________________
ઉદીરણાકરણ
પપ૯
છે. સર્વત્ર ગુણિતકમ્મશ આત્માને ઉત્કૃષ્ટ પ્રદેશોદીરણા થાય છે, એમ સમજવું. ૮૩
वेयणियाण पमत्तो अपमत्तत्तं जया उ पडिवज्जे । संघयणपणगतणुदुगुज्जोयाणं तु अपमत्तो ॥८४॥
वेदनीययोः प्रमत्तोऽप्रमत्तत्वं यदा तु प्रतिपद्येत ।
संहननपञ्चकतनुद्विकोद्योतानां तु अप्रमत्तः ॥४४॥ અર્થ–વેદનીયની ઉત્કૃષ્ટ પ્રદેશોદીરણાનો સ્વામી અપ્રમત્ત પ્રાપ્ત કરનાર પ્રમત્ત છે. સંઘયણ પંચક, તનુદ્ધિક અને ઉદ્યોતનો ઉત્કૃષ્ટ પ્રદેશોદીરક અપ્રમત્ત આત્મા છે.
ટીકાનુ—જે પછીના સમયે અપ્રમત્તપણું પ્રાપ્ત કરશે તેવો પ્રમત્ત સંયમ આત્મા સાતઅસાતરૂપ વેદનીયકર્મની ઉત્કૃષ્ટ પ્રદેશોદીરણાનો સ્વામી છે. કેમ કે તેને સર્વ વિશુદ્ધ પરિણામ છે. વિશુદ્ધ પરિણામે તેની ઉત્કૃષ્ટ પ્રદેશોદરણા થાય છે. તથા પ્રથમ સંહનન સિવાય શેષ પાંચ સંહનન, વૈક્રિયસપ્તક, આહારકસપ્તક અને ઉદ્યોતનામકર્મની ઉત્કૃષ્ટ પ્રદેશોદીરણાનો સ્વામી અપ્રમત્ત આત્મા છે. ૮૪.
तिरियगईए देसो अणुपुब्विगईण खाइयो सम्मो । दुभंगाईनीआणं विरड़ अब्भुट्टिओ सम्मो ॥८५॥ तिर्यग्गतेर्देशः आनुपूविगतीनां क्षायिकः सम्यक्त्वी ।
दुर्भगादिनीचानां विरतिमभ्युत्थितः सम्यक्त्वी ॥५॥ અર્થ તિર્યંચગતિની ઉત્કૃષ્ટ પ્રદેશોદીરણાનો સ્વામી દેશવિરતિ, આનુપૂર્વી અને દેવનરકગતિની ક્ષાયિક સમ્યક્તી તથા દુર્ભગ આદિ અને નીચ ગોત્રની ઉત્કૃષ્ટ પ્રદેશોદીરણાનો સ્વામી વિરતિની સન્મુખ થયેલ અવિરતિ સમ્યગ્દષ્ટિ છે.
'ટીકાનુ–તિર્યંચગતિની ઉત્કૃષ્ટ પ્રદેશોદીરણાનો સ્વામી દેશવિરતિ આત્મા જાણવો. તથા તે તે ગતિમાં પોતાના આયુના ઉદયના ત્રીજે સમયે વર્તમાન ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ચાર આનુપૂર્વીની ઉત્કૃષ્ટ પ્રદેશોદીરણાનો સ્વામી સમજવો, તે જ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ દેવ-નરકગતિની ઉત્કૃષ્ટ પ્રદેશોદીરણાનો પણ સ્વામી સમજવો. તથા વિરતિ પ્રાપ્ત કરવા સન્મુખ થયેલ એટલે કે અનંતર સમયે જે સંયમને પ્રાપ્ત કરશે તે અવિરતિ સમ્યગ્દષ્ટિ આત્મા દુઃસ્વર માટે કહેવાનું ' હોવાથી દુર્ભગ, અનાદેય, અપયશકીર્તિ અને નીચ ગોત્રની ઉત્કૃષ્ટ પ્રદેશોદીરણાનો સ્વામી છે. ૮૫
देव निरयाउगाणं जहण्णजेट्टट्टिई गुरुअसाए । इयराऊणं इयरा अट्टमवासेट्ट वासाऊ ॥८६॥
૧. નરક-તિર્યંચાનુપૂર્વીની ઉત્કૃષ્ટ પ્રદેશોદરિણાનો સ્વામી સાયિક સમ્યગ્દષ્ટિ છે અને શેષ બે આનુપૂર્વી ઉત્કૃષ્ટ ઉદીરણાનો સ્વામી (સામાન્ય) સમ્યક્તી છે, એમ કર્મપ્રકૃતિમાં કહ્યું છે.