________________
ઉપશમનાકરણ
૬૬૩
અર્થ–પરિણામરૂપ નિમિત્ત વડે ગુણશ્રેણિ ચાર પ્રકારે ઘટે છે અથવા વધે છે, અવસ્થિત પરિણામે તેટલી જ રચે છે.
ટીકાનુ–પરિણામરૂપ કારણ વડે ગુણશ્રેણિ વધે છે અને ઘટે છે. એટલે કે પૂર્વ પૂર્વ સમય કરતાં ઉત્તરોત્તર સમયે ચડતા પરિણામી આત્મા હોય તો ઉપરનાં સ્થાનકોમાંથી અનુક્રમે વધારે વધારે દલિકો ઉપાડી વધારે વધારે ગોઠવે છે. સ્થિર પરિણામી હોય તો તેટલાં જ ઉતારી તેટલાં જ ગોઠવે છે. અને પડતા પરિણામી હોય તો ઉપરથી થોડાં ઉતારે છે અને થોડાં ગોઠવે છે.
દેશવિરતિ અને સર્વવિરતિ પ્રાપ્ત થયા પછી અંતર્મુહૂર્ત કાળ પર્યત તો આત્મા અવશ્ય ચડતા પરિણામવાળો જ હોય છે, ત્યારપછી નિયમ નથી. કોઈ હીન પરિણામી થાય છે. કોઈ એવા ને એવા પરિણામે ટકી રહે છે, કોઈ પ્રવિદ્ધમાન પરિણામી પણ થાય છે. આ હેતુથી જ ગુણશ્રેણિમાં એટલે ઉપરથી દલિતો ઉતારી રચનામાં પણ ફેરફાર થાય છે. હવે જો હિનપરિણામી–પૂર્વ પૂર્વ સમય કરતાં ઉત્તરોત્તર સમયે મંદ પરિણામી આત્મા થતો જાય તો ગુણશ્રેણિ પણ અસંખ્યાત ભાગહીન, સંખ્યાતભાગહીન, સંખ્યાતગુણહીન, કે અસંખ્યાતગુણહીન થાય છે. ઉપરથી એટલા એટલા ઓછા ઉતારી નીચે ઓછા ઓછા ગોઠવે છે. જો પૂર્વ પૂર્વ સમય કરતાં ઉત્તરોત્તર સમયે પરિણામ વધતા જાય તો પરિણામાનુસારે ગુણશ્રેણિ પણ પૂર્વોક્ત પ્રકારે વધે છે. અને પૂર્વ સમયે જેવા પરિણામ હતા તેવા ઉત્તર સમયે પરિણામ રહે તો ગુણશ્રેણિ પણ તેટલી જ થાય છે, એટલે કે પૂર્વ સમયે જેટલાં દલિકો ઉતાર્યા હતાં અને જે ક્રમે ગોઠવ્યાં હતાં તેટલાં જ ઉત્તર સમયે ઉતારી તે જ પ્રમાણે ગોઠવે છે. ગુણશ્રેણિના ક્રમે થતી દળરચના અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થાનકોમાં જ થાય છે, અને દેશવિરતિ તથા સર્વવિરતિ ગુણસ્થાનક જ્યાં સુધી ટકી રહે છે ત્યાં સુધી તે પણ સમયે થયા કરે છે. આ પ્રમાણે દેશવિરતિ અને સર્વવિરતિના લાભની પ્રાપ્તિનો ક્રમ કહ્યો. ૩૩ . . હવે અનંતાનુબંધિની વિસંયોજનાનું સ્વરૂપ કહે છે–
सम्मुप्पायणविहिणा चउगइया सम्मदिट्रिपज्जत्ता । संजोयणा विजोयंति न उण पढमट्टितं करेंति ॥३४॥ सम्यक्त्वोत्पादनविधिना चतुर्गतिकाः सम्यग्दृष्टयः पर्याप्ताः ।
संयोजनान् वियोजयन्ति न पुनः प्रथमस्थितिं कुर्वन्ति ॥३४॥
અર્થ–ઉપશમસમ્યક્ત પ્રાપ્ત કરતાં કહેલી વિધિથી ચારે પર્યાપ્તા લાયોપથમિક સમ્યગ્દષ્ટિઓ અનંતાનુબંધિની વિસંયોજના કરે છે, પરંતુ ત્રીજા કરણમાં પ્રથમ સ્થિતિ કરતા નથી.
ટીકાનુ–ઉપશમસમ્યક્ત પ્રાપ્ત કરતાં જે ત્રણ કરણનો ક્રમ કહ્યો છે એ જ ત્રણ કરણના ક્રમે ચારે ગતિના સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત વેદક સમ્યગ્દષ્ટિ આત્માઓ ચોથાથી સાતમા ગુણઠાણા સુધીમાં વર્તતા-તેમાં ચોથે ગુણઠાણે વર્તતા ચારે ગતિના જીવો, દેશવિરત તિર્યંચ અને