________________
૪૨૮
પંચસંગ્રહ-૨
અન્ય એકેન્દ્રિય કરતાં ખર બાદર પૃથ્વીકાયનું આયુષ્ય વધારે હોય છે, તેથી ઘણા લાંબા વખત સુધી સતત ઘણાં પુદ્ગલો ગ્રહણ કરી શકે અને બીજા એકેન્દ્રિયો કરતાં વધારે બળવાન હોવાથી દુઃખ પણ ઘણું સહન કરી શકે તેથી ઓછાં પુદ્ગલોનો ક્ષય થાય માટે બાદર પૃથ્વીકાયનું ગ્રહણ કરેલ છે. તેમજ અપર્યાપ્ત કરતાં પર્યાપ્તપણામાં યોગ અને કષાય વધુ પ્રમાણમાં હોય છતાં પણ ઉપરાઉપર-નિરંતર પર્યાપ્તાના સાતથી વધારે ભવ થઈ શકતા નથી તેથી બની શકે તેટલા વધારે પર્યાપ્તાના અને સ્વકીય સ્થિતિ પૂર્ણ કરવા માટે ઓછામાં ઓછા અપર્યાપ્તાના ભવો બતાવેલ છે.
ત્રસકાયની સ્વકાયસ્થિતિ સાધિક બે હજાર સાગરોપમથી વધારે નથી. તેથી આટલો કાળ ન્યૂન સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણકાળ સુધી બાદરપૃથ્વીકાયમાં રહેવાનું બતાવેલ છે.
સાતમી નરકમાં અન્ય જીવો કરતાં યોગ અને કષાય ઘણી વાર ઘણા જ વધારે થઈ શકે છે, માટે બની શકે તેટલી વાર સાતમીનરકમાં જવાનું બતાવેલ છે.
અપર્યાપ્તની અપેક્ષાએ પર્યાપ્તપણામાં યોગ અને કષાય વધુ પ્રમાણમાં હોય છે, તેથી અન્ય નારકોની અપેક્ષાએ છેલ્લા ભવમાં જલદી પર્યાપ્ત થવાનું બતાવેલ છે.
ઉત્કૃષ્ટ યોગસ્થાનોમાં વર્તતાં ઘણાં દલિકો ગ્રહણ થાય અને અસંખ્યાતગુણ ચડતાં યોગસ્થાનોમાં તેથી અધિક કાળ રહી શકતો નથી માટે અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી હોય ત્યારે યવમધ્યથી ઉપરનાં યોગસ્થાનોમાં અંતર્મુહૂર્ત કાળપ્રમાણ અસંખ્યાતગુણવૃદ્ધ યોગસ્થાનોમાં રહેવાનું બતાવેલ છે.
ઉત્કૃષ્ટયોગ અથવા ઉત્કૃષ્ટકષાય વધુમાં વધુ એકીસાથે બે સમય સુધી જ હોઈ શકે છે, તેમ જ બન્ને એકીસાથે ઉત્કૃષ્ટ એક જ સમય રહી શકે છે માટે સાતમી નારકના અંતિમભવમાં ત્રિચરિમ અને દ્વિચરિમ એમ બે સમય ઉત્કૃષ્ટકષાયવાળો અને દ્વિચરિમ તથા ચરિમસમયે ઉત્કૃષ્ટયોગવાળો થાય તે જીવ ચરિમસમયે ગુણિતકર્માશ હોય છે, એમ બતાવવામાં આવેલ છે.
પૂર્વોક્ત ગુણિતકર્મીશ અન્ય ગતિમાં તેમજ અસંખ્યાત વર્ષના આયુષ્યવાળામાં ઉત્પન્ન થતો ન હોવાથી કાળ કરી સંખ્યાત વર્ષના આયુષ્યવાળા ગર્ભજ પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થાય, ત્યાં ઉત્પન્ન થયા બાદ આવલિકાના ચરમ સમયે પાંચ જ્ઞાનાવરણીય, ચાર દર્શનાવરણીય, પાંચ અંતરાય અને ઔદારિકસપ્તક આ એકવીસ પ્રકૃતિઓનો યથાપ્રવૃત્તસંક્રમથી સંક્રમાવતાં ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે છે.
ગુણિત કર્માશ જીવ ગર્ભજ તિર્યંચમાં ઉત્પન્ન થઈ મોટા અંતર્મુહૂર્ત કાળ પ્રમાણ સાતા વેદનીયનો બંધ કરી અસાતાવેદનીયનો બંધ શરૂ કરે ત્યારે પૂર્વ ઘણી પુષ્ટ થયેલ સાતવેદનીયનો બંધ આવલિકા વીત્યા બાદ યથાપ્રવૃત્તસંક્રમ દ્વારા અસાતામાં સંક્રમાવે ત્યારે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થાય છે.
નિદ્રાદિક, અસાતવેદનીય, ઉપઘાત, અશુભ વર્ણાદિનવક, અપર્યાપ્ત, અસ્થિરષર્ક, અપ્રશસ્તવિહાયોગતિ, અંતિમ પાંચ સંઘયણ, અંતિમ પાંચ સંસ્થાન અને નીચ ગોત્ર આ બત્રીસ પ્રકૃતિઓનો ગુણિતકર્માશ સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકના ચરમ સમયે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમનો