________________
પંચસંગ્રહ-૨
(૩) સાદ્યાદિ—મૂળ કર્મોનો પરસ્પર સંક્રમ ન હોવાથી ઉત્તરપ્રકૃતિઓ આશ્રયી સાઘાદિ ભંગ આ પ્રમાણે છે.
૪૨૬
મિથ્યાત્વ, બે વેદનીય અને નીચ ગોત્ર વિના શેષ ધ્રુવસત્તાવાળી એકસો છવ્વીસ પ્રકૃતિઓનો અજઘન્ય પ્રદેશ સંક્રમ ચાર પ્રકારે, તેમાંની જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણીય ચાર, અંતરાય પાંચ તથા ઔદારિક સપ્તક આ એકવીસ વિના શેષ એકસો પાંચ ધ્રુવસત્તા પ્રકૃતિઓનો અનુત્કૃષ્ટ-પ્રદેશસંક્રમ સાદ્યાદિ ચાર પ્રકારે, મતિજ્ઞાનાવરણીય વગેરે એકવીસ પ્રકૃતિઓનો અનુત્કૃષ્ટ તથા એકસો છવ્વીસ ધ્રુવસત્તાવાળી પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અને જધન્યપ્રદેશસંક્રમ સાદિઅધ્રુવ, એમ બે પ્રકારે છે.
તેથી મતિજ્ઞાનાવરણીય વગેરે ૨૧ પ્રકૃતિઓના એક-એકના....દશ....દશ ભંગ થવાથી કુલ ૨૧૦, શેષ ૧૦૫ પ્રકૃતિઓના બાર-બાર ભંગ થવાથી કુલ ૧૨૬૦, અને મિથ્યાત્વ, બે વેદનીય તથા નીચ ગોત્ર આ ચાર ધ્રુવસત્તાવાળી અને ચાર આયુષ્યનો પરસ્પર સંક્રમ ન હોવાથી ચાર આયુષ્ય વિના શેષ ચોવીસ અવસત્તાવાળી કુલ ૨૮ પ્રકૃતિઓના જઘન્યાદિ ચારેય પ્રકારનાં પ્રદેશસંક્રમ સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે હોવાથી એક એકના આઠ-આઠ-એમ ૨૮ ના ૨૨૪, એ પ્રમાણે સર્વે મળી ૧૬૯૪ ભાંગા થાય છે.
જેનું સ્વરૂપ હવે પછી કહેવામાં આવશે તેવા ગુણિતકર્માંશ આત્માને ઉત્કૃષ્ટ પ્રદેશ સંક્રમ અને ક્ષપિતકર્માંશ આત્માને પ્રાયઃ જઘન્યપ્રદેશ સંક્રમ થાય છે.
તેમાં પૂર્વોક્ત ધ્રુવસત્તાવાળી એકસો છવ્વીસ પ્રકૃતિઓનો જઘન્યપ્રદેશસંક્રમ ક્ષય કરવા માટે તૈયાર થયેલા ક્ષપિતકર્માંશને થતો હોવાથી સાદિ અને અધ્રુવ છે. તે સિવાયના કાળમાં હંમેશાં અજઘન્ય પ્રદેશસંક્રમ હોય છે, છતાં ઉપશમ શ્રેણિમાં અગિયારમા ગુણસ્થાનકે કોઈ પણ પ્રકૃતિઓનો પ્રદેશસંક્રમ થતો નથી. ત્યાંથી પડે ત્યારે પુનઃ અજઘન્ય સંક્રમ થાય છે, તેથી સાદિ, જઘન્ય પ્રદેશસંક્રમના સ્થાનને અથવા પ્રદેશસંક્રમના અભાવના સ્થાનને નહીં પામેલા જીવોને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ એમ ચાર પ્રકારે હોય છે.
તેમાંથી મતિજ્ઞાનાવરણીય વગેરે પૂર્વોક્ત એકવીસ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ ગુણિતકર્માંશ મિથ્યાદૃષ્ટિને અમુક નિયત ટાઇમે થતો હોવાથી અને શેષકાળે અનુત્કૃષ્ટ થતો હોવાથી આ બન્ને સંક્રમો સાદિ અને અધ્રુવ છે, શેષ એકસો પાંચ ધ્રુવસત્તાવાળી પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ ગુણિતકર્માંશ આત્માને ક્ષપકશ્રેણિમાં ઉપરનાં ગુણસ્થાનકોમાં થાય છે. માટે સાદિ અને અધ્રુવ એમ બે પ્રકારે છે. શેષ-સર્વકાળે અનુત્કૃષ્ટ પ્રદેશસંક્રમ હોય છે. પરંતુ ઉપશમ શ્રેણિમાં અગિયારમા ગુણસ્થાનકે પતદ્મહના અભાવે આમાંની કોઈપણ પ્રકૃતિઓનો સંક્રમ થતો જ નથી. ત્યાંથી પડે અને પતદ્ગહ પ્રકૃતિઓનો બંધ શરૂ થાય ત્યારે ફરીથી અનુત્કૃષ્ટ સંક્રમ કરે છે. માટે સાદિ, ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમના સ્થાનને અથવા પ્રદેશસંક્રમના અભાવના સ્થાનને નહીં પામેલા જીવોને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ એમ ચાર પ્રકારે હોય છે.
મિથ્યાત્વ ધ્રુવસત્તા હોવા છતાં તેનો પ્રદેશસંક્રમ સમ્યગ્દષ્ટિને જ થાય છે, તેમજ બે વેદનીય અને નીચ ગોત્ર પણ ધ્રુવસત્તા હોવા છતાં બંધ આશ્રયી પરાવર્તમાન હોવાથી જધન્યાદિ