________________
૬૧૨
પંચસંગ્રહ-૨
નામકર્મનો બંધ શરૂ કરે ત્યારે પોતપોતાની બંધ આવલિકાના ચરમ સમયે ઉદયપ્રાપ્ત આ ચારે પ્રકૃતિઓના જઘન્યસ્થિતિ ઉદીરણાનો સ્વામી છે.
જ્યાં પ્રતિપક્ષ પ્રકૃતિઓ બંધ યોગ્ય હોય ત્યાં તે તે પ્રકૃતિઓ અંતર્મુહૂર્વકાળથી વધારે બંધાતી નથી અને વિવક્ષિત એકેન્દ્રિય જાતિ વગેરેનો બંધ શરૂ થયા પછી પૂર્વે બંધાયેલી બેઇન્ડિયાદિ જાતિઓનો તેમાં સંક્રમ શરૂ થાય છે. તેથી એકેન્દ્રિયાદિ જાતિઓની બંધ આવલિકા પૂર્ણ થતાંની સાથે જ સંક્રમ્સમાણ બેઇન્દ્રિયાદિ જાતિઓની સંક્રમાવલિકા પણ પૂર્ણ થાય છે. માટે. બંધાવલિકા પછીના પ્રથમ સમયે બંધાયેલી એકેન્દ્રિયાદિ જાતિઓની બંધાવલિકા અને પ્રથમ સમયે સંક્રમેલ બેઇજિયાદિ જાતિઓની સંક્રમાવલિકા પૂર્ણ થવાથી તેની પણ ઉદીરણા થાય છે. તેથી બંધાવલિકાના ચરમસમયે પૂર્વગત સત્તામાંથી અન્ય પ્રકૃતિઓના બંધકાળ પ્રમાણ અંતર્મુહૂર્ત અને બધ્યમાન પ્રકૃતિની આવલિકા પ્રમાણ સ્થિતિઓ સત્તામાંથી ઓછી થઈ જાય છે. માટે આવલિકાના ચરમસમયે આ ચારે પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિ ઉદીરણા કરે છે. ત્યાં એકેન્દ્રિય જાતિની બે આવલિકા અધિક ચાર અંતર્મુહૂર્ત ન્યૂન અને શેષ ત્રણ પ્રકૃતિઓની બે આવલિકા અધિક અંતર્મુહૂર્ત ન્યૂન બે સપ્તમાંશ સાગરોપમ પ્રમાણ જધન્યસ્થિતિ ઉદીરણા હોય છે.
જઘન્ય સત્તાવાળો એકેન્દ્રિય વિકસેન્દ્રિયમાં આવી પ્રથમ સમયથી ઉદય વિનાની શેષ ચાર જાતિઓનો વારાફરતી મોટા મોટા અંતર્મુહૂર્તકાળ સુધી બંધ કરી ઉદય પ્રાપ્ત બેઇન્દ્રિયાદિ જાતિનો બંધ શરૂ કરે ત્યારે તેની બંધાવલિકાના ચરમસમયે ઉદયપ્રાપ્ત બેઈન્દ્રિયાદિજાતિની જઘન્ય સ્થિતિઉદીરણા કરે છે. અને તેઓની જઘન્યસ્થિતિ ઉદીરણા બે આવલિકા અધિક ચાર અંતર્મુહૂર્ત ન્યૂન બે સપ્તમાંશ સાગરોપમ પ્રમાણ હોય છે.
જઘન્ય સત્તાવાળો એકેન્દ્રિય સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચમાં આવી પ્રથમ સમયથી ઉદયપ્રાપ્ત સિવાયની તેની પ્રતિપક્ષ જેટલી પ્રકૃતિઓ હોય તે દરેકને મોટા મોટા અંતર્મુહૂર્વકાળ સુધી બાંધી પછી ઉદય પ્રાપ્ત પ્રકૃતિઓનો બંધ શરૂ કરે ત્યારે તે તે ઉદયપ્રાપ્ત પ્રકૃતિઓની બંધાવલિકાના ચરમસમયે દુર્ભાગ્ય, અનાદેઢિક, નીચ ગોત્ર, તિર્યંચદ્રિક, પ્રથમ સિવાયનાં પાંચ સંઘયણ, મનુષ્યાનુપૂર્વી, અપર્યાપ્તનામકર્મ, હાસ્ય, રતિ, અરતિ, શોક અને બે વેદનીય–આ ઓગણીસ પ્રકૃતિઓની જઘન્યસ્થિતિ ઉદીરણા કરે છે. માત્ર મનુષ્યાનુપૂર્વી તથા તિર્યંચાનુપૂર્વીનો ઉદય વિગ્રહગતિમાં જ હોવાથી આ બે પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિ ઉદીરણા એકેન્દ્રિયમાંથી આવેલ ક્રમશઃ મનુષ્ય અને સંજ્ઞીપંચેન્દ્રિય તિર્યંચને વિગ્રહગતિમાં ત્રીજે સમયે જઘન્ય સ્થિતિ ઉદીરણા હોય છે.
ત્યાં દૌર્ભાગ્ય, અનાદેઢિક, તિર્યંચગતિ, નીચ ગોત્ર, અપર્યાપ્તનામ, હાસ્ય, રતિ, અરતિ, અને શોક આ દસની બે આવલિકા અધિક અંતર્મુહૂર્ત ન્યૂન બે સપ્તમાંશ સાગરોપમ પ્રમાણ, બીજા વગેરે પાંચ સંઘયણની બે આવલિકા અધિક પાંચ અંતર્મુહૂર્ત ન્યૂન બે સપ્તમાંશ સાગરોપમપ્રમાણ, બે વેદનીયની બે આવલિકા અધિક અંતર્મુહૂર્ત ન્યૂન ત્રણ સપ્તમાંશ સાગરોપમ પ્રમાણ અને મનુષ્ય તથા તિર્યંચાનુપૂર્વીની આવલિકા ન્યૂન બે સપ્તમાંશ સાગરોપમ પ્રમાણ જઘન્ય સ્થિતિ ઉદીરણા હોય છે.
દિર્ઘ આયુષ્યવાળો અસંજ્ઞીપંચેન્દ્રિય સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત થતાંની સાથે જ દેવદ્વિક,