________________
ઉપશમનાકરણ
૬૮૫ અને ત્રણ વેદમાંથી કોઈપણ એકનો એમ બે પ્રકૃતિઓનો ઉદય હોય છે, એટલે તે બે પ્રકૃતિઓની પ્રથમ સ્થિતિ પોતાના ઉદયકાળ જેટલી કરે છે, એટલે કે તે પ્રકૃતિઓનો નવમા ગુણઠાણાના જે સમય સુધી ઉદય હોય છે તેટલી પ્રથમ સ્થિતિ કરે છે. બીજા અગિયાર કષાય અને આઠ નોકષાય એમ ઓગણીસ પ્રકૃતિઓની પ્રથમ સ્થિતિ એક આવલિકા જેટલી કરે છે. ૬૦
આ ગાથામાં સંજ્વલનના ચાર કષાયોનો અને ત્રણ વેદોનો સ્વોદય કાળ કેટલો હોય તે
थीअपुमोदयकाला. संखेज्जगुणा उ पुरिसवेयस्स । तस्सवि विसेसअहिओ कोहे तत्तोवि जहकमसो ॥६१॥ स्त्रीनपुंसककालात् संख्येयगुणस्तु पुरुषवेदस्य ।
तस्मादपि विशेषाधिकः क्रोधस्य ततोऽपि यथाक्रमशः ॥६१॥ અર્થ–સ્ત્રીવેદ અને નપુંસકવેદના ઉદયકાળથી પુરુષવેદનો ઉદયકાળ સંખ્યાતગુણો છે, તે કરતાં ક્રોધાદિ ચારનો અનુક્રમે વધારે વધારે છે.
ટીકાનુ–સ્ત્રીવેદ અને નપુંસકવેદનો ઉદયકાળ પુરુષવેદના ઉદયકાળની અપેક્ષાએ અલ્પ છે, સ્વસ્થાને પરસ્પર તુલ્ય છે, તેનાથી પુરુષવેદનો ઉદયકાળ સંખ્યાતગુણો છે. તે પુરુષવેદના
અનુક્રમે માયા અને લોભની પ્રથમસ્થિતિ બનાવે છે અને વેદે છે, તેમ ઉપશમશ્રેણિમાં પણ ક્રોધોદયે શ્રેણિ માંડનારને ક્રોધની પ્રથમસ્થિતિ એક આવલિકા બાકી રહે ત્યારે માનનું અંતરકરણ કરેલ હોવાથી ત્યાં દલિકો નથી પરંતુ માનની ઉપરની સ્થિતિમાંથી દલિકો નીચે લાવી અંતર્મુહૂર્ત પ્રમાણ પ્રથમ સ્થિતિ બનાવી વેદે છે. તે જ પ્રમાણે માયા અને લોભ માટે પણ સમજવું.
અહીં કદાચ આવો પ્રશ્ન થાય કે આમ કરવાની શી જરૂર છે ? તો તેના ઉત્તરમાં એમ સમજવું કે જેમ ક્ષપકશ્રેણિમાં કરે છે તેમ અહીં પણ કરે છે એમાં જીવસ્વભાવ જ કારણ છે.
. ૧. જે વેદના ઉદયે આત્મા શ્રેણિ ઉપર ચડ્યો હોય તે વેદનો ઉદય તેના વિચ્છેદ થતા સુધી કાયમ રહે છે, પલટાતો નથી. ક્રોધાદિમાં તેમ નથી. ક્રોધના ઉદયે શ્રેણિ માંડનારને ક્રોધનો ઉદય વિચ્છેદ થયા પછી માનનો ઉદય થાય છે, તેના ઉદય-વિચ્છેદ થયા પછી અનુક્રમે માયા અને લોભનો ઉદય થાય છે. - અહીં વેદના ઉદયમાં જે અલ્પબહત્વ કહ્યું તે એવી રીતે ઘટે છે કે ત્રણે વેદના ઉદયવાળા જુદા જુદા ત્રણ જીવોએ એકીસાથે શ્રેણિ આરંભી એકી સમયે નવમે ગુણસ્થાને ગયા અને અંતરકરણ પણ એક સાથે જ શરૂ કર્યું. હવે નપુંસકવેદના ઉદયવાળાને નવમાં ગુણસ્થાનકના જે સમયે નપુંસકવેદના ઉદયનો વિચ્છેદ થાય તે જ સમયે સ્ત્રીવેદના ઉદયે શ્રેણિ માંડનારને તેના ઉદયનો વિચ્છેદ થાય છે, એટલે બંનેનો ઉદય કાળ સરખો કહ્યો છે. અને ત્યારપછી સંખ્યાતગુણ કાળ ગયા પછી અને કર્મપ્રકૃતિ ચૂર્ણિના મતે સંખ્યાત ભાગ જેટલો કાળ ગયા પછી પુરુષવેદના ઉદયવાળાને પુરુષવેદનો ઉદય-વિચ્છેદ થાય છે, એટલે તેની સંખ્યાત ગુણો ઉદય કાળ કહ્યો છે. અને કર્મપ્રકૃતિચૂર્ણિના મતે સંખ્યાતભાગ અધિક ઉદય કાળ કહ્યો છે—માટે મતાંતર જણાય છે. આ રીતે જુદા જુદા જીવોની અપેક્ષાએ વિચારતાં અલ્પબદુત્વ સ્પષ્ટ રીતે સમજાય છે. ક્રોધાદિની હકીકત તો સ્પષ્ટ છે. કારણ કે ક્રોધના ઉદયવિચ્છેદ પછી જ અંતર્મુહૂર્વે માનનો ઉદય-વિચ્છેદ થાય છે. અથવા ક્રોધના ઉદયે શ્રેણિ આરંભનારને જ્યાં ક્રોધનો ઉદય-વિચ્છેદ થાય છે ત્યાંથી અંતર્મુહૂર્ત પછી માનના ઉદયે શ્રેણિ આરંભનારને માનનો ઉદયવિચ્છેદ થાય છે એવી જ રીતે માયા, લોભ માટે પણ સમજવું.