________________
૬૧૪
પંથસંગ્રહ-૨
બે સપ્તમાંશ સાગરોપમ પ્રમાણ વૈક્રિય ષકના જઘન્યસ્થિતિ ઉદીરણાના સ્વામી છે.
ચાર વાર મોહનીયકર્મનો સર્વોપશમ કરી ત્યારબાદ ક્ષાયિક સમ્યક્ત પામી સર્વાર્થસિદ્ધઅનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય અને ત્યાંથી કાળ કરી પૂર્વક્રોડ વર્ષના આયુષ્યવાળા મનુષ્યમાં ઉત્પન્ન થઈ આઠ વરસની ઉંમરે સંયમનો સ્વીકાર કરી અલ્પ આયુષ્ય બાકી રહે છતે આહારક શરીર બનાવે તેવા મુનિઓ આહારકના ઉદયના ચરમ સમયે આહારક સપ્તકના જઘન્યસ્થિતિ ઉદીરણાના સ્વામી છે. તેનું પ્રમાણ યથાસંભવ અંત:કોડાકોડી સાગરોપમ પ્રમાણ હોય છે.
મોહનીયનો ઉપશમ કરતાં તેમજ ક્ષાયિક સમ્યક્ત પ્રાપ્ત કરતાં સ્થિતિઘાતાદિકથી તેમજ સ્વાર્થસિદ્ધ વિમાનમાં ઘણી અપવર્તન થવાથી નામકર્મની પ્રકૃતિઓની સ્થિતિસત્તા ઘણી ઓછી થઈ જાય છે. માટે મનુષ્યભવમાં સંયમ સ્વીકાર્યા પછી આહારકના બંધ વખતે નામકર્મની અન્ય પ્રકૃતિઓની સ્થિતિ સત્તા ઘણી જ ઓછી હોવાથી સંક્રમ દ્વારા પણ આહારકની સ્થિતિસત્તા ઘણી વધતી નથી, તેથી ચાર વાર મોહનો ઉપશમ, ક્ષાયિક સમ્પર્વની પ્રાપ્તિ વગેરે કહેલ છે.
બારમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી રહે ત્યારે પાંચ જ્ઞાનાવરણીય, ચાર દર્શનાવરણ અને પાંચ અંતરાય આ ચૌદ પ્રકૃતિઓની ઉદયાવલિકા ઉપરની એક સમય પ્રમાણ સ્થિતિની ઉદીરણા થાય છે, ત્યારે જઘન્યસ્થિતિ ઉદીરણાના સ્વામી હોય છે અને તેરમા ગુણસ્થાનકના ચરમસમયવર્તી જીવો મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિકસપ્તક, તૈજસકાર્પણ સપ્તક, પ્રથમ સંઘયણ, છ સંસ્થાન, વર્ણાદિ વિસ, બે વિહાયોગતિ, આતપ તથા ઉદ્યોત વિના છ પ્રત્યેક પ્રકૃતિઓ, ત્રણ દસક, દુઃસ્વર, અસ્થિરદ્ધિક અને ઉચ્ચ ગોત્ર આ પાંસઠ પ્રકૃતિઓના અંતર્મુહૂર્ત સ્થિતિ પ્રમાણ જઘન્યસ્થિતિ ઉદીરણાના સ્વામી છે. પરંતુ ઉચ્છવાસ અને બે સ્વરના યોગનિરોધ કરતી વખતે પોતપોતાના ઉદયના ચરમ સમયે જઘન્યસ્થિતિ ઉદીરણાના સ્વામી છે. આટલી વિશેષતા છે.
પોતપોતાના આયુષ્યની સમયાધિક આવલિકા બાકી રહે ત્યારે તે તે જીવો એક સમય પ્રમાણ તે તે આયુષ્યની જઘન્યસ્થિતિ ઉદીરણાના સ્વામી હોય છે.
ઇતિ સ્થિતિ-ઉદીરણા
અનુભાગ ઉદીરણા અહીં સંજ્ઞા, શુભાશુભ, વિપાક, હેતુ, સાદ્યાદિ અને સ્વામિપણું આ છ અધિકારો છે. તેમાં પ્રથમની ચાર બાબતો બંધ તથા ઉદય આશ્રયી આ ગ્રંથના પ્રથમ ભાગના ત્રીજા દ્વારમાં જે પ્રમાણે કહેલ છે તે પ્રમાણે અહીં પણ સમજવું, છતાં સામાન્યથી આ પ્રમાણે છે.
(૧) સંજ્ઞા–સ્થાન અને ઘાતી આશ્રયી સંજ્ઞા બે પ્રકારે છે, તેમાં પણ સ્થાન સંજ્ઞા એક સ્થાનક વગેરે ચાર પ્રકારે અને ઘાતી સંજ્ઞા સર્વઘાતી આદિ ત્રણ પ્રકારે છે. હવે આ ચાર