________________
૬૪૨
પંચસંગ્રહ-૨
પર્વતની નદીના પથ્થરના સ્વયમેવ ગોળ થવાના ન્યાયે સંસારી આત્માઓને યથાપ્રવૃત્તાદિકરણથી સાધ્ય જે ક્રિયાવિશેષ તે (એટલે કે સમ્યક્તાદિ પ્રાપ્ત કરતાં યથાપ્રવૃત્તાદિકરણ પૂર્વક ચડવાનો જે ક્રમ બતાવ્યો છે તે) સિવાય જ વેદન, અનુભવ આદિ કરણોથી થયેલ પ્રશસ્ત પરિણામ દ્વારા જે ઉપશમના થાય છે તે કરણરહિત-અકરણોપશમના કહેવાય છે. તે અકરણોપશમનાનો અનુયોગ-વ્યાખ્યાન-વર્ણન અત્યારે તેના સ્વરૂપના જાણકારના અભાવે વિચ્છિન્ન-નષ્ટ થયેલ છે એટલે પ્રશસ્ત અને અપ્રશસ્ત બંને ઉપશમના જે કરણો દ્વારા થાય છે તેનો જ અહીં અધિકાર છે.
તેમાં પણ પ્રથમ સર્વોપશમનાનું સ્વરૂપ કહે છે. કારણ તેના સંબંધમાં ઘણું કહેવાનું છે. તેના અર્થાધિકારો-વિષયો આ છે : ૧. પ્રથમસમ્યત્ત્વોત્પાદપ્રરૂપણા, ૨. દેશવિરતિ લાભપ્રરૂપણા, ૩. સર્વવિરતિ લાભપ્રરૂપણા, ૪. અનંતાનુબંધિ વિસંયોજના, ૫. દર્શનમોહનીયક્ષપણા, ૬. દર્શનમોહનીયોપશમના, ૭. ચારિત્રમોહનીયોપશમના.
ઉપરોક્ત સાત વિષયોમાંથી પ્રથમ સમ્યક્ત કેવા ક્રમપૂર્વક ઉત્પન્ન થાય છે તેનો વિચાર કરે છે–
सव्वुवसमणजोग्गो पज्जत्त पणिदि सण्णि सुभलेसो । परियत्तमाणसुभपगइबंधगोऽतीव सुझंतो ॥२॥ असुभसुभे अणुभागे अणंतगुणहाणिवुड्पिरिणामो । अन्तोकोडाकोडीठिइओ आउं अबंधंतो ॥३॥ बन्धादुत्तरबन्धं पलिओवमसंखभागऊणूणं । सागारे उवओगे वटुंतो कुणइ करणाइं ॥४॥ સર્વોપશમનાયોઃ પર્યાયઃ પન્દ્રિયઃ સંજ્ઞી સુમત્તેરથ: I - परावर्त्तमानशुभप्रकृतिबन्धकः अतीव शुध्यन् ॥२॥ अशुभशुभयोरनुभागस्य अनन्तगुणहानिवृद्धिपरिणामः । अन्तःकोटाकोटीस्थितिकः आयुरबध्नन् ॥३॥ बन्धादुत्तरबन्धं पल्योपमसंख्यभागन्यूनम् ।
साकारे उपयोगे वर्तमानः करणानि करोति ॥४॥
અર્થ–પર્યાપ્ત, પંચેન્દ્રિય, સંજ્ઞી, શુભલેશ્યાવાળો, પરાવર્તમાન શુભપ્રકૃતિનો બંધક, અનુક્રમે ચડતા વિશુદ્ધ અધ્યવસાયવાળો, અશુભપ્રકૃતિના રસને ઉત્તરોત્તર અનંતગુણહીન અને શુભપ્રકૃતિના રસને અનંતગુણાકારે બાંધતો, અંતઃકોડાકોડી સાગરોપમની સ્થિતિવાળો, આયુને નહિ બાંધતો, સમયે સમયે થતા કર્મના બંધને પણ ઉત્તરોત્તર પલ્યોપમના સંખ્યાતમા ભાગે ન્યૂન ન્યૂન બાંધતો, સાકારોપયોગે વર્તમાન એવો ભવ્ય આત્મા સર્વોપશમનાને યોગ્ય છે. આવો આત્મા મિથ્યાત્વનો સર્વોપશમ કરવા ત્રણ કરણ કરે છે.