________________
४०
પંચસંગ્રહ-૨
जइमं इच्छसि फ९ तत्तिय संखाए वग्गणा पढमा । गुणिया तस्साइला रूबुत्तरियाओ अण्णाओ ॥२९॥ यतिममिच्छसि स्पर्द्धकं तत्संख्यया वर्गणा प्रथमा ।
गुणिता तस्यादिमा रूपोत्तरा अन्याः ॥२९॥ અર્થ—જેટલામા સ્પર્ધકની પહેલી વર્ગણાના સ્નેહાણુની સંખ્યા જાણવા તું ઇચ્છે તે સંખ્યા સાથે પહેલા સ્પર્ધકની પહેલી વર્ગણાના સ્નેહાણુને ગુણતાં જે આવે તે તેટલામાં સ્પર્ધકની પહેલી વર્ગણામાં સ્નેહાણુની સંખ્યા થાય. એક એક રૂપાદિથી અધિક અન્ય અન્ય અનંત વર્ગણાઓ થાય છે.
ટીકાનુ—જે સંખ્યાવાળા પદ્ધકની પહેલી વર્ગણાના સ્નેહાણુની સંખ્યા જાણવાની જિજ્ઞાસા થાય તે સંખ્યા સાથે પહેલા સ્પર્ધ્વકની પહેલી વર્ગણામાં રહેલા સ્નેહવિભાગોને ગુણતાં જેટલા આવે તેટલા સ્નેહાણુઓ વિવક્ષિત પદ્ધકની પહેલી વર્ગણામાં હોય છે. જેમકે લાખમાં પદ્ધકની પહેલી વર્ગણામાંના સ્નેહાણુની સંખ્યા જાણવા ઇચ્છનારે તે લાખની સંખ્યા સાથે પહેલા સ્પદ્ધકની પહેલી વર્ગણાના સ્નેહાણને ગુણવા, જેટલા સ્નેહાણ આવે તેટલા સ્નેહાણુ લાખમાં સ્પદ્ધકની પહેલી વર્ગણામાં હોય છે, એટલે કે પહેલા સ્પર્ધ્વકની પહેલી વર્ગણાના સ્નેહાણુથી લાખગુણા સ્નેહાણુઓ હોય છે. ત્યારપછી તે પહેલી વર્ગણાથી એક એક સ્નેહાવિભાગ વડે અધિક સ્પદ્ધકની સમાપ્તિ પર્યત અનંતવર્ગણા થાય છે.
પહેલા સ્પદ્ધકની પહેલી વર્ગણાના સ્નેહાણુઓથી બીજા સ્પર્ધ્વકની પહેલી વર્ગણામાં બે ગુણા, ત્રીજા સ્પર્ધ્વકની પહેલી વર્ગણામાં ત્રણ ગુણા વગેરે કહેવાથી એમ પ્રતિપાદન કર્યું કે સઘળા સ્પદ્ધકોમાં આંતરાઓ તુલ્ય છે. એટલે કે પહેલા સ્પદ્ધક અને બીજા સ્પર્ધ્વકની વચમાં જેટલા સ્નેહાણુનું અંતર છે, તેટલું જ બીજા અને ત્રીજા સ્પદ્ધકની વચમાં છે. એટલું જ ત્રીજા અને ચોથા સ્પદ્ધકની વચ્ચે છે. એ પ્રમાણે દરેક સ્પર્ધ્વકમાં સમજવું.
આ વસ્તુને અસત્કલ્પનાથી સમજાવે છે. તે આ પ્રમાણે–પહેલા પદ્ધકની પહેલી વર્ગણામાં અનન્ત સ્નેહાણુઓ હોય છે છતાં દશ સંખ્યાની કલ્પના કરે છે. એટલે કે પહેલી વર્ગણામાં દશ, બીજી વર્ગણામાં અગિયાર, ત્રીજીમાં બાર, ચોથીમાં તેર. આ ચાર વર્ગણાનો જે સમૂહ તે પહેલું સ્પર્ધ્વક. અહીંથી આગળ એકોત્તર વૃદ્ધિએ સ્નેહાવિભાગો હોતા નથી, પરંતુ સર્વ જીવોથી અનન્તગુણાધિક સ્નેહાણુઓ હોય છે. એ અસત્કલ્પનાએ વીસ. તે વીસ સ્નેહાણુઓ બીજા સ્પર્ધ્વકની પહેલી વર્ગણામાં હોય છે તે વીસ સ્નેહાણુઓ પહેલા સ્પર્ધ્વકની પહેલી વર્ગણા કરતાં બમણા થયા. બીજી વર્ગણામાં એકવીસ, ત્રીજીમાં બાવીસ, ચોથીમાં ત્રેવીસ. આ ચારનો સમુદાય તે બીજું સ્પર્ધ્વક અહીંથી આગળ એકોત્તર વૃદ્ધિએ સ્નેહાવિભાગો હોતા નથી, પરંતુ સર્વ જીવોથી અનન્તગુણાધિક સ્નેહાવિભાગો હોય છે. તે અસત્કલ્પનાએ ત્રીસ. આ ત્રીસ સ્નેહાણુઓ ત્રીજા સ્પર્ધ્વકની પહેલી વર્ગણામાં હોય છે. આ ત્રીસ સ્નેહાણુઓ પહેલા સ્પર્ધ્વકની પહેલી વર્ગણાના દશ સ્નેહાણ કરતાં ત્રણ ગુણા થયા. આ પ્રમાણે દરેક સ્પર્ધ્વકની પહેલી વર્ગણામાં સમજવું. પહેલા સ્પર્ધ્વક અને બીજા સ્પર્ધ્વકની વચમાં ચૌદથી ઓગણીસ સુધી એમ છ સ્નેહાણનું