________________
પંચસંગ્રહ-૨
હવે આ યોગોથી જે કાર્ય થાય તે કહે છે
जोगणुरुवं जीवा परिणामंतीह गिण्हिउं दलियं । भासाणुप्पाणमणोचियं च अवलंबए दव्वं ॥१३॥
योगानुरूपं जीवाः परिणमयन्तीह गृहीत्वा दलिकम् ।
भाषानपानमनउचितं चावलम्बयन्ति द्रव्यम् ॥१३॥ અર્થ–યોગને અનુસરીને જીવો ઔદારિકાદિ પુદ્ગલોને ગ્રહણ કરીને ઔદારિકાદિ શરીરરૂપે પરિણમાવે છે. અને ભાષા, શ્વાસોચ્છવાસ અને મનોયોગ્ય પગલોનું અવલંબન લે છે. ૧૩
ટીકાનુ–આ સંસારમાં જીવો યોગને અનુસરીને પુદગલ સ્કંધોને ગ્રહણ કરે છે. જઘન્યયોગે વર્તમાન થોડા પુગલસ્કંધોને ગ્રહણ કરે છે, મધ્યમયોગે વર્તમાન મધ્યમ અને ઉત્કૃષ્ટયોગે વર્તમાન ઉત્કૃષ્ટ–ઘણા જ પુદ્ગલસ્કંધોને ગ્રહણ કરે છે. આ પ્રમાણે આ લોકમાં રહેલ ઔદારિકાદિ શરીર યોગ્ય વર્ગણાઓમાંથી યોગને અનુસરીને પુદ્ગલસ્કંધો ગ્રહણ કરે છે અને તેઓને ઔદારિકાદિ શરીરરૂપે પરિણાવે છે.
ભાષા, શ્વાસોશ્વાસ અને મનોયોગ્ય વર્ગણાઓમાંથી પુદ્ગલસ્કંધો ગ્રહણ કરે છે તેઓને ભાષા, શ્વાસોચ્છવાસ તથા મનપણે પરિણાવે છે અને પરિણાવીને તે પુગલોને છોડી દેવામાં હેતુભૂત સામર્થ્યની પ્રાપ્તિ માટે તે જ પુગલોનું અવલંબન લે છે–સહાય લે છે. તે પુગલોના અવલંબનથી ઉત્પન્ન થયેલ વીર્ય વડે તેઓને મૂકી દે છે. જેમ બિલાડો ઊંચે કૂદવા માટે પહેલાં પોતાના શરીરનું સંકોચના બહાને અવલંબન લે છે. ત્યારપછી સંકોચ દ્વારા પ્રાપ્ત થયેલા બળ વડે ઊંચે કૂદી શકે છે, અન્યથા કૂદી શકતો નથી. અથવા કોઈ માણસને લાંબી ફાળ મારવી હોય ત્યારે થોડો પાછો હઠે છે, ત્યારપછી જ ફાળ ભરી શકે છે, નહિ તો બરાબર ફાળ ભરી શકતો નથી. તેવી જ રીતે ભાષાદિ વર્ગણાઓને છોડી મૂકવા તે જ પુદ્ગલોનું અવલંબન લે છે અને ત્યારપછી તેના અવલંબનથી ઉત્પન્ન થયેલ વીર્ય દ્વારા તે પુદ્ગલોને છોડી મૂકે છે. કારણ કે સંસારી જીવોનું વીર્ય પુદ્ગલોના અવલંબનથી જ પ્રવર્તે છે. આ પ્રમાણે યોગનું સ્વરૂપ અને યોગથી શું કાર્ય થાય છે તે કહ્યું. ૧૩.
જીવો યોગાનુરૂપ પુદ્ગલસ્કંધો ગ્રહણ કરે છે, પરિણાવે છે અને અવલંબન લે છે એમ કહ્યું. તેથી અહીં શંકા થાય કે કયાં યુગલો ગ્રહણ યોગ્ય છે અથવા કયાં યુગલો ગ્રહણ યોગ્ય નથી ? તેથી જ ગ્રહણ યોગ્ય અને ગ્રહણને અયોગ્ય વર્ગણાઓનું સ્વરૂપ હવે પછીની ગાથામાં કહે છે–
૧, અહીં એટલું સમજવાનું છે કે ઔદારિકાદિ પુદગલોને યોગ દ્વારા ગ્રહણ કરે છે. તેઓને ઔદારિકાદિ શરીરરૂપે પરિણાવે છે પણ છોડી મૂકતો નથી, પરંતુ બંધન નામકર્મ વડે તેઓને આત્મા પોતાની સાથે જોડી દે છે અને ભાષા, ઉચ્છવાસ અને મનોવર્ગણાઓને ગ્રહણ કરી તે તે રૂપે પરિણાવી તેઓને છોડી મૂકે છે, કારણ કે આત્મા સાથે સંબંધ થવામાં હેતુભૂત તેઓનું બંધન નામકર્મ નથી. એટલે પૂર્વના સમયે ગ્રહણ કરે છે, પછીના સમયે છોડી મૂકે છે. આ પ્રમાણે થયા કરે છે.