________________
૪૪૦
પંચસંગ્રહ-૨ સંક્રમાવલિકા વ્યતીત થયેલ ન હોય અથવા જેઓને પતટ્ઠહરૂપ પ્રકૃતિઓ ન હોય તેવી સત્તાગત પ્રકૃતિઓનો સંક્રમ થતો નથી.
જેમ તેઉકાય અને વાયુકાયને નીચ ગોત્ર સત્તામાં હોવા છતાં તેને સંક્રમાવવા માટે ઉચ્ચ ગોત્ર રૂપ પતગ્રહ પ્રકૃતિનો બંધ ન હોવાથી નીચ ગોત્રનો સંક્રમ થતો નથી. તે જ પ્રમાણે આહારકદ્ધિક વગેરેનો પ્રથમ બંધ થાય ત્યારે સત્તા હોવા છતાં પ્રથમની બંધાવલિકામાં આહારદ્ધિક વગેરેનો સંક્રમ થતો નથી. અને મોહનીયની ૨૪ પ્રકૃતિની સત્તાવાળો સમ્યગ્દષ્ટિ મિથ્યાત્વે આવે ત્યારે પ્રથમ સમયથી અપ્રત્યાખ્યાનીય વગેરે કષાયોને અનંતાનુબંધિમાં સંક્રમાવી અનંતાનુબંધી રૂપે બનાવે છે. પરંતુ સંક્રમાવલિકા વ્યતીત થયા વિના સત્તામાં હોવા છતાં અનંતાનુબંધીનો સંક્રમ કરતો નથી.
પ્રશ્ન-૮. ધ્રુવસત્તા હોવા છતાં એવી કઈ અને કેટલી પ્રકૃતિઓ છે કે જેઓનો સંક્રમ સાદિ અને અધુવ એમ બે પ્રકારે જ થાય ?
ઉત્તર–મિથ્યાત્વ, નીચ ગોત્ર તથા સાતા-અસતાવેદનીય એ ચાર પ્રકૃતિઓ ધ્રુવસત્તાવાળી હોવા છતાં તેઓનો સંક્રમ સાદિ અને અધુવ એમ બે પ્રકારે જ થાય છે.
પ્રશ્ન૯. ઉપશમ સમ્યક્તની પ્રાપ્તિની અભ્યતરાવલિકામાં મિશ્રમોહનીયનો સંક્રમ કેમ ન હોય ?
ઉત્તર–ત્રણ કરણ કરી પ્રથમ ઉપશમ સમ્યક્ત પ્રાપ્ત કરે ત્યારે જે સમયે અંતરકરણમાં પ્રવેશ કરે છે તે જ સમયે અને મતાંતરે અંતરકરણના પૂર્વ સમયે મિથ્યાત્વનાં પગલોને વિશુદ્ધ પરિણામ દ્વારા મિશ્ર અને સમ્યક્તરૂપે બનાવી ત્રણ પુંજ કરે છે. વિવક્ષિત પ્રકૃતિરૂપે બનાવવા તે સંક્રમ કહેવાય છે. અને સંક્રમાવલિકામાં કોઈ કરણ લાગતું નથી તેથી મિથ્યાત્વમાંથી જે સમયે કર્મપરમાણુઓ મિશ્રમોહનીયરૂપે બને છે તે સમયથી એક આવલિકા સુધી મિશ્રમોહનીયનો સમ્યક્વમોહનીયમાં સંક્રમ થતો નથી પણ સંક્રમાવલિકા પછી થાય છે.
પ્રશ્ન–૧૦. ઉપરોક્ત પ્રશ્નોત્તરમાં કહ્યા મુજબ ઉપશમ સમ્યક્તની પ્રાપ્તિની અત્યંતરાવલિકામાં જો મિશ્રમોહનીયનો સંક્રમ થતો નથી. તો મોહનીયની ૨૪ની સત્તાવાળા લાયોપથમિક સમ્યગ્દષ્ટિ ઉપશમ સમ્યક્તની પ્રાપ્તિની અત્યંતરાવલિકામાં સમ્યક્ત તથા મિશ્રમોહનીય વિના ૨૨ નો સંક્રમ કેમ કરતા નથી?
ઉત્તર–૨૪ની સત્તાવાળો જીવ પ્રથમ ક્ષાયોપથમિક સમ્યક્તી હોય છે અને તેને ત્રણે પુંજ સત્તામાં હોવાથી ઉપશમ સમ્યત્વની પ્રાપ્તિની અત્યંતરાવલિકામાં મિશ્ર પુંજ પ્રથમથી જ થયેલ હોય છે. તેથી તેની સંક્રમાવલિકા વ્યતીત થયેલ હોવાથી તે વખતે પણ તે મિશ્રમોહનીયનો સમ્યક્ત મોહનીયમાં સંક્રમ ચાલુ હોવાથી ર૪ની સત્તાવાળા ઉપશમ સમ્યત્વીને અત્યંતરાવલિકામાં ૨૨નો સંક્રમ ન થતાં ૨૩નો થાય છે.
પ્રશ્ન–૧૧. પ્રત્યેક કર્મનાં પોતાનાં બંધસ્થાનોની સમાન જ પતધ્રહસ્થાનો હોય છે કે તેમાં કંઈ વિશેષતા છે ?
ઉત્તર–આયુષ્ય અને મોહનીય વિના છ કર્મનાં પોતાના બંધસ્થાનની સમાન પતગ્રહસ્થાનો હોય છે. અને મોહનીય કર્મનાં ૧૦ બંધસ્થાનો હોવા છતાં પદ્મહસ્થાનો