________________
૩૦
સંબંધમાં પણ કહેવું. ૧૭
હવે વર્ગણાઓના વર્ણાદિના નિરૂપણ માટે કહે છે—
પંચસંગ્રહ-૨
पंच रस पंच वन्नेहिं परिणया अट्ठफास दोगंधा । जावाहारगजोग्गा चउफास विसेसिया उवरिं ॥१८॥ પશ્ચમી સેઃ પશ્ચમિર્થન: પળિતા અસ્વશાં: દ્વિસ્થાઃ । यावदाहारकयोग्याः चतुःस्पर्शविशेषिता उपरि ॥१८॥
અર્થ—ઔદારિકવર્ગણાથી આરંભી આહારક વર્ગણાઓ પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શયુક્ત છે, અને ઉપરની વર્ગણાઓ ચાર સ્પર્શયુક્ત છે.
ટીકાનુ—ઔદારિકશરીરયોગ્ય વર્ગણાથી આરંભી આહારક શરીરયોગ્ય વર્ગણા સુધીની વર્ગણાઓ પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શવાળી છે. અહીં એક પરમાણુમાં પાંચ . વર્ણમાંથી કોઈપણ એક વર્ણ, બે ગંધમાંથી કોઈપણ એક ગંધ, પાંચ રસમાંથી કોઈ પણ એક રસ, અને સ્નિગ્ધ, ઉષ્ણ, રૂક્ષ અને શીત એ ચાર સ્પર્શમાંથી અવિરુદ્ધ બે સ્પર્શ હોય છે. કહ્યું છે કે‘એક વર્ણ, એક ગંધ, એક રસ અને અવિરુદ્ધ બે સ્પર્શવાળો, પુદ્ગલ સ્કંધનું છેવટનું કારણ, સૂક્ષ્મ અને નિત્ય એવો પરમાણુ છે.’ પરંતુ સમુદાયમાં કોઈ પરમાણુ કોઈ વર્ણાદિ યુક્ત, કોઈ પરમાણુ કોઈ વર્ણાદિ યુક્ત હોવાથી સ્કંધમાં પાંચે વર્ણ, બે ગંધ, પાંચે રસ અને આઠે સ્પર્શ ઘટી શકે છે. તથા ઉપરની તૈજસાદિશ૨ી૨ યોગ્ય વર્ગણાઓ પાંચ વર્ણવાળી, બે ગંધવાળી અને પાંચ રસવાળી છે. પરંતુ સ્પર્શના વિષયમાં ચાર સ્પર્શવાળી જાણવી. તેમાં પણ તૈજસાદિ વર્ગણાઓમાંના પ્રત્યેક સ્કંધમાં મૃદુ અને લઘુ એ બે સ્પર્શ તો અવસ્થિત છે અને સ્નિગ્ધ-ઉષ્ણ, સ્નિગ્ધ-શીત, રૂક્ષ-ઉષ્ણ, અને રૂક્ષ-શીત એમાંના કોઈ પણ બે સ્પર્શ હોય છે. કુલ ચાર સ્પર્શ થાય છે. એટલે કે તૈજસાદિના પ્રત્યેક સ્કંધમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને ઉપરોક્ત ચાર સ્પર્શ કુલ સોળ ગુણ હોય છે. આ પ્રમાણે ગ્રહણ અગ્રહણ યોગ્ય વર્ગણાઓનું સ્વરૂપ કહ્યું.ર ૧૮
૧. અહીં એક પરમાણુમાં છેલ્લા ચાર સ્પર્શમાંથી અવિરુદ્ધ બે સ્પર્શ કહ્યા છે તો ઔદારિકાદિના સ્કંધમાં આઠ સ્પર્શ ક્યાંથી આવ્યા ? તેના ઉત્તરમાં સમજવાનું કે તિરોભાવે દરેક પરમાણુમાં બધા સ્પર્શરૂપે પરિણમવાની શક્તિ રહેલી છે. તે શક્તિ આહારક સુધીના સ્કંધોમાં આવિર્ભાવે થાય છે. એટલે ત્યાં સુધીની વર્ગણાઓમાં આઠે સ્પર્શ કહ્યા છે. અમુક સંખ્યાવાળા પરમાણુના સ્કંધમાં જ તે આવિર્ભાવે થાય છે. તે કરતાં સંખ્યા વધે તો તથાસ્વભાવે આવિર્ભાવે થતા નથી. તેથી જ આહા૨ક સુધીની વર્ગણાઓ લીધી છે.
૨. આ વર્ગણાઓમાં કેટલોક મતભેદ છે. કર્મપ્રકૃતિ-ચૂર્ણિમાં ઔદારિક અને વૈક્રિયની વચમાં તેમજ વૈક્રિય અને આહારકવર્ગણાની વચમાં અગ્રહણ યોગ્ય વર્ગણા માની નથી. વિશેષાવશ્યકભાષ્યમાં માની છે. તેમજ કાર્મણવર્ગણા પછીની આ ગ્રંથમાં જે રીતે વર્ગણાઓ કહી છે તેનાથી વિશેષાવશ્યકભાષ્યમાં જુદી રીતે કહી છે. શી રીતે કહી છે તે ત્યાંથી પૃષ્ઠ ૩૨૮માંથી જોઈ લેવું. તથા આહારક સુધીની વર્ગણાઓ ગુરુલઘુ છે, ગુરુલઘુ હોવાથી તેના સમૂહમાં અમુક પ્રમાણમાં વજન હોય છે. તૈજસાદિ વર્ગણાઓ અગુરુલઘુ છે, તેનો ગમે તેટલો સમૂહ એક્ત્ર થાય છતાં તેમાં આત્માની જેમ વજન હોતું નથી. જેમ જેમ વધારે પરમાણુનો પિંડ થાય તેમ તેમ જગ્યા ઓછી રોકે છે. આ સઘળો પુદ્ગલ સ્વભાવ છે.