખેંચાઈને ભોગવાય છે તેનાથી ઉદય દ્વારા અસંખ્યાતગુણ વધારે ભોગવાય છે.)
अंतरकरणपविट्ठो संखासंखंसमोहइयराणं । बंधादुत्तरबंधो एवं इत्थीए संखंसे ॥६५॥ अन्तरकरणे प्रविष्टः संख्येयासंख्येयांशं मोहेतरासाम् ।
बन्धादुत्तरबंधमेवं स्त्रियं (स्त्रियाः) संख्येयांशे ॥६५॥ અર્થ અંતરકરણમાં પ્રવેશેલો આત્મા મોહનીયકર્મનો અને ઇતરકનો બંધ પછીનો બંધ અનુક્રમે સંખ્યયગુણહીન અને અસંખ્ય ગુણહીન કરે છે. આવી રીતે જ સ્ત્રીવેદને ઉપશમાવે છે. સ્ત્રીવેદનો સંખ્યાતમો ભાગ ઉપશમ્યા બાદ જે થાય છે તે નીચેની ગાથામાં કહે છે.
ટીકાન–અંતરકરણમાં પ્રવેશ કરીને જીવ પહેલે સમયે જ મોહનીયનો જે બંધ કરે છે તેનાથી પછીનો બંધ સંખ્યયગુણહીન કરે છે, એટલે કે અંતરકરણના પહેલે સમયે જે બંધ કરે છે તેના સંખ્યામાં ભાગ પ્રમાણ પછીનો સ્થિતિબંધ કરે છે. જે બંધ જેનીં અપેક્ષાએ સંખ્યાતમો ભાગ છે તે બંધ તેની અપેક્ષાએ સંખ્યાતગુણહીન જ કહેવાય છે. તથા મોહનીયવર્જિત શેષ કર્મોનો પૂર્વ બંધ પછીનો બંધ અસંખ્યયગુણહીન કરે છે એટલે કે અસંખ્યાતમા ભાગ પ્રમાણ કરે છે. આ પ્રમાણે ક્રિયા કરતાં અંતર્મુહૂર્તમાં નપુંસકવેદ ઉપશમાવે છે. તેને ઉપશમાવ્યા પછી સ્ત્રીવેદની ઉપશમ ક્રિયા શરૂ થાય છે, અને તેને હજારો સ્થિતિબંધો વ્યતીત થયા બાદ નપુંસકવેદની ઉપશમના પ્રમાણે ઉપશમાવે છે, એટલે કે, નપુંસકવેદ ઉપશમ્યા પછી હજારો સ્થિતિઘાત જેટલા કાળમાં સ્ત્રીવેદને પણ ઉપશમાવે છે ૬૫
સ્ત્રીવેદને ઉપશમાવતાં તેની સંખ્યામાં ભાગ ઉપશમે છતે જે થાય તે નીચેની ગાથામાં
કહે છે.
उवसंते घाईणं संखेज्जसमा परेण संखंसो । बंधो सत्तण्हेवं संखेज्जतमंमि उवसंते ॥६६॥