________________
ઉદીરણાકરણ
૫૨૭
ટીકાન–અનુભાગ ઉદીરણાના સંબંધમાં છ અર્થાધિકાર-વિષયો છે. તે આ પ્રમાણે– ૧. સંજ્ઞાપ્રરૂપણા, ૨. શુભાશુભપ્રરૂપણા, ૩. વિપાકપ્રરૂપણા, ૪. હેતુપ્રરૂપણા, ૫. સાદ્યાદિપ્રરૂપણા અને ૬. સ્વામિત્વપ્રરૂપણા. તેમાં સંજ્ઞા, શુભાશુભપણું, વિપાક અને હેતુનું માત્ર સૂચન કરવા માટે કહે છે. અહીં સંજ્ઞા બે પ્રકારે છે : ૧. ઘાતિસંજ્ઞા, ૨. સ્થાનસંજ્ઞા, તેમાં ઘાતિસંજ્ઞા ત્રણ પ્રકારે છે. ૧. સર્વઘાતિસંજ્ઞા, ૨. દેશઘાતિસંજ્ઞા, અને ૩. અઘાતિસંજ્ઞા. સ્થાન સંજ્ઞા ચાર પ્રકારે છે. તે આ–૧. એકસ્થાનક, ૨. દ્રિસ્થાનક, ૩. ત્રિસ્થાનક અને ૪. ચતુઃસ્થાનક. શુભ અશુભપણાને ભેદ શુભાશુભત્વે બે પ્રકારે છે. તેમાં મતિજ્ઞાનાવરણીયાદિ અશુભ છે, અને સાતવેદનીયાદિ શુભ છે. વિપાક ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે–૧. પુગલવિપાક, ૨. ક્ષેત્રવિપાક, ૩. ભવવિપાક, અને ૪. જીવવિપાક. હેતુઓ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવના ભેદ પાંચ પ્રકારે છે
આ પ્રમાણે આ ઘાતિસંજ્ઞા, સ્થાનસંજ્ઞા, શુભાશુભપણું, વિપાક અને હેતુઓ જેમ બંધ અને ઉદયને આશ્રયીને પહેલાં ત્રીજા દ્વારમાં કહ્યા છે તેમ અહીં અનુભાગ ઉદીરણામાં પણ જાણવા. એટલે કે ત્યાં જે પ્રકૃતિઓને બંધ ઉદયને આશ્રયી સર્વઘાતી આદિ કહી હોય તેમ અહીં ઉદીરણામાં પણ સમજવી. માત્ર તે સંબંધમાં અહીં જે કંઈ વિશેષ છે, તે કહીશ. ૪૦ સંજ્ઞાના સંબંધમાં વિશેષ કહેતા આ ગાથા કહે છે –
पुरिसित्थिविग्घअच्चक्खुचक्खुसम्माण इगिदुठाणो वा ।
मणपज्जवपुंसाणं वच्चासो सेस बंधसमा ॥४१॥ - पुरुषस्त्रीविनाचक्षुश्चक्षुःसम्यक्त्वानामेकस्मिन् द्विस्थाने वा ।
मनःपर्यवापुंसोळत्यासः शेषाणां बंधसमा ॥४१॥ અર્થ–પુરુષવેદ, સ્ત્રીવેદ, અંતરાય, અચક્ષુદર્શનાવરણીય, ચક્ષુદર્શનાવરણીય અને સમ્યક્વમોહનીયની એક અને બે સ્થાનક રસની ઉદીરણા થાય છે. તથા મન:પર્યવજ્ઞાનાવરણીય અને નપુંસકવેદના સંબંધે વ્યત્યાસ-વિપરીતતા છે. શેષ પ્રકૃતિઓની બંધ સમાન ઉદીરણા થાય છે.
- ટીકાનુ–પુરુષવેદ, સ્ત્રીવેદ, પાંચ અંતરાય, અચક્ષુદર્શનાવરણીય, ચક્ષુદર્શનાવરણીય અને સમ્યક્વમોહનીયની અનુભાગોદરણા એક સ્થાનક અને બે સ્થાનક રસની જાણવી. તે સંબંધે વિશેષ ભાવના આ પ્રમાણે છે–પુરુષવેદ, અંતરાયપંચક, અચક્ષુર્દર્શનાવરણ અને ચક્ષુર્દર્શનાવરણના બંધ આશ્રયી અનુભાગનો વિચાર કરીએ તો એક સ્થાનક, બે સ્થાનક, ત્રણ સ્થાનક અને ચાર સ્થાનક એમ ચાર પ્રકારના રસે બંધાય છે. પરંતુ એ પ્રકૃતિઓના રસની ઉદીરણા આશ્રયી વિચાર કરીએ તો જઘન્યથી એક સ્થાનક અને મંદ બે સ્થાનક રસની ઉદીરણા થાય છે, અને ઉત્કૃષ્ટથી સર્વોત્કૃષ્ટ બે સ્થાનક રસની જ ઉદીરણા થાય છે. પરંતુ ત્રણ કે ચાર સ્થાનક રસની ઉદીરણા થતી નથી.
સ્ત્રી વેદનો બે સ્થાનક, ત્રણ સ્થાનક અને ચાર સ્થાનક એમ ત્રણ પ્રકારે રસબંધ થાય છે.