________________
૬૪૮
પંચસંગ્રહ-૨
થાય. આ રીતે અપૂર્વકરણની વિશુદ્ધિનો ક્રમ કહ્યો, અને તે યથાપ્રવૃત્તકરણ કરતાં થોડો વિલક્ષણ છે, કારણ કે યથાપ્રવૃત્તકરણે તેના સંખ્યાતમાભાગ સુધી જઘન્ય વિશુદ્ધિ અનંતગુણ લઈ ગયા, ત્યારબાદ એકાંતરિત જઘન્ય-વિશુદ્ધિ કહી. અહીં બીજા કરણે તો પહેલા જ સમયની જઘન્ય, તે જ સમયની ઉત્કૃષ્ટ એમ એક-એક સમયની જઘન્ય-ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણ કહી છે. ૧૦ આ કારણે બીજી જે વિશેષતાઓ હોય છે તે કહે છે–
अपुव्वकरणसमगं कुणइ अपुव्वे इमे उ चत्तारि । ठितिघायं रसघायं गुणसेढी बंधगद्धा य ॥११॥
अपूर्वकरणसमकं करोत्यपूर्वानिमान् तु चतुरः ।
स्थितिघातं रसघातं गुणश्रेणि बन्धकाद्धां च ॥११॥ અર્થ—અપૂર્વકરણની સાથે જ સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ અને બંધકાદ્ધા-અપૂર્વ સ્થિતિબંધ આ ચાર અપૂર્વ કરે છે.
ટીકાનુ–જે સમયે આત્મા અપૂર્વકરણમાં પ્રવેશ કરે છે તે જ સમયથી આરંભીને જેનું સ્વરૂપ હવે પછી કહેવામાં આવશે, અને જેને ભૂતકાળમાં કોઈ વખત કર્યા નથી એટલા જ માટે અપૂર્વ એવા ચાર પદાર્થોને શરૂ કરે છે. અને તે આસ્થિતિઘાત, ગુણિશ્રેણિ અને બંધકાદ્ધાઅપૂર્વસ્થિતિબંધ. ૧૧ હવે સ્થિતિઘાતના સ્વરૂપને પ્રતિપાદન કરતા આ ગાથા કહે છે –
उक्ोसेणं बहुसागराणि इयरेण पल्लसंखंसं । , ठितिअग्गाओ घायइ. अन्तमुहुत्तेण ठितिखंडं ॥१२॥
उत्कृष्टेन बहूनि सागराणि इतरेण पल्यसंख्यांशम् । .
स्थित्यग्रात् घातयति अन्तर्मुहूर्तेन स्थितिखण्डम् ॥१२॥ . અર્થ–સ્થિતિના અગ્રભાગથી ઉત્કૃષ્ટથી ઘણા સાગરોપમ પ્રમાણ અને ઇતર-જઘન્યથી પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિખંડને અંતર્મુહૂર્ત કાલમાં ઘાત કરે છે.
ટીકાનુ–સત્તામાં રહેલી સ્થિતિના અગ્રભાગથી છેવટના ભાગથી ઉત્કૃષ્ટથી ઘણા સાગરોપમ પ્રમાણ અને જઘન્યથી પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિખંડને અંતર્મુહૂર્ત કાળે ઘાત કરે છે. અને ઘાત કરીને તેનાં દલિકોને નીચે જે સ્થિતિનો ઘાત થવાનો નથી ત્યાં નાખે
૧. સ્થિતિઘાત એટલે જેટલી સ્થિતિનો ઘાત કરવાનો છે તેટલી સ્થિતિમાં–કાળમાં ભોગવવા યોગ્ય દલિકોને ત્યાંથી ખસેડી ભૂમિકા સાફ કરવી તે–એટલે નિષેક રચના વખતે જે દલિકો તે સ્થાનકોમાં ભોગવવા યોગ્ય થયાં હતાં તે દલિકોને અન્ય સ્થાનકનાં દલિકો સાથે–એટલે કે જે સ્થાનકોમાં તે દલિકો નાખે છે તેની સાથે ભોગવવા યોગ્ય કરવા તે.
ઘણા સાગરોપમ પ્રમાણ કે પલ્યોપમના સંખ્યાતમાભાગ પ્રમાણ સ્થિતિનો ઘાત કરે છે. એટલે કે તેટલી સ્થિતિમાં ભોગવાય તેટલાં દલિકોને ત્યાંથી ખસેડી તેટલી ભૂમિકા સાફ કરે છે, એટલે કે તેટલી સ્થિતિનાં દલિકો અન્ય સ્થિતિઓ સાથે ભોગવાય તેવાં કરે છે. નિષેક રચના વખતે તે સ્થાનકોમાં દલિકો