________________
પંચસંગ્રહ-૨
૬૩૪
સ્વામી હોઈ શકે છે. પરંતુ ચરમ અંતર્મુહૂર્તમાં ઉત્કૃષ્ટ સ્થિતિ નહિ માનનાર ટીકાકારમહર્ષિઓના મતે ઉદયના પ્રથમ સમયે નારકોને અંતર્મુહૂર્ત ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા હોય છે. માટે નારકો ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણાના સ્વામી સંભવતા નથી. પરંતુ ઉત્તર શરીરી મિથ્યાર્દષ્ટિ મનુષ્ય-તિર્યંચો આ સાતે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી બંધાવલિકા વ્યતીત થયા બાદ ઉદયાવલિકા ઉપરની બે આવલિકા ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા કરે છે માટે તેઓ જ એના સ્વામી છે.
પ્રશ્ન—૮. અનુદય બંધોત્કૃષ્ટા પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા કેટલી હોય ?
ઉત્તર—આતપની આવલિકા અધિક અંતર્મુહૂર્ત ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમ, પાંચ નિદ્રાની આવલિકા અધિક અંતર્મુહૂર્ત ન્યૂન ત્રીસ કોડાકોડી સાગરોપમ, નરકદ્વિક, એકેન્દ્રિયજાતિ અને સ્થાવર આ ચારની ચૂર્ણિકાર વગેરે મહર્ષિઓના મતે બે આવલિકા ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમ અને ટીકાકાર મહર્ષિઓના મતે આવલિકા અધિક અંતર્મુહૂર્ત ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમ અને ઔદારિક સપ્તક, તિર્યંચદ્વિક તથા સેવાત્ત સંહનન આ દશની ચૂર્ણિકાર મહર્ષિઓના મતે બે આવલિકા ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમ અને ટીકાકાર મહર્ષિઓના મતે આવલિકા અધિક અંતર્મુહૂર્ત ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમ, પરંતુ પર્યાપ્ત મનુષ્ય-તિર્યંચોને છઠ્ઠા પ્રશ્નના ઉત્તરમાં બતાવ્યા પ્રમાણે ત્રણ આવલિકા ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા હોય છે.
પ્રશ્ન—૯. આ જ કરણ ગાથા ૩૨ની ટીકામાં ભય-જુગુપ્સા, આદ્ય બાર કષાય, પાંચ નિદ્રા, આતપ તથા ઉદ્યોતના જઘન્ય સ્થિતિ ઉદીરણાના સ્વામી બંધ-આવલિકાના ચરમ સમયે એકેન્દ્રિયો બતાવેલ છે. પરંતુ જઘન્ય સ્થિતિ-સત્તાવાળા એકેન્દ્રિયો કાળ કરી અન્ય તિર્યંચ કે મનુષ્યમાં ઉત્પન્ન થાય ત્યારે પ્રથમ સમયથી એકેન્દ્રિયની જઘન્ય સ્થિતિ સત્તા કરતાં અધિક બંધ હોવા છતાં પ્રથમ બંધ આવલિકાના ચરમસમયે પૂર્વ બદ્ધ સત્તાગત સ્થિતિની જ ઉદીરણા થતી હોવાથી પંચેન્દ્રિય તિર્યંચો વગેરે પણ અનંતાનુબંધી આદિ બાર કષાય અને ભય-જુગુપ્સાના જધન્ય સ્થિતિ ઉદીરણાના સ્વામી કેમ ન હોય ?
ઉત્તર—પ્રશ્નમાં બતાવ્યા મુજબ આ ચૌદે પ્રકૃતિઓ ધ્રુવબંધી હોવાથી પંચેન્દ્રિય-તિર્યંચો અને મનુષ્યો પણ આ પ્રકૃતિઓના જઘન્ય સ્થિતિ ઉદીરણાના સ્વામી હોઈ શકે છે. જો કે મૂળ ગાથા તેમજ ટીકામાં બતાવેલ નથી છતાં ઉપલક્ષણથી લેવામાં કોઈ દોષ લાગતો નથી.
પ્રશ્ન—૧૦. દેવભવના પ્રથમ સમયે ચૂર્ણિકાર મહર્ષિના મતે વૈક્રિય સપ્તકની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા હોય કે નહિ ?
ઉત્તર—ન હોય, કારણ કે અતિસંક્લિષ્ટ પરિણામે મનુષ્ય-તિર્યંચો નરકદ્વિકની સાથે વૈક્રિય સપ્તકનો ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ કરી પછી વિશુદ્ધ પરિણામે ચરમ અંતર્મુહૂર્તમાં દેવપ્રાયોગ્ય બંધ કરતાં દેવદ્ધિક અને વૈક્રિય સપ્તકનો ૧૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ કરી દેવમાં ઉત્પન્ન થાય ત્યારે પ્રથમ સમયે પણ આવલિકા અધિક અંતર્મુહૂર્ત ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ જ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા કરે છે. માટે ચૂર્ણિકારના મતે પણ ઉદય પ્રથમ