________________
પંચસંગ્રહ-૨
મિથ્યાત્વમોહનીય, સોળ કષાય અને નવ નોકષાય, આ પાંત્રીસ પ્રકૃતિઓના અતિસંક્લિષ્ટ પરિણામી સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત મિથ્યાર્દષ્ટિ જીવો જઘન્ય પ્રદેશ ઉદીરણાના સ્વામી છે.
૬૩૦
તત્કાયોગ્ય અતિસંક્લિષ્ટ મિથ્યાત્વાભિમુખ ચરમસમયવર્તી ક્ષયોપશમસમ્યક્ત્વી સમ્યક્ત્વમોહનીયના અને મિશ્રર્દષ્ટિ મિશ્રમોહનીયના જધન્ય પ્રદેશ-ઉદીરણાના સ્વામી છે.
તત્પ્રાયોગ્ય સંક્લિષ્ટ ચારે ગતિના પર્યાપ્ત જીવો યથાસંભવ ઉદયપ્રાપ્ત પાંચ નિદ્રાના જઘન્ય પ્રદેશ ઉદીરણાના સ્વામી છે.
ચાર ગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિકસપ્તક, વૈક્રિયસપ્તક તૈજસ-કાર્યણસપ્તક, સંસ્થાનષટ્ક, સંઘયણષટ્ક, વર્ણાદિ વીસ, વિહાયોગતિદ્ધિક, આતપ અને તીર્થંકરનામ વિના પ્રત્યેક છ પ્રકૃતિ, ત્રસદશક, અસ્થિરષટ્ક, ગોત્રદ્વિક અને પાંચ અંતરાય આ નેવ્યાસી પ્રકૃતિઓના સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત યથાસંભવ ચારે ગતિના અતિસંક્લિષ્ટ પરિણામી મિથ્યાદષ્ટિ સંજ્ઞીપંચેન્દ્રિય જીવો સ્વામી છે.
ચાર અનુપૂર્વીના તત્કાયોગ્ય સંક્લિષ્ટ પોતપોતાના ભવમાં વિગ્રહગતિમાં વર્તતા જીવો જઘન્ય પ્રદેશ ઉદીરણાના સ્વામી છે.
અતિસંક્લિષ્ટ પરિણામી સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત બાદર એકેન્દ્રિયો એકેન્દ્રિયજાતિ અને સ્થાવરનામકર્મના, બાદર નિગોદના જીવો સાધારણના, સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત સૂક્ષ્મ જીવો સૂક્ષ્મ નામકર્મના અને અપર્યાપ્તના ચરમ સમયે ગર્ભજ અપર્યાપ્ત મનુષ્યો અપર્યાપ્તનામકર્મના જઘન્ય પ્રદેશ ઉદીરણાના સ્વામી છે.
સર્વપર્યાપ્તિએ પર્યાપ્ત અતિ સંક્લિષ્ટ બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચતુરિન્દ્રિયજીવો અનુક્રમે બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચરિન્દ્રિય જાતિના અને અતિસંક્લિષ્ટ પરિણામી સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત પૃથ્વીકાય જીવો આતપનામકર્મના જઘન્યપ્રદેશ ઉદીરણાના સ્વામી છે.
તત્પ્રાયોગ્ય સંક્લિષ્ટ પરિણામી આહારક શરીરધારી પ્રમત્તયતિ, આહારક સપ્તકના જઘન્ય પ્રદેશ ઉદીરણાના સ્વામી છે.
આયોજિકા કરણ કર્યા બાદ ઉદીરણા દ્વારા ઉદયમાં આવી ઘણાં પુદ્ગલોનો ક્ષય થતો હોવાથી આયોજિકાકરણના પહેલાના કાળમાં તીર્થંકર પરમાત્માઓ તીર્થંકરનામકર્મના જઘન્ય પ્રદેશ ઉદીરણાના સ્વામી છે.
સુખી જીવોને તથાસ્વભાવે જ આયુષ્યકર્મનાં ઉદીરણા દ્વારા થોડાં પુદ્ગલો ઉદયમાં આવે છે અને જઘન્ય સ્થિતિવાળા નારકો અન્ય નારકોની અપેક્ષાએ વધારે સુખી હોય છે, તેથી દસ હજાર વર્ષના આયુષ્યવાળા સ્વભૂમિકાને અનુસાર સુખી નારકો નરક આયુષ્યના, તેત્રીસ સાગરોપમના આયુષ્યવાળા દેવો દેવાયુષ્યના, ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા મનુષ્યો મનુષ્ય આયુષ્યના અને તિર્યંચો તિર્યંચ આયુષ્યના જઘન્ય પ્રદેશ ઉદીરણાના સ્વામી છે.
“ઉદીરણાકરણ સારસંગ્રહ સમાપ્ત”