________________
શ્રી શંખેશ્વર-પાર્શ્વનાથાય નમઃ
પંચસંગ્રહ દ્વિતીયભાગ શ્રી ઉદીરણાકરણ સારસંગ્રહ
(૧) લક્ષણ-કષાયસહિત અથવા કષાયરહિત યોગ સંજ્ઞાવાળા વીર્યથી ઉદયાવલિકાની બહારની સ્થિતિઓમાં રહેલ દલિતોને ખેંચી ઉદયાવલિકામાં નાખવાં અર્થાત્ ઉદયાવલિકામાં રહેલા દલિકો સાથે ભોગવવા યોગ્ય કરવાં તે ઉદીરણા કહેવાય છે.
(૨) ભેદ–પ્રકૃતિ-સ્થિતિ-અનુભાગ અને પ્રદેશની અપેક્ષાએ તે ઉદીરણાના ચાર પ્રકાર છે. તે એક એક ઉદીરણા મૂળ પ્રકૃતિઓ અને ઉત્તર પ્રવૃતિઓ આશ્રયી બબ્બે પ્રકારે છે. તેમાં મૂળ કર્મોની જ્ઞાનાવરણીય વગેરે આઠ પ્રકારે અને ઉત્તર પ્રવૃતિઓની ઉદીરણા મતિજ્ઞાનાવરણીય વગેરે એકસો અઠ્ઠાવન પ્રકારે છે.
(૩) સાદ્યાદિ પ્રરૂપણા–વેદનીય અને મોહનીય કર્મની સાદિ, અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ચાર-ચાર પ્રકારે આયુષ્યની સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે અને જ્ઞાનાવરણીય વગેરે શેષ પાંચ કર્મની સાદિ વિના ત્રણ-ત્રણ પ્રકારે હોવાથી આઠે મૂળકર્મના પચીસ ભાંગા થાય છે.
ત્યાં વેદનીય કર્મની પ્રમત્ત ગુણસ્થાનક સુધી અને મોહનીયકર્મની ઉદીરણા સૂક્ષ્મસંપરાયની સમયાધિક આવલિકા બાકી હોય ત્યાં સુધી હોય છે. તેથી ઉપરનાં ગુણસ્થાનકોમાં હોતી નથી એટલે ઉપરના ગુણસ્થાનકેથી પ્રમત્ત ગુણસ્થાનકે આવે ત્યારે વેદનીયની અને અગિયારમા ગુણસ્થાનકથી દશમા અથવા ચોથા ગુણસ્થાનકે આવે ત્યારે મોહનીયની સાદિ, અપ્રમત્ત અને સૂક્ષ્મસંપરા ગુણસ્થાનકની ચરમ આવલિકાને પ્રાપ્ત નહીં થયેલા જીવોને અનાદિ, અભવ્યોને ઉદીરણાનો વિચ્છેદ થવાનો ન હોવાથી ધ્રુવ અને ભવ્ય જીવોને ઉદીરણાનો વિચ્છેદ થવાનો હોવાથી અધ્રુવ એમ ચાર પ્રકારે છે.
આયુષ્યકર્મની પોતપોતાના ભવની છેલ્લી આવલિકામાં ઉદીરણા હોતી નથી અને પરભવની ઉત્પત્તિના પ્રથમ સમયથી શરૂ થાય છે. તેથી સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે છે.
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયકર્મની બારમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી હોય ત્યાં સુધી અને નામ તથા ગોત્રની સયોગીના ચરમસમય સુધી હંમેશાં ઉદીરણા થાય છે. માટે અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્ય જીવોને અદ્ભવ એમ ત્રણ પ્રકારે હોય છે. પરંતુ અહીંથી પડવાનો અભાવ હોવાથી સાદિ થતી નથી. - મિથ્યાત્વની સાઘાદિ ચાર પ્રકારે હોવાથી ચાર, પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ, પાંચ અંતરાય, વર્ણાદિ વસ, તૈજસ-કાશ્મણ સપ્તક, સ્થિર-અસ્થિર શુભ-અશુભ, અગુરુલઘુ અને નિર્માણ–આ સુડતાળીસ ધ્રુવોદયી પ્રકૃતિઓની સાદિ વિના ત્રણ પ્રકારે હોવાથી એકસો એકતાળીસ અને બાકીની એકસોદશ અધ્રુવોદયી પ્રકૃતિઓની ઉદીરણા સાદિ અને અધ્રુવ એમ બે