________________
પંચસંગ્રહ-દ્વિતીયભાગ ઉદ્વર્તના અપવર્તનાકરણ–સારસંગ્રહ
હવે ઉદ્વર્તન અને અપવર્તન કરણ કહેવાનો અવસર છે.
અન્ય પ્રકૃતિરૂપે રહેલ પ્રકૃતિ, સ્થિતિ, રસ અને દલિકને સ્વજાતીય પતઘ્રહ પ્રકૃતિ, સ્થિતિ, રસ અને દલિકરૂપે કરવા તે પરપ્રકૃતિરૂપ કહેવાય છે, અને તેનો વિચાર આગળ કરવામાં આવેલ છે.
સંક્રમણકરણથી જે દલિકનો સંક્રમ થાય છે, તે દલિકો તે જ સ્થિતિસ્થાનમાં રહે છે. દા. તા. ૧૧થી ૧૦૦ સ્થિતિસ્થાનોમાં રહેલ સાતવેદનીયનાં દલિતોનો અસાતાવેદનીયમાં સંક્રમ થાય ત્યારે તે દલિકો સાતાને બદલે અસાતા ઉત્પન્ન કરવાનું કાર્ય બજાવે છે. પરંતુ દલિકો ૧૧થી ૧૦૦ સુધીનાં સ્થિતિસ્થાનોમાં જ રહે છે. અર્થાત જે દલિકો જે સમયે સાતા રૂપે ફળ આપવાનાં હતાં તે દલિકો તે જ સમયે ફળ આપે, પણ સાતાને બદલે અસાતા રૂપે. ત્યારે ઉદ્વર્તનાઅપવર્ણનામાં તેમ નથી. વળી પરપ્રકૃતિ રૂપ સંક્રમ પ્રકૃતિ વગેરે ચારેયનો થાય છે, ત્યારે ઉદ્વર્તના-અપવર્તના સંક્રમમાત્ર સ્થિતિ અને રસનો જ થાય છે.
- જે વીર્ય વિશેષથી વિવણિત પ્રકૃતિના અમુક દલિકોની સ્થિતિ અને રસ વધે તે ઉદ્વર્તના કરણ અને જે વીર્ય વિશેષથી વિવક્ષિત પ્રકૃતિના અમુક દલિકોની સ્થિતિ અને રસ ઘટે તે અપવર્ણના કરણ કહેવાય છે.
' અર્થાત્ વિવક્ષિત પ્રકૃતિનાં અમુક સ્થિતિસ્થાનોમાં રહેલાં દલિકો તેની પછીનાં સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકો સાથે ભોગવવા યોગ્ય કરવા તે સ્થિતિ ઉદ્વર્તન અને ઉપરનાં પછીની સ્થિતિસ્થાનોનાં દલિકોમાં રહેલ રસના પ્રમાણમાં વધારે રસવાળા કરવા તે રસની ઉદ્વર્તના કહેવાય છે.
એ જ પ્રમાણે ઉપર-ઉપરનાં સ્થિતિસ્થાનોમાં રહેલ અમુક-અમુક દલિકોને શરૂઆતનાં નીચેનાં સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકોની સાથે ભોગવવા યોગ્ય કરવા તે સ્થિતિ અપવર્તના અને ઉપર-ઉપરનાં પછીનાં સ્થિતિસ્થાનોનાં દલિકોના રસને ઘટાડી શરૂઆતના નીચેનાં સ્થિતિસ્થાનોનાં દલિકોના રસને ઘટાડી શરૂઆતના નીચેનાં સ્થિતિસ્થાનોનાં દલિકોમાં રહેલ રસના પ્રમાણમાં ઓછા રસવાળા કરવા તે રસની ઉદ્ધના કહેવાય છે.
દા. ત. અસતાવેદનીયના ૧૦મા સ્થિતિસ્થાનમાંના અમુક-અમુક દલિકોને ૧૯થી ૧૦૦મા સ્થિતિસ્થાનમાં રહેલ દલિકો સાથે ભોગવવા યોગ્ય કરવા તે સ્થિતિ-ઉદ્વર્તન અને તે જ ૧૦મા સ્થિતિસ્થાનના અમુક અમુક દલિકોમાં રહેલ રસને ૧૯થી ૧૦૦મા સ્થિતિસ્થાનના દલિકોમાં રહેલ રસના પ્રમાણમાં અધિક રસવાળા કરવા તે રસ-ઉદ્વર્તના. * એ જ પ્રમાણે અસતાવેદનીયના ૧૦૦મા સ્થિતિસ્થાનમાં રહેલ અમુક-અમુક દલિકોને પંચ૦૨-૬૦