________________
૬૩૮
પંચસંગ્રહ-૨
ઉત્તર–કેવલજ્ઞાનાવરણ, કેવલદર્શનાવરણ, પાંચ નિદ્રા, બે વેદનીય, મિથ્યાત્વ, આદ્ય બાર કષાય, હાસ્યષક, નરક અને દેવાયુષ્ય, બે ગોત્ર, દેવ તથા નરકગતિ, પંચેન્દ્રિય જાતિ, આહારક સપ્તક, વૈક્રિય સપ્તક, તૈજસ સપ્તક, સમચતુરગ્ન અને હુડકસંસ્થાન, ગુરુ તથા કર્કશ સ્પર્શ વિના અઢાર વર્ણ ચતુષ્ક, બે વિહાયોગતિ, આતપ વિના સાત પ્રત્યેક પ્રકૃતિ, ત્રસદશક અને અસ્થિરષક આ એકસો એક પ્રકૃતિઓ બંધની જેમ ઉદીરણા આશ્રયી દ્વિસ્થાનક આદિ ત્રણ પ્રકારના રસવાળી હોય છે.
પ્રશ્ન–૨૭. એવી કઈ અને કેટલી પ્રકૃતિઓ છે કે જેઓનો ઉદીરણા આશ્રયી એક અને ક્રિસ્થાનક જ રસ હોય ?
ઉત્તર–ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ સમ્યક્ત મોહનીય, પુરુષવેદ, સ્ત્રીવેદ અને પાંચ અંતરાય આ દસ પ્રકૃતિઓનો ઉદીરણા આશ્રયી એક અને દ્વિસ્થાનક જ રસ હોય છે.
પ્રશ્ન-૨૮, દેશઘાતી કઈ અને કેટલી પ્રકૃતિઓ એવી છે કે જેઓને ઉદીરણા આશ્રયી માત્ર દેશઘાતી જ રસ હોય ?
ઉત્તર–અચક્ષુદર્શનાવરણ, સમ્યક્વમોહનીય અને પાંચ અંતરાય આ દેશઘાતી સાત પ્રકૃતિઓનો ઉદીરણા આશ્રયી સદા દેશઘાતી જ રસ હોય છે પરંતુ સર્વઘાતી હોતો જ નથી.
પ્રશ્ન-૨૯. કયા કયા જીવોને અયશકીર્તિની ઉદીરણા હોય જ ?
ઉત્તર–સૂક્ષ્મ એકેન્દ્રિય, તેઉકાય, વાયુકાય, નારક, લબ્ધિ અપર્યાપ્ત મનુષ્ય અને તિર્યંચોને હંમેશાં અયશકીર્તિનો જ ઉદય હોવાથી તેની ઉદીરણા હોય જ છે.
પ્રશ્ન–૩૦. યુગલિક મનુષ્ય-તિર્યંચોને નામકર્મની પરાવર્તમાન કઈ કઈ શુભ પ્રકૃતિઓની જ ઉદીરણા હોય ? અને કઈ કઈ અશુભ પ્રકૃતિઓની પણ હોઈ શકે ?
ઉત્તર–યુગલિક મનુષ્ય-તિર્યંચોને પ્રથમ સંઘયણ, પ્રથમ સંસ્થાન, શુભવિહાયોગતિ અને સુસ્વર આ ચાર નામકર્મની પરાવર્તમાન શુભ પ્રકૃતિઓની જ ઉદીરણા હોય છે, અને દૌર્ભાગ્ય તેમજ અનાયદ્વિક આ ત્રણ પરાવર્તમાન અશુભ પ્રકૃતિઓની પણ ઉદીરણા હોઈ શકે છે.
પ્રશ્ન-૩૧. હાસ્ય અને રતિની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા કોને હોય ?
ઉત્તર-સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત સહસ્ત્રાર કલ્પવાસી દેવોને હાસ્ય-રતિની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા હોય છે.
પ્રશ્ન-૩૨ કઈ કઈ પ્રકૃતિઓની કેવા પરિણામે ઉત્કૃષ્ટ અને જઘન્ય અનુભાગ ઉદીરણા
થાય ?
ઉત્તર–~ાયોગ્ય અતિસંક્લિષ્ટ પરિણામે અશુભ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા અને શુભ પ્રકૃતિઓની જઘન્ય અનુભાગ ઉદીરણા તેમજ અતિ-વિશુદ્ધ પરિણામે અશુભ પ્રકૃતિઓની જઘન્ય અને શુભ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા હોય છે પરંતુ તે તે પ્રકૃતિઓના ઉદયવર્તી અતિસંક્લિષ્ટ અથવા અતિ વિશુદ્ધ જીવો સમજવા. .
પ્રશ્ન-૩૩. એવી કઈ અને કેટલી પ્રકૃતિઓ છે કે જેઓની સયોગી ગુણસ્થાનકના