________________
૩૮
પંચસંગ્રહ-૨ થાય છે. તે જ હકીકત કહે છે –
सव्वज़ियाणंतगुणेण जे उ नेहेण पोग्गला जुत्ता । ते वग्गणा उ पढमा बंधणनामस्स जोग्गाओ ॥२७॥
सर्वजीवानन्तगुणेन ये तु स्नेहेन पुद्गला युक्ताः ।
ते वर्गणा तु प्रथमा बन्धननाम्नो योग्या ॥२७॥ અર્થ–સર્વજીવોથી અનન્તગુણ સ્નેયુત જે પુદ્ગલો છે તેઓનો જે સમૂહ તે બંધનનામકર્મને યોગ્ય પહેલી વર્ગણા છે.
ટીકાનુ–સર્વજીવોથી અનન્તગુણ નેહાવિભાગ વડે યુક્ત જે પુદ્ગલો હોય છે, તેઓનો જે સમૂહ તે પહેલી જઘન્યવર્ગણા છે. આવી વર્ગણાઓ ઔદારિક ઔદારિક બંધનનામકર્મને યોગ્ય થાય છે. એટલે કે આટલા સ્નેહાણુવાળા પરમાણુઓની બનેલી વર્ગણાઓને ગ્રહણ કરીને બંધનનામકર્મના ઉદયથી આત્મા પોતાની સાથે જોડે છે. તે કરતાં અલ્પ સ્નેહાણુવાળી વર્ગણાઓને જોડતો નથી. એક અધિક સ્નેહાણુવાળાં પુદ્ગલોના સમૂહની બીજી વર્ગણા, બે અધિક સ્નેહાણુવાળાં પુદ્ગલોના સમૂહની ત્રીજી વર્ગણા, આ પ્રમાણે એક એક રસાણુએ વધતી નિરંતર વર્ગણાઓ ત્યાં સુધી કહેવી યાવત્ અભવ્યથી અનન્તગુણ અથવા સિદ્ધોના અનંતમા ભાગ પ્રમાણ થાય. ૨૭ તે જ કહે છે –
अविभागुत्तरियाओ सिद्धाणमणंतभागतुल्लाओ।
अविभागोत्तराः सिद्धानामनन्तभागतुल्याः । અર્થ–એક એક સ્નેહાણુથી વધતી વર્ગણાઓ ત્યાં સુધી કહેવી યાવત્ અભવ્યથી અનંતગુણ અથવા સિદ્ધોના અનંતમા ભાગપ્રમાણ થાય. ચડતા ચડતા સ્નેહાણુવાળી અભવ્યથી અનંતગુણ વર્ગણા થાય છે. આ પ્રમાણે વર્ગણાનું સ્વરૂપ કહ્યું. હવે સ્પદ્ધકનું સ્વરૂપ કહે છે–
ताओ फड्डगमेगं
ताः स्पर्द्धकमेकम् અર્થ સમુદિત તે વર્ગણાઓ સ્પદ્ધક કહેવાય છે.
ટીકાનુ–એક એક સ્નેહાણુ વધારતાં અભવ્યથી અનંતગુણપર્યંત નિરંતર વર્ગણાઓ થાય છે. ત્યારપછી એક એક સ્નેહવિભાગ વડે વધતી વર્ગણા થતી નથી, તેથી અનંતરોક્ત વર્ગણાઓના સમૂહનું સ્પર્ધક થાય છે. આ પ્રમાણે રૂદ્ધક કોને કહેવાય તે કહ્યું. હવે અંતરપ્રરૂપણા કહે છે –
अणंतविवराई इय भूय ॥२८॥