________________
૫૪૬
પંચસંગ્રહ-૨
અનુભાગની ઉદીરણાના સ્વામી છે.
ટીકાન–વૈક્રિય શરીરની સઘળી પર્યાપ્તિએ પર્યાપ્ત, સર્વ વિશુદ્ધ પરિણામવાળા વૈક્રિયશરીરધારી યતિ ઉદ્યોતનામકર્મના ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણાના સ્વામી છે. તથા સર્વ વિશુદ્ધ પરિણામી, સઘળી પર્યાપ્તિએ પર્યાપ્ત અને ઉત્કૃષ્ટ આયુવાળા ખર બાદર પૃથ્વીકાય આત્મા આપ નામકર્મના ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણાના સ્વામી છે.
પૃથ્વીકાયના ઘણા ભેદો બૃહત્સંગ્રહણી આદિ ગ્રંથોમાં કહ્યા છે, તેમાં ખર-કઠણ પૃથ્વીકાયનું જ ઉત્કૃષ્ટ આયુ હોય છે, એટલે તે જીવો જ અહીં લીધા છે. સૂર્યના વિમાનની નીચે રહેલા રત્નના જીવોને જ આતપનો ઉદય હોય છે, અને તે ખર પૃથ્વીકાય છે. તથા શરીરપર્યાપ્તિએ પર્યાપ્તાને આતપનો ઉદય થઈ શકે છે, પરંતુ તેના ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણા તો પર્યાપ્તાને થાય છે, એટલે અહીં પર્યાપ્તા ગ્રહણ કર્યા છે.
તથા જે જે ગતિના જે જે જીવો ઉદીરક કહ્યા છે તે જ જીવો આનુપૂર્વનામકર્મના ઉત્કૃષ્ટ અનુભાગના પણ ઉદીરક છે, માત્ર તેઓ પોતપોતાના ભવના ત્રીજે સમયે વર્તમાન ગ્રહણ કરવા. કેમ કે આનુપૂર્વીનો ઉદય વિગ્રહગતિમાં જ હોય છે. વળી ઉદીરણા ઉદય સહભાવિ છે. અને વધારેમાં વધારે વિગ્રહગતિ ત્રણ સમયની હોય છે, માટે અહીં ત્રીજો સમય લીધો છે. માત્ર મનુષ્યદેવાનુપૂર્વીના વિશુદ્ધ પરિણામી અને નારક-તિર્યગાનુપૂર્વીના સંક્લિષ્ટ પરિણામી સમજવો. ૬૭
जोगन्ते सेसाणं सुभाणमियराण चउसुवि गईसु । पज्जत्तुक्कडमिच्छेसु लद्धिहीणेसु ओहीणं ॥१८॥
योग्यन्ते शेषाणां शुभानामितरासां चतसृष्वपि गतिषु ।
पर्याप्तोत्कटमिथ्यात्विषु लब्धिहीनेषु अवध्योः ॥१८॥ અર્થ–શેષ શુભ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણા સયોગીના ચરમસમયે થાય છે. પર્યાપ્ત ઉત્કટ મિથ્યાત્વી ચારે ગતિના જીવોને શેષ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ.અનુભાગની ઉદીરણા થાય છે. અવધિદ્ધિકના ઉત્કૃષ્ટ રસની ઉદીરણા અવધિલબ્ધિ હીનને થાય છે.
ટીકાનુ–સધોગીકેવલી ગુણસ્થાનકના ચરમસમયે વર્તમાન આત્માઓને જે પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણા કહી ગયા તે સિવાયની તૈજસસપ્તક, મૂદુ-લઘુ વર્જીને શેષ શુભ વર્ણ આદિ નવ, અગુરુલઘુ, સ્થિર, શુભ, સૌભાગ્ય, આદેય, યશ-કીર્તિ, નિર્માણ, ઉચ્ચ ગોત્ર અને તીર્થંકર નામરૂપ પચીસ શુભ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણા થાય છે.
૧. જોકે આહારક શરીરીને પણ ઉદ્યોતનો ઉદય હોય છે. વળી વૈક્રિયથી આહારક વધારે તેજસ્વી હોય છે છતાં તેના ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણા આહારક શરીરને ન લેતાં વૈક્રિય યતિને જ કહી છે.
૨. પુન્ય પ્રવૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણા અત્યંત વિશુદ્ધ પરિણામવાળા આત્માને અને પાપ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણા અત્યંત સંક્લિષ્ટ પરિણામવાળા આત્માને થાય છે. તે તે પ્રકતિઓના ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણાને યોગ્ય તીવ્ર વિશુદ્ધિ કે સંક્લેશ ક્યાં હોય તે આ ગ્રંથમાં બતાવ્યું છે. કેટલીક વખતે એ સ્થળ માટે શંકા થઈ આવે છે કે અહીં કેમ હોય ? પરંતુ એ શંકા અસ્થાને છે, કેમ કે આ વિષય અતીન્દ્રિય હોવાથી એમાં આપણી અલ્પ બુદ્ધિ કામ કરી શકતી નથી. કેવળજ્ઞાની ભગવંતે જ્ઞાન