________________
૪૬૦
પંચસંગ્રહ-૨
અસંખ્યાતમો ભાગ ગયા બાદ આવલિકાના છેલ્લા અસંખ્યાતમા ભાગમાં ફળ આપવા નિયત થયેલાં દલિકો સાથે ફળ આપે તેમ કરે છે.) આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ આ અતીત્થાપના અને આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ નિક્ષેપ એ જઘન્ય છે. ત્યાર પછી અભિનવ સ્થિતિબંધમાં સમયાદિક વડે વૃદ્ધિ થતાં અતીત્થાપના વધે છે. અને તે ત્યાં સુધી વધે છે, યાવત એક આવલિકા પૂર્ણ થાય. અતીત્થાપનાની આવલિકા પૂર્ણ થતાં સુધી નિક્ષેપ આવલિકાનો અસંખ્યાતમો ભાગ જ રહે છે. આવલિકા પૂર્ણ થયા પછી નિક્ષેપ વધે છે.
બીજી ગાથાના બીજા પદમાં મૂકેલો તિ શબ્દ ઉદ્વર્તનાની વક્તવ્યતાની સમાપ્તિનો સૂચક છે. જ્યાં સુધી નવીન સ્થિતિબંધ પહેલાંની સત્તામાં રહેલ સ્થિતિથી આવલિકાના બે અસંખ્યાતમાં ભાગ અધિક થતો નથી ત્યાં સુધી પહેલાની સત્તામાં રહેલ સ્થિતિમાંહેની ચરમ સ્થિતિસ્થાનકથી એક આવલિકા અને આવલિકાના અસંખ્યાતમા ભાગપ્રમાણ સ્થિતિની ઉદ્વર્તન કરતો નથી, તેની નીચેની સ્થિતિની જ જીવ સ્વભાવે ઉદ્વર્તન કરે છે. તેમાં પણ જયારે અસંખ્યાતમા ભાગ અધિક આવલિકા ઓળંગી નીચેના સ્થાનકની ઉદ્વર્તન કરે ત્યારે તેના ઉપરના સ્થાનથી આવલિકા ઓળંગી ઉપરના આવલિકાના અસંખ્યાતમા ભાગમાં નાખે છે. જ્યારે તેની નીચેની બીજી સ્થિતિની ઉદ્વર્તન કરે ત્યારે સમયાધિક અસંખ્યાતમા ભાગમાં નાખે છે. એ પ્રમાણે જેમ નિર્વાઘાતે થનારી ઉદ્વર્તનામાં કહ્યું તેમ સમજવું.
હવે અલ્પબદુત્વ કહે છે–જઘન્ય અતીત્થાપના અને જઘન્ય નિક્ષેપ અલ્પ છે. માંહોમાંહે પરસ્પર તુલ્ય છે. કારણ કે એ બંને વ્યાઘાતમાં આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. તેનાથી ઉત્કૃષ્ટ અતીત્થાપના અસંખ્યાતગુણ છે. કેમ કે તે ઉત્કૃષ્ટ અબાધા પ્રમાણ છે. તેનાથી ઉત્કૃષ્ટ નિક્ષેપ અસંખ્યાત ગુણ છે, કેમ કે તે સમયાધિક આવલિકા અને અબાધા હીન સંપૂર્ણ કર્મસ્થિતિ પ્રમાણ છે. તેનાથી સંપૂર્ણ કર્યસ્થિતિ વિશેષાધિક છે. કેમ કે તે સમયાધિક આવલિકા અને અબાધા સહિત છે.
હવે ઉદ્વર્તનાનો ઉપસંહાર અને અપવર્તનાનો ઉપક્ષેપ કરતા કહે છે–આ પ્રકારે સ્થિતિની ઉદ્વર્તનાર થાય છે. અહીંથી આગળ સ્થિતિની અપવર્નના કહેવામાં આવશે. ૭-૮
૧. આ વખતે નિક્ષેપના વિષયરૂપે સ્થિતિ આવલિકાના બે અસંખ્યાતમા ભાગ અને ત્રીજો અપૂર્ણ અસંખ્યાતમો ભાગ હોવી જોઈએ. કેમ કે સત્તાગત સ્થિતિના ચરમ સ્થાનકથી આરંભી આવલિકા અને આવલિકાના અસંખ્યાતમા ભાગની નીચેના સ્થાનકની ઉદ્વર્તન કરે છે. અને નવીન સ્થિતિબંધ સત્તાગત સ્થિતિથી કંઈક ન્યૂન આવલિકાના બે અસંખ્યાતમાં ભાગ અધિક છે એટલે અહીં જે સ્થાનની ઉદ્વર્તન કરે છે તેના ઉપરના સ્થાનથી અતીત્થાપના આવલિકા ઓળંગતાં નિક્ષેપના વિષયરૂપ સ્થિતિ આવલિકાના બે અસંખ્યાતમાં ભાગ અધિક છે. એટલે અહીં જે સ્થાનની ઉદ્વર્તન કરે છે તેના ઉપરના સ્થાનકથી અતીત્થાપના આવલિકા ઓળંગતા નિક્ષેપના વિષયરૂપ સ્થિતિ આવલિકાના બે અસંખ્યાતમા ભાગ અને ત્રીજો અપૂર્ણ અસંખ્યાતમો ભાગ સંભવે છે.
૨. સત્તાની સમાન સ્થિતિનો બંધ થતો હોય ત્યારે અને અધિક સ્થિતિનો બંધ થતો હોય ત્યારે થતી ઉદ્વર્તન માટે અસત્કલ્પનાએ દષ્ટાંત આપી કહેવાય છે–બંધાવલિકા જેમાં વીતી ગઈ છે એવા સત્તામાં એક લાખ સ્થિતિસ્થાનકો છે, જે સમયે સત્તામાં લાખ સ્થિતિસ્થાનકો છે તે સમયે નવો બંધ પણ લાખ સ્થાનક પ્રમાણ થયો. તેની અબાધા સો સમય પ્રમાણ છે. સત્તાગત સ્થિતિના પહેલા સ્થાનકથી.આરંભી સો સમયપ્રમાણ સ્થિતિની ઉદ્વર્તના જીવસ્વભાવે નહિ થાય. એકસો એકમ સમયની થાય અને તેના દલિકને તેની ઉપરના સ્થાનથી એટલે કે એકસો બેમા સ્થાનકથી એક આવલિકાના સમય પ્રમાણ સ્થાનકો ઓળંગી