________________
૬૭૪
પંચસંગ્રહ-૨ દ્વિચરમ સ્થિતિખંડ સ્થિતિઘાતથી છેલ્લો સ્થિતિખંડ-સ્થિતિઘાત સંખ્યાતગુણ મોટો છે. છેલ્લો સ્થિતિખંડ ખંડતાં તેની સાથે ગુણશ્રેણિના સંખ્યાતમા ભાગને પણ ખંડે છે. અને ખંડાતા તે ગુણશ્રેણિના સંખ્યાતમા ભાગ ઉપરની તેના કરતાં સંખ્યાતગુણી મોટી તે જ ચરમસ્થિતિખંડની સ્થિતિને ઉકેરે છે, એટલે કે અંતર્મુહૂર્ત પ્રમાણ ચરમખંડ સાથે ગુણશ્રેણિનો જેટલો ભાગ ઉકેરાય છે તે ભાગથી તેની પછી ઉકેરાતો ચરમસ્થિતિખંડ સંખ્યાતગુણ મોટો છે.
તાત્પર્ય એ કે ગુણશ્રેણિના સંખ્યામાં ભાગ સાથે આખા ચરમખંડને ઉકેરે છે. અને તે ચરમખંડ ગુણશ્રેણિના સંખ્યાતમા ભાગથી સંખ્યાતગુણ મોટો છે.
હવે તેનાં દલિતોને ઉદયસમયથી આરંભી ગોઠવે છે. ઉદયસમયમાં થોડું ગોઠવે છે, ત્યારપછીના ઉત્તરોત્તર સ્થાનમાં ગુણશ્રેણિના શિરપર્યત અસંખ્યાત-અસંખ્યાત ગુણ ગોઠવે છે. અહીં ચરમખંડ ઉવેલતા ગુણશ્રેણિના શિર ઉપરનાં સ્થાનોમાં દલિક બિલકુલ ગોઠવતો નથી, કારણ કે તે જ દલિક ઉત્કીર્યમાણ છે. આ પ્રમાણે છેલ્લા ખંડનું દલિક ખલાસ થાય ત્યારે તે ક્ષેપક કૃતકરણ' કહેવાય છે. ૪૫
कयकरणो तक्काले कालंपि करेइ चउसु वि गइसु । वेइयसेसो सेढी अण्णयरं वा समारुहइ ॥४६॥ कृतकरणः तत्काले कालमपि करोति चतुर्वपि गतिषु ।
वेदितशेषः श्रेणिमन्यतरां वा समारोहति ॥४६॥ અર્થ–મૃતકરણ છતો-અનિવૃત્તિકરણ પૂર્ણ કરીને તે વખતે કોઈ જીવ કાળ પણ કરે છે, અને કાળ કરીને ચારે ગતિમાં જાય છે. કાળ ન કરે તો સમ્યક્વમોહનીયનો બાકીનો ભાગ અનુભવી બેમાંથી કોઈપણ શ્રેણિ ઉપર આરોપણ કરે છે.
ટીકાનુ–કૃતકરણ છતો એટલે કે અનિવૃત્તિકરણ પૂર્ણ કરીને કોઈક જીવ કાળ પણ કરે છે અને કાળ કરીને ચારમાંથી કોઈપણ ગતિમાં ઉત્પન્ન થઈ શકે છે. અને સમ્યક્વમોહનીયનો શેષ ભાગ ભોગવી ક્ષાયિક સમ્યક્ત ઉપાર્જન કરે છે. માટે જ કહ્યું છે કે, ક્ષાયિકસમ્યક્તનો પ્રસ્થાપક-પ્રારંભક-ઉત્પન્ન કરવાની શરૂઆત કરનાર મનુષ્ય જ છે અને નિષ્ઠાપક-પૂર્ણ કરનાર ચારે ગતિના જીવો છે. કારણ કે સમ્યક્વમોહનીયના છેલ્લા ખંડનો નાશ થાય એટલે કરણ પૂર્ણ થાય. પરંતુ છેલ્લા ખંડનું જે દલિક ઉદયસમયથી આરંભી ગુણશ્રેણિના શિર પર્યત ગોઠવાયું છે તે ભોગવવાનું બાકી રહે છે. અહીં આપું પૂર્ણ થયું હોય તો મરીને પરિણામાનુસાર ગમે તે
૧. કૃત-વૃતાનિ નિ યેન-અર્થાત જેણે કરણો પૂર્ણ કર્યા છે તે. કારણ કે અહીં ત્રીજું અનિવૃત્તિકરણ પૂર્ણ થાય છે.
૨. ક્ષાયિકસમ્યક્તી ત્રણ નરક, વૈમાનિક દેવ, અસંખ્યાત વર્ષના આયુવાળા તિર્યંચ કે મનુષ્ય એમ ચારમાંથી કોઈપણ ગતિમાં પરિણામોનુસાર ઉત્પન્ન થઈ શકે છે. જેણે સંખ્યાત વરસના આયુવાળા મનુષ્યતિર્યંચનું, ભવપતિ, વ્યંતર, જ્યોતિષ દેવનું કે ત્રણ નરક સિવાય નારકીનું આઉખુ બાંધ્યું હોય તે ક્ષાયિક સમ્યક્ત ઉત્પન્ન કરી શકતો નથી.