________________
૬૧૦
પંચસંગ્રહ-૨
વસ મળી કુલ આડત્રીસ પ્રવૃતિઓમાં અંતર્મુહૂર્ત પ્રમાણ અદ્વાચ્છેદ અને અંતર્મુહૂર્ત ધૂન પોતપોતાની ઉત્કૃષ્ટસ્થિતિ સત્તાવાળા તેમજ તે તે કર્મના ઉદયના પ્રથમ સમયે વર્તતા જીવો ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણાના સ્વામી છે.
આહારકસપ્તકનો અપ્રમત્તગુણસ્થાનકે ઉત્કૃષ્ટસ્થિતિબંધ કરે અને તે વખતે નામકર્મની અન્ય પ્રકૃતિઓની આહારકસપ્તકના બંધ કરતાં ઘણી વધારે અર્થાત્ સંખ્યાતગુણી સ્થિતિસત્તા હોય છે. અને તે પ્રકૃતિઓને આહારકસપ્તકમાં સંક્રમાવી તેને ઉત્કૃષ્ટસ્થિતિસત્તા પ્રમાણ કરી અંતર્મુહૂર્ત પછી પ્રમત્તગુણસ્થાનકે આવી આહારક શરીરને બનાવતાં પ્રથમ સમયે આહારકસપ્તકની ઉત્કૃષ્ટસ્થિતિ ઉદીરણા કરે છે. અને ઉત્કૃષ્ટસ્થિતિસત્તા થયા બાદ અંતર્મુહૂર્ત પછી જ આહારક શરીર બનાવે છે. તેથી અંતર્મુહૂર્તપ્રમાણ અદ્ધાદ હોય છે.
તેરમા ગુણસ્થાનકના પ્રથમ સમયે વધારેમાં વધારે જેટલી–પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસત્તા હોઈ શકે તેટલી સ્થિતિસત્તાવાળા તીર્થંકર પરમાત્મા ઉદયાવલિકા ઉપરની સઘળી સ્થિતિની ઉદીરણા કરે ત્યારે આવલિકા પ્રમાણે અદ્ધાચ્છેદ અને આવલિકાનૂન પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ તીર્થકર નામકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ ઉદીરણા હોય છે.
મનુષ્યાનુપૂર્વી, દેવદ્ધિક, વિકલત્રિક અને સૂક્ષ્મત્રિક આ નવપ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા પોતપોતાનો ઉદય ન હોય ત્યારે તેની પોતપોતાની પ્રતિપક્ષભૂત નરકાનુપૂર્વી, નરકદ્ધિક, પંચેન્દ્રિય જાતિ અને બાદરત્રિક અથવા નામકર્મની કોઈપણ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટસ્થિતિ બંધ કરી બંધાતી એવી મનુષ્યાનુપૂર્વી વગેરેમાં બંધાવલિકા વીતી છે. જેની એવી ઉદયાવલિકા ઉપરની નરકાનુપૂર્વી વગેરે પ્રકૃતિઓને બંધાતી એવી મનુષ્યાનુપૂર્વી વગેરેમાં ઉદયાવલિકા ઉપર સંક્રમાવી મનુષ્યાનુપૂર્વી વગેરે નવે પ્રકૃતિઓની આવલિકા ન્યૂન વિસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટસ્થિતિ સત્તા કરે છે. અને ઉત્કૃષ્ટસ્થિતિસત્તા કર્યા પછી તથાસ્વભાવે જ મધ્યમ પરિણામે અંતર્મુહૂર્તકાળ ત્યાં જ રહી મરણ પામી મનુષ્યાનુપૂર્વી વગેરે પ્રકૃતિઓના ઉદયને કરે છે. તે વખતે ઉદયાવલિકા ઉપરની મનુષ્યાનુપૂર્વી વગેરેની સ્થિતિઓની ઉદીરણા કરે છે માટે આવલિકા અધિક અંતર્મુહૂર્ત પ્રમાણ અદ્ધાચ્છેદ હોય છે. પરંતુ અપેક્ષાએ તે આવલિકાને જુદી ન ગણતાં અંતર્મુહૂર્ત પ્રમાણ અદ્ધાચ્છેદ બતાવેલ છે અને આવલિકા અધિક અંતર્મુહૂર્ત ન્યૂન ઉત્કૃષ્ટસ્થિતિ સત્તાવાળા વિગ્રહગતિમાં વર્તમાન મનુષ્યાનુપૂર્વીના મનુષ્યો, દેવદ્વિકના દેવો, વિકલત્રિકના વિકલેન્દ્રિયો અને સૂક્ષ્મત્રિકના ક્રમશઃ સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ જીવો પોતાના ઉદયના પ્રથમ સમયે ઉત્કૃષ્ટસ્થિતિ સ્વામી છે.
કોઈપણ કર્મનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ અતિસંક્લિષ્ટ પરિણામે જ થાય છે તેથી અતિસંક્ષિણ પરિણામે ઉત્કૃષ્ટસ્થિતિ બંધ કરી તથાસ્વભાવે જ મધ્યમ પરિણામવાળો થઈ અંતર્મુહૂર્ત પ્રમાણ ત્યાં જ રહી પછી મરીને આત્મા અન્ય ગતિમાં જાય છે. તેથી અતિસંક્લિષ્ટ પરિણામે મનુષ્યો અથવા તિર્યંચો કુષ્ણલેશ્યામાં વર્તતા નરકદ્વિકનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ કરી અંતર્મુહૂર્ણપ્રમાણ મધ્યમપરિણામમાં રહી મરણ પામી કૃષ્ણલેશ્યાવાળી નીચેની ત્રણ નરકમૃથ્વીમાં ઉત્પન્ન થનારા નારકો ઉદયાવલિકા ઉપરની નરકદ્વિકની સઘળી સ્થિતિઓની ઉદીરણા કરે છે. તેથી ધૂમપ્રભા વગેરે ત્રણ પૃથ્વીના નારકો નરકદ્ધિકની ઉત્કૃષ્ટસ્થિતિ ઉદીરણાના સ્વામી છે અને આવલિકાની વિવક્ષા ન કરતાં