________________
ઉપશમનાકરણ
૬૫૭
સાતકર્મમાં સ્થિતિઘાત, રસઘાત અને ગુણશ્રેણિ પ્રવર્તે છે. જ્યારે ગુણસંક્રમ બંધ થાય છે, ત્યારે સ્થિતિઘાતાદિ પણ બંધ થાય છે. તથા જ્યાં સુધી મિથ્યાત્વમોહનીયની પ્રથમ સ્થિતિની એક આવલિકા શેષ રહી હોતી નથી, ત્યાં સુધી તેનો સ્થિતિઘાત, રસઘાત થાય છે, એક આવલિકા બાકી રહે ત્યારે તે બંને બંધ થાય છે, તથા મિથ્યાત્વમોહનીયની પ્રથમ સ્થિતિની બે આવલિકા જયાં સુધી બાકી રહી હોતી નથી ત્યાં સુધી ગુણશ્રેણિ પણ થાય છે. બે આવલિકા શેષ રહે ત્યારે તેમાં ગુણશ્રેણિ બંધ થાય છે. ૨૫
उवसंतद्धाअंते बिइए ओकड्डियस्स दलियस्स । अज्झवसाणविसेसा एकस्सुदओ भवे तिण्हं ॥२६॥ उपशान्ताद्धाऽन्ते विधिना अपकर्षितस्य दलिकस्य ।
अध्यवसानविशेषात् एकस्योदयः भवेत् त्रयाणाम् ॥२६॥ અર્થ—ઉપશાંતાદ્ધાના અંતે વિધિ વડે ઉતારેલા ત્રણ પ્રકારના દલિકમાંથી અધ્યવસાયને અનુસારે એકનો ઉદય થાય છે.
ટીકાનુ–ઉપશમસમ્યક્તના–અંતરકરણના અંતર્મુહૂર્ત કાળનો કંઈક અધિક એક આવલિકા કાળ બાકી રહે ત્યારે તે સમધિક કાળ પર્યત બીજી સ્થિતિમાં રહેલા સમ્યત્વ, મિશ્ર અને મિથ્યાત્વમોહનીયનાં દલિકોને અધ્યવસાય દ્વારા ખેંચીને અંતરકરણની છેલ્લી આવલિકામાં ગોઠવે છે. ગોઠવવાનો ક્રમ આ પ્રમાણે છે–પ્રથમ સમયે ઘણાં ગોઠવે છે, દ્વિતીય સમયે થોડાં, તૃતીય સમયે થોડાં, એ ક્રમે આવલિકાના ચરમસમય પર્યત ગોઠવે છે. ગોઠવેલાં તે દલિકોની રચના ગોપુરસ્કાકાર થાય છે. હવે કંઈક અધિક કાળ પૂર્ણ થાય અને એક આવલિકા કાળ બાકી રહે ત્યારે અધ્યવસાયને અનુસરીને ત્રણ પુંજમાંના કોઈ એક પુંજનો ઉદય થાય છે. તે સમયે જો શુભ પરિણામ હોય તો સમ્યક્તપુંજનો, મધ્યમ પરિણામ હોય તો મિશ્રપુજનો, અને જઘન્ય પરિણામ હોય તો મિથ્યાત્વપુંજનો ઉદય થાય છે.
૧અનિવૃત્તિકરણ ચરમ સમયથી આરંભી મિથ્યાત્વમોહનીયના રસભેદે ત્રણ પુંજ થવાની ક્રિયા થાય છે અને અંતરકરણના પ્રથમ સમયથી આરંભી મિથ્યાત્વમોહનીયનો મિશ્ર તથા સમ્યક્વમોહનીયમાં ગુણસંક્રમ થાય છે અને તે ગુણસંક્રમ અંતર્મુહૂર્ત સુધી રહે છે, પછી વિધ્યાતસંક્રમ પ્રવર્તે છે. આ હકીકત પ્રથમ કહી છે. જ્યાં સુધી ગુણસંક્રમ થાય છે ત્યાં સુધી દ્વિતીય પુંજમાંથી ખેંચવાની ક્રિયા થતી નથી. કારણ તે વખતે વિશુદ્ધ પરિણામ હોય છે. વિધ્યાતસંક્રમના કાળમાં એ ક્રિયા થાય છે. જેને ત્રણ પુંજમાંથી કોઈ પુંજનો ઉદય થવાનો હોય છે તે અંતરકરણનો કંઈક અધિક એક આવલિકા કાળ બાકી રહે ત્યારે દ્વિતીય સ્થિતિમાંથી દલિકો ખેંચી છેલ્લી આવલિકામાં ગોઠવે છે. કંઈક અધિક કાળ પૂરો થાય ત્યારે અધ્યવસાયને અનુસરીને કોઈ એક પુંજનો ઉદય થાય છે. તેમાંથી જો સમ્યક્ત પુંજનો ઉદય થાય તો ક્ષાયોપશમિક સભ્યત્વ પ્રાપ્ત કરે છે. મિશ્ર પુંજનો ઉદય થાય તો ત્રીજે અને મિથ્યાત્વ પુંજનો ઉદય થાય તો પહેલે ગુણઠાણે જાય છે. જેને અનંતાનુબંધિનો ઉદય થવાનો હોય તેને ઉપરોક્ત રીતે પુંજ ગોઠવવાની ક્રિયા થતી નથી પરંતુ અંતરકરણનો ઓછામાં ઓછો એક સમય અને વધારેમાં વધારે છ આવલિકા કાળ બાકી રહે ત્યારે અનંતાનુબંધિ કષાયનો ઉદય થાય છે અને તેના ઉદયથી પડી બીજે જાય છે. ત્યાંથી પહેલે ગુણઠાણે જાય છે.
પંચ૦૨-૮૩