________________
પંચસંગ્રહ-૨
જ્ઞાન, ગ્રહણ અને અનુપાલનરૂપ ત્રણ પદના આઠ ભાંગા થાય છે. તેની અંદરના શરૂઆતના સાત ભાંગામાં વર્તમાન આત્મા તો અવિરત છે. કારણ કે તેની અંદર યથાયોગ્ય રીતે સમ્યજ્ઞાન, સમ્યગ્રહણ કે સભ્યપાલન નથી. સમ્યજ્ઞાન અને સમ્યગ્રહણપૂર્વક પળાયેલ વ્રતો જ મોક્ષરૂપ ફળને આપનારાં બને છે, પરંતુ સમ્યજ્ઞાન અને સમ્યગ્રહણ સિવાય ઘુણાક્ષરન્યાયે પળાયેલ હોવા છતાં પણ તે વ્રતો ફળ આપનાર થતાં નથી. સાત ભાંગામાંથી આદિના ચાર ભાંગામાં તો સમ્યજ્ઞાનનો જ અભાવ છે. ત્યારપછીના ત્રણ ભાંગામાં સમ્યગ્રહણ અથવા સમ્યગ્પાલનનો અભાવ છે. તેથી જ શરૂઆતના સાત ભાંગામાં વર્તમાન આત્મા અવિરત કહેવાય છે. (આ સાત ભાંગામાંથી શરૂઆતના ચાર ભાંગે વર્તમાન આત્મા તો મિથ્યાર્દષ્ટિ જ છે, કારણ કે તેને યથાર્થ જ્ઞાન જ નથી. પછીના ત્રણ ભાંગા અવિરતિ સમ્યગ્દષ્ટિના છે.)
૬૬૦
છેલ્લા ભાંગામાં વર્તમાન વ્રતોના યથાર્થ જ્ઞાનપૂર્વક અને વિધિપૂર્વક તેનું ગ્રહણ કરી અનુપાલન કરનાર છે માટે તે આત્મા વિરત કહેવાય છે. તેમાં દેશથી પાપવ્યાપારનો ત્યાગ કરનાર દેશવિરત અને સર્વથા પાપવ્યાપારથી વિરમેલો આત્મા સર્વવિરત કહેવાય છે વ્રતગ્રહણના ભેદે દેશવિરતિ શ્રાવકના અનેક પ્રકાર છે. કોઈ એક અણુવ્રતી—અણુવ્રત ગ્રહણ કરનાર, કોઈ બે અણુવ્રતી, કોઈ ત્રણ અણુવ્રતી, યાવત્ ઉત્કૃષ્ટથી કોઈ પૂર્ણ બાર વ્રતધારી અને કેવળ અનુમતિ સિવાય સઘળા પાપવ્યાપારનો ત્યાગ કરનાર પણ હોય છે.
અનુમતિ ત્રણ પ્રકારે છે, તે આ પ્રમાણે—૧. પ્રતિસેવનાનુમતિ, ૨. પ્રતિશ્રવણાનુમતિ અને ૩. સંવાસાનુમતિ. તેમાં જે પોતે કરેલા અથવા બીજા સ્વજનાદિએ કરેલા પાપને અનુમોદે છે અને સાવઘારંભથી બનેલા અશનાદિનો ઉપભોગ કરે છે તેને પ્રતિસેવનાનુમતિ દોષ લાગે છે. જ્યારે પુત્રાદિએ કરેલ પાપકાર્યોને સાંભળે છે, સાંભળીને અનુમોદે છે—ઠીક માને છે અને પ્રતિષેધ કરતો નથી ત્યારે પ્રતિશ્રવણાનુમતિ. અને જ્યારે પાપારંભમાં પ્રવર્તેલા પુત્રાદિ ઉપર માત્ર મમત્વ યુક્ત હોય છે, પરન્તુ તેઓનાં કોઈ પાપકાર્યોને સાંભળતો નથી કે સારાં માનતો નથી, ત્યારે સંવાસાનુમતિ દોષ લાગે છે.
તેમાં છેલ્લો દોષ જે સેવે છે તે ઉત્કૃષ્ટ દેશવિરત છે, અને તે બીજા શ્રાવકો કરતાં ગુણોમાં શ્રેષ્ઠ છે. હવે જે સંવાસાનુમતિથી-પુત્રાદિ ઉપરના મમત્વભાવથી પણ વિરમ્યો છે તે સર્વવિરત કહેવાય છે.
આ બે—દેશવિરત અને સર્વવિરતિમાંથી કોઈપણ વિરતિને શરૂઆતનાં બે કરણ—
૧. અજ્ઞાન
અજ્ઞાન
અજ્ઞાન
અજ્ઞાન
અગ્રહણ
અગ્રહણ
ગ્રહણ
ગ્રહણ
અપાલન
પાલન
અપાલન
પાલન
જ્ઞાન
જ્ઞાન
સાન
જ્ઞાન
અગ્રહણ
અગ્રહણ
ગ્રહણ
ગ્રહણ
અપાલન
પાલન
અપાલન
પાલન
૨. અહીં પહેલી અનુમતિમાં પોતે અથવા બીજાએ પણ કરેલા પાપનું અનુમોદન આદિ છે, ત્યારે બીજીમાં માત્ર પુત્રાદિએ કરેલા પાપનું અનુમોદન આદિ છે. ત્રીજીમાં તો તે પણ નથી, ગૃહસ્થાશ્રમમાં રહેલો હોવાથી મમત્વમાત્ર જ છે.