________________
પંચસંગ્રહ-૨
ઉત્કૃષ્ટ અગ્રહણવર્ગણાથી એક અધિક પરમાણુવાળી તૈજસશરીરયોગ્ય જઘન્ય વર્ગણા થાય છે. બે અધિક પરમાણુવાળી બીજી તૈજસશરીરયોગ્ય ગ્રહણ વર્ગણા થાય છે. આ પ્રમાણે એક એક અધિક પરમાણુવાળી તૈજસશરીરવિષયક વર્ગણા ત્યાં સુધી કહેવી યાવત્ તેની ઉત્કૃષ્ટ વર્ગણા થાય. જઘન્યવર્ગણા કરતાં ઉત્કૃષ્ટ વર્ગણામાં વિશેષાધિક—અનન્તમો ભાગ અધિક પરમાણુઓ હોય છે.
૨૨
તૈજસશરી૨ યોગ્ય ઉત્કૃષ્ટવર્ગણાથી એક અધિક પરમાણુના સ્કન્ધરૂપ જઘન્ય અગ્રહણયોગ્ય વર્ગણા થાય છે. બે અધિક પરમાણુવાળી બીજી અગ્રહણયોગ્યવર્ગણા થાય છે. એમ એક એક અધિક પરમાણુના સ્કંધરૂપ વર્ગણાઓ ત્યાં સુધી કહેવી યાવત્ ઉત્કૃષ્ટ અગ્રહણયોગ્યવર્ગણા થાય. જઘન્યથી ઉત્કૃષ્ટ અગ્રહણ વર્ગણામાં અનંતગુણ પરમાણુ હોય છે, અગ્રહણયોગ્ય સઘળી વર્ગણાઓમાં ગુણકરાશિ અભવ્યથી અનન્તગુણ અને સિદ્ધોના અનન્તમા ભાગ પ્રમાણ સમજવો.
અગ્રહણયોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણાથી એક અધિક પરમાણુના સ્કન્ધરૂપ જઘન્ય ભાષાયોગ્ય વર્ગણા થાય છે. જે પુદ્ગલોને આત્માઓ ગ્રહણ કરી સત્યાદિભાષારૂપે પરિણમાવીને અને અવલંબન લઈને છોડી મૂકે છે, તે ભાષાયોગ્ય વર્ગણા કહેવાય છે. બે અધિક પરમાણુવાળી બીજી ભાષાયોગ્ય વર્ગણા થાય છે. એમ એક એક અધિક પરમાણુના સ્કન્ધરૂપ ભાષાપ્રાયોગ્ય વર્ગણા ત્યાં સુધી કહેવી યાવત્ તેની ઉત્કૃષ્ટ વર્ગણા થાય. જઘન્ય વર્ગણાથી તેના અનંતમા ભાગ પ્રમાણ પરમાણુઓ ઉત્કૃષ્ટ વર્ગણામાં વધારે હોય છે.
ઉત્કૃષ્ટ ભાષાયોગ્યવર્ગણાથી એક અધિક પરમાણુવાળી અગ્રહણયોગ્ય જઘન્ય વર્ગણા થાય છે. બે અધિક પરમાણુના સ્કન્ધરૂપ બીજી અગ્રહણયોગ્ય વર્ગણા થાય છે. એમ એક એક પરમાણુ અધિક કરતાં ત્યાં સુધી જવું કે ઉત્કૃષ્ટ અગ્રહણ વર્ગણા થાય. જઘન્ય વર્ગણાથી ઉત્કૃષ્ટ અગ્રહણવર્ગણામાં અનંતગુણ પરમાણુઓ હોય છે.
અગ્રહણયોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણાની અપેક્ષાએ એક અધિક પરમાણુના સ્કંધરૂપ શ્વાસોચ્છ્વાસયોગ્ય જઘન્ય વર્ગણા થાય છે. જે પુદ્ગલોને ગ્રહણ કરીને શ્વાસોચ્છ્વાસપણે પરિણમાવીને અને તેનું અવલંબન લઈને છોડી મૂકે છે તે પ્રાણાપાનયોગ્યવર્ગણા કહેવાય છે. બે અધિક પરમાણુના સ્કંધરૂપ બીજી પ્રાણાપાનયોગ્ય વર્ગણા થાય છે. એ પ્રમાણે એક એક ૫૨માણુ અધિક કરતાં ત્યાં સુધી કહેવું કે પ્રાણાપાનયોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણા થાય. જઘન્ય વર્ગણાથી ઉત્કૃષ્ટ વર્ગણા પોતાના અનંતભાગઅધિક પરમાણુવાળી હોય છે.
પ્રાણાપાનયોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણાથી એક અધિક પરમાણુના સ્કંધરૂપ અગ્રહણયોગ્ય જધન્ય વર્ગણા થાય છે. બે અધિક પરમાણુના સ્કંધરૂપ બીજી અગ્રહણયોગ્ય વર્ગણા થાય છે. એ પ્રમાણે એક એક અધિક પરમાણુના સ્કંધરૂપ વર્ગણાઓ ત્યાં સુધી કહેવી કે અગ્રહણયોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણા થાય. જઘન્ય વર્ગણાના ૫૨માણુઓથી ઉત્કૃષ્ટ વર્ગણામાં અનંતગુણ પરમાણુઓ હોય છે.
અગ્રહણ યોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણાની અપેક્ષાએ એક પરમાણુ જેની અંદર વારે હોય તે મનઃપ્રાયોગ્ય જઘન્યવર્ગણા થાય છે. જે પુદ્ગલસ્કંધોને ગ્રહણ કરીને સત્યાદિ મનરૂપે