________________
સંક્રમણકરણ સારસંગ્રહ
૪૩૧
પ્રદેશસંક્રમનો સ્વામી છે.
પંચેન્દ્રિયજાતિ, સમચતુરગ્નસંસ્થાન, પ્રશસ્તવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ત્રણચતુષ્ક, સૌભાગ્યત્રિક આ બાર પ્રકૃતિઓ સમ્યગ્દષ્ટિને હંમેશાં બંધાય છે. તેથી સમ્યગ્દષ્ટિ શુભધ્રુવબંધી સંજ્ઞાવાળી કહેવાય છે.
તે બાર પ્રકૃતિઓને મિશ્ર સહિત સમ્યક્ત એકસો બત્રીસ સાગરોપમ કાળ સુધી નિરંતર બંધ અને યથાસંભવ વિધ્યાત તેમજ ગુણસંક્રમ દ્વારા અત્યંત પુષ્ટ કરી ક્ષય કરવાને તૈયાર થયેલ જીવ અપૂર્વકરણ ગુણસ્થાનકે પોતાનો બંધ વિચ્છેદ થયા બાદ એક આવલિકા પછી આ બારેય પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમનો સ્વામી છે.
અપૂર્વકરણ ગુણસ્થાનકે અબધ્યમાન અશુભ પ્રવૃતિઓનાં ગુણસંક્રમ દ્વારા આ પ્રકૃતિઓમાં ઘણાં જ દલિકો આવે છે. અને બંધવિચ્છેદ થયા બાદ આવલિકા પછી આ પ્રકૃતિઓનાં બધાં દલિકની સંક્રમાવલિકા અને બંધાવલિકા વ્યતીત થયેલ હોવાથી બંધાવલિકા પછી જ યશકીર્તિમાં સંક્રમાવતાં ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થાય એમ બતાવવામાં આવેલ છે.
વજઋષભનારા સંઘયણનો પણ આ જ રીતે એકસો બત્રીસ સાગરોપમના કાળ દરમ્યાન દેવભવમાં જેટલો કાળ વ્યતીત થાય તેટલા કાળ સુધી બાંધી છેલ્લે મનુષ્યભવની અંદર ઉત્પન્ન થઈ આવૈલિકા બાદ વજઝ8ષભનારાચ સંઘયણનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમનો સ્વામી છે, ત્યારબાદ સંક્રમ, ઉદય તથા ઉદીરણા દ્વારા ઘણાં દલિકો ઓછા થવાથી પરાઘાત વગેરે પ્રકૃતિઓની જેમ અપૂર્વકરણ ગુણસ્થાનકમાં ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થતો નથી.
- પૂર્વક્રોડના આયુષ્યવાળા તિર્યંચના નિરંતર સાત ભવોમાં વારંવાર બંધ તથા સંક્રમ દ્વારા નરકદ્વિકનાં ઘણાં દલિકોનો સંગ્રહ કરી આઠમા ભવે ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થનાર આત્મા નવમા ગુણસ્થાનકે ગુણસંક્રમના અંતે સર્વસંક્રમ દ્વારા ચરમસ્થિતિઘાતના ચરમપ્રક્ષેપને સંક્રમાવે ત્યારે નરકદ્ધિકના ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમનો સ્વામી છે.
સમ્યક્ત સહિત જીવ સાતમી નરકમાં ઉત્પન્ન થતો ન હોવાથી સાતમી નારકમાં ગયેલ જીવ પર્યાપ્તિઓ પૂર્ણ કરી અંતર્મુહૂર્ત પછી તુરત જ સમ્યક્ત પામી અંતર્મુહૂર્ત ન્યૂન તેત્રીસ સાગરોપમ સુધી સમ્યત્ત્વનું પાલન કરી તે દરમ્યાન નિરંતર બંધ તથા સંક્રમ દ્વારા મનુષ્યદ્ધિકને અત્યંત પુષ્ટ કરી અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી રહે ત્યારે મિથ્યાત્વ ગુણસ્થાનકે આવી કાળ કરી તિર્યંચમાં ઉત્પન્ન થાય ત્યારે પ્રથમ સમયે યથાપ્રવૃત્ત સંક્રમ દ્વારા સંક્રમાવતાં મનુષ્યદ્વિકના ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમનો સ્વામી છે.
તૈજસ-કાશ્મણ સપ્તક, શુભવર્ણાદિ અગિયાર, અગુરુલઘુ, નિર્માણ આ વિસ ધુવબંધી શુભ પ્રકૃતિઓના પણ ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમના સ્વામી પરાઘાત વગેરેની જેમ અપૂર્વકરણ ગુણસ્થાનકે પોતાના બંધવિચ્છેદ પછી એક આવલિકા બાદ છે. છતાં આ પ્રકૃતિઓ ધ્રુવબંધી હોવાથી અલગ બતાવવામાં આવી છે. * સ્થિર અને શુભના પણ ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમના સ્વામી એ જ જીવો છે. પરંતુ આ પ્રકૃતિઓ અદ્ભવબંધી હોવાથી અને છઠ્ઠા ગુણસ્થાનક સુધી અસ્થિર અને અશુભ પણ બંધાતી