________________
૫૩૬
પંચસંગ્રહ-૨
પ્રત્યયિક કહેવાય છે. એ જ હકીકત કહે છે–ઉપરોક્ત વીસ પ્રકૃતિઓ સિવાય શેષ પ્રકૃતિઓની ઉદીરણા પરિણામ પ્રત્યય અને ધ્રુવ છે. કારણ કે સર્વ ભાવોમાં અને સર્વ ભવોમાં વિદ્યમાન ઉદીરણા છુવોદયીની જ હોય છે. માટે પરિણામ નિમિત્તે થનારી છે ઉદીરણા ની એવી શેષ પ્રકૃતિઓ ધ્રુવોદયી જ સમજવી. વળી તેઓની ઉદીરણા નિર્ગુણ પરિણામકૃત જાણવી. પર
तित्थयरं घाईणि य आसज्ज गुणं पहाणभावेण । भवपच्चइया सव्वा तहेव परिणामपच्चइया ॥५३॥ तीर्थकरं घातिन्यश्च आसाद्य गुणं प्रधानभावेन ।
भवप्रत्ययाः सर्वाः तथैव परिणामप्रत्ययाः ॥५३॥ અર્થતીર્થકર અને ઘાતિ કર્મપ્રકૃતિઓ ગુણને આશ્રયીને પ્રધાનભાવે ગુણપરિણામ પ્રત્યયિક જાણવી. અથવા સઘળી પ્રકૃતિઓ ભવપ્રત્યયિક તેમજ પરિણામપ્રત્યયિક પણ કહેવાય છે.
ટીકાનુ—તીર્થંકરનામ, ઘાતિ કર્મપ્રકૃતિઓ–પાંચજ્ઞાનાવરણ, નવદર્શનાવરણ, નોકષાયવર્જીને મોહનીય અને પાંચ અંતરાય, તથા ‘ર' શબ્દથી વૈક્રિયસપ્તક અને ધ્રુવોદયી
૧. અહીં શેષ પદ વડે ધ્રુવોદયી પ્રકૃતિઓ જ લીધી હોય તેમ લાગે છે. કેમ કે તેનો ઉદય હંમેશાં હોય છે, તેમજ તેના ઉદયમાં કોઈ ભવ કે ભાવ પ્રતિબંધક નથી. અને ઉપરોક્ત વીસ સિવાય બાકીની અધુવોદયી પ્રકૃતિઓના ઉદયમાં પણ ભવ પ્રતિબંધક નહિ હોવાથી તેનો સમાવેશ નિર્ગુણ પરિણામકૃત ઉદીરણામાં થાય તો કોઈ વાંધો જણાતો નથી. કર્મપ્રકૃતિ ઉદીરણા કરણ ગાથા પ૩ માં નીચે પ્રમાણે હકીકત છે-તીર્થકર નામ, પાંચ જ્ઞાનાવરણ, નવ દર્શનાવરણ, નોકષાય સિવાય મોહનીય અને પાંચ અંતરાયની ઉદીરણા તિર્યંચ અને મનુષ્યોને પરિણામ પ્રત્યયિક છે. અહીં પરિણામ શબ્દનો અર્થ અન્યથાભાવ' કહ્યો છે, જે સ્વરૂપ હોય તે સ્વરૂપને પલટાવી નાખવું એવો તેનો અર્થ છે.) તેમાં તિર્યંચો અથવા મનુષ્યો ગુણપ્રત્યયે અન્યથા-અન્ય સ્વરૂપે બંધાયેલ હોય તેને અન્યથા–અન્ય સ્વરૂપે પરિણાવી ઉદીરે છે. (એટલે કે તે તે પ્રકૃતિઓનો જેનો અને જેટલો રસ બાંધ્યો હોય તેમાં ફેરફાર કરી ઉદીરે છે એ તાત્પર્ય છે.) તથા શેષ સાતવેદનીયાદિ છપ્પન પ્રકૃતિઓની ઉદીરણા ગુણપ્રત્યયિક નહિ હોવાથી ભવપ્રત્યયિક જાણવી. તથા પૂર્વોક્ત પ્રકૃતિઓની ઉદીરણા પણ પૂર્વોક્ત તિર્યંચ, મનુષ્ય વિના શેષ જીવોને ભવપ્રત્યયિક જાણવી. અહીંથી કર્મપ્રકૃતિની ટીકામાં કઈ કર્મપ્રકૃતિઓ અને તે શા માટે ભવપ્રત્યયિક છે તેનાં કારણો બતાવ્યાં છે. આ માટે ઉદીરણા કરણ ત્રેપનમી ગાથાની ટીકા જોવી. આ પ્રમાણે ઉપાધ્યાયજી મહારાજે કર્મ નો અર્થ કરી ફેરફાર જણાવવા પંચસંગ્રહની ગાથા લીધી છે અને તેની ટીકા પણ કરી છે. અંતમાં તેનું સમાધાન કરતાં આ પ્રમાણે જણાવેલું છે. આ પણ વિરુદ્ધ નથી. વિવક્ષાભેદે આ કથન પણ યુક્તિયુક્ત છે. કેમ કે સઘળી પ્રકૃતિઓ યથાયોગ્ય રીતે કોઈ ને કોઈ ભવમાં જ ઉદીરાય છે. જેમ કે દેવગતિ યોગ્ય દેવભવમાં, નરકગતિ યોગ્ય નરકભવમાં ઇત્યાદિ, માટે સર્વપ્રકૃતિઓની ઉદીરણા ભવપ્રત્યય છે. અથવા સઘળા જીવો પરિણામના વશથી પ્રભૂત રસવાળી પ્રકૃતિઓને અલ્પરસવાળી કરીને ઉદીરે છે, માટે સઘળી પ્રવૃતિઓની ઉદીરણા પરિણામ પ્રત્યય પણ છે. અન્યત્ર કહ્યું પણ છે કે-“સઘળી પ્રવૃતિઓ ભવપ્રત્યયિક છે તેમજ પરિણામપ્રત્યયિક પણ છે.” માટે અહીં વિચિત્ર ઉક્તિમાં વિવક્ષા ભેદ જ શરણ છે એમ જાણવું.” જુઓ કર્મપ્રકૃતિ ગાથા પ૩ ટીકા.