________________
ઉદીરણાકરણ
૫૫૧
. पुद्गलविपाकिनीनां भवादिसमये विशेष उरलस्य ।
__ सूक्ष्मापर्याप्तो वायुः बादरपर्याप्तः वैक्रियस्य ॥७३॥
અર્થ–પુગલવિપાકિ પ્રકૃતિઓના જઘન્ય અનુભાગની ઉદીરણા ભવના આદિ સમયે આદિ સમયે કરે છે. માત્ર ઔદારિકષકની સૂક્ષ્મ અપર્યાપ્ત વાયુકાય કરે છે, અને વૈક્રિયષકની બાદર પર્યાપ્ત વાયુકાય કરે છે.
ટીકાનુ–પુદ્ગલ દ્વારા જે કર્મપ્રકૃતિઓના ફળને આત્મા અનુભવે છે, તે સઘળી પુદ્ગલવિપાકિ પ્રકૃતિઓના જઘન્ય અનુભાગની ઉદીરણા ભવ-જન્મના પ્રથમ સમયે કરે છે. આ માત્ર સામાન્ય હકીકત કહી. પરંતુ કઈ પુગલવિપાકિ પ્રકૃતિના જઘન્ય અનુભાગને કયો જીવ ઉદીરે છે, તે અહીં કહ્યું નથી, એટલે હવે પછી તે કહીશ. હવે એ જ કરેલ પ્રતિજ્ઞાને ગ્રંથકાર મહારાજ નિર્વાહ કરે છે. ઔદારિક પદ્ધના જઘન્ય અનુભાગની ઉદીરણા અલ્પ આયુવાળો અપર્યાપ્ત વાયુકાય ભવના પ્રથમ સમયે કરે છે. વૈક્રિય ષકના જધન્ય અનુભાગની ઉદીરણા અલ્પ આયુવાળો બાદર પર્યાપ્ત વાયુકાય કરે છે. વૈક્રિય શરીર બાદર પર્યાપ્ત વાયુકાયને જ હોય છે. માટે બાદર પર્યાપ્તનું ગ્રહણ કર્યું છે. અહીં પર્કમાં અંગોપાંગ વજર્યું છે, કેમ કે એકેન્દ્રિયોને અંગોપાંગનો ઉદય હોતો નથી. ૭૩.
अप्पांऊ बेइंदि उरलंगे नारओ तदियरंगे । निल्लेवियवेउव्वा असण्णिणो आगओ कूरो ॥७४॥
अल्पायुः द्वीन्द्रिय उरलाने नारकस्तदितराङ्गे ।
निर्लेपितवैक्रियेभ्योऽसंज्ञिभ्य आगतः क्रूरः ॥७४॥ અર્થ—અલ્પ આયુવાળો બેઈન્દ્રિય ઔદારિક અંગોપાંગના, અને જેણે વૈક્રિય ઉવેલ્યું છે એવો અસંજ્ઞીમાંથી આવેલો અતિક્રૂર નારક વૈક્રિય અંગોપાંગના જઘન્ય અનુભાગની ઉદીરણા
કરે છે.
ટીકાન–અલ્પ આયુવાળો બેઇન્દ્રિય પોતાના ભવના પ્રથમ સમયે ઔદારિક અંગોપાંગના જઘન્ય અનુભાગની ઉદીરણા કરે છે. તથા પહેલાં ઉવેલેલા નિ:સત્તાક વૈક્રિય અંગોપાંગને અલ્પ કાળ બાંધી પોતાના આયુના અંતે પોતાની ભૂમિકાને અનુસરીને દીર્થ આયુવાળો નારકી થાય. એટલે કે એકેન્દ્રિય ભવમાં વૈક્રિય ઉવેલી નાખી, ત્યાંથી ચ્યવી અસંજ્ઞી પંચેન્દ્રિય થાય. ત્યાં અલ્પ કાળ વૈક્રિય બાંધી જેટલું વધારે આયુ બાંધી શકે તેટલું બાંધી નારકી થાય. અસંજ્ઞી નારકીનું પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ આયુ બાંધે છે, એટલે તેટલે આઉખે નારકી થાય. તે અતિસંક્લિષ્ટ પરિણામવાળો નારકી પોતાના ભવના પ્રથમ સમયે વૈક્રિય અંગોપાંગના જઘન્ય અનુભાગની ઉદીરણા કરે છે. ૭૪
मिच्छोऽन्तरे किलिट्ठो वीसाइ धुवोदयाण सुभियाण । आहारजई आहारगस्स अविसुद्धपरिणामो ॥५॥