________________
૧૬
પંચસંગ્રહ-૨
सुहुमेयराइयाणं जहन्नउकोस पज्जपज्जाणं । आसज्ज असंखगुणाणि होति इह जोगठाणाणि ॥१२॥ सूक्ष्मेतरादीनां जघन्योत्कृष्टान्यपर्याप्तपर्याप्तानाम् ।
आसाद्यासंख्येयगुणानि भवन्ति इह योगस्थानानि ॥१२॥ અર્થ–સૂક્ષ્મ બાદર અપર્યાપ્ત અને પર્યાપ્ત એકેન્દ્રિયાદિનાં જઘન્ય અને ઉત્કૃષ્ટ યોગસ્થાનકો અનુક્રમે પૂર્વ પૂર્વની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે.
ટીકાનુ–આ સંસારમાં સૂક્ષ્મ અને બાદર અપર્યાપ્ત અને પર્યાપ્ત એકેન્દ્રિયાદિ જીવોનાં જઘન્ય અને ઉત્કૃષ્ટ યોગસ્થાનકો પૂર્વ પૂર્વની અપેક્ષાએ ઉત્તરોત્તર વક્ષ્યમાણ ક્રમે અસંખ્યાતગુણ અસંખ્યાતગુણ થાય છે. તે આ પ્રમાણે
ભવ પ્રથમ સમયે વર્તમાન લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ સાધારણ એકેન્દ્રિય જીવની જે જઘન્ય યોગ તે અલ્પ હોય છે. તેનાથી ભવ પ્રથમ સમયે વર્તમાન લબ્ધિ અપર્યાપ્ત બાદર એકેન્દ્રિનો જઘન્ય યોગ અસંખ્યાતગુણ હોય છે. તેનાથી ભવ પ્રથમ સમયે વર્તમાન લબ્ધિ અપર્યાપ્ત બેઇન્દ્રિયનો જઘન્ય યોગ અસંખ્યાતગુણ છે. તેનાથી ભવ પ્રથમ સમયે વર્તમાન લબ્ધિ અપર્યાપ્ત તે ઇન્દ્રિયનો જઘન્ય યોગ અસંખ્યાતગુણ છે. તેનાથી ભવ પ્રથમ સમયે વર્તમાન લબ્ધિ અપર્યાપ્ત ચઉરિન્દ્રયનો જઘન્ય યોગ અસંખ્યાતગુણ છે. તે કરતાં ભવ પ્રથમ સમયે વર્તમાન લબ્ધિ અપર્યાપ્ત અસંજ્ઞીપંચેન્દ્રિયનો જઘન્ય યોગ અસંખ્યાતગુણ છે. તે કરતાં ભવ પ્રથમ સમયે વર્તમાન લબ્ધિ અપર્યાપ્ત સંજ્ઞીપંચેન્દ્રિયનો જઘન્યયોગ અસંખ્યાતગુણ છે.
તેનાથી લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણ છે. તેનાથી લબ્ધિ અપર્યાપ્ત બાદર એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણ છે, તેનાથી પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદનો જઘન્યયોગ અસંખ્યાતગુણ છે. તે કરતાં પર્યાપ્ત બાદર એકેન્દ્રિયનો જઘન્ય યોગ અસંખ્યાતગુણ છે. તેનાથી પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણ છે. તે કરતાં પર્યાપ્ત બાદરા એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણ છે.
તેનાથી લબ્ધિ અપર્યાપ્ત બેઇન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણ છે. તે કરતાં લબ્ધિ અપર્યાપ્ત તે ઇન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણ છે. તે કરતાં લબ્ધિ અપર્યાપ્ત ચઉરિન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણ છે. તે કરતાં લબ્ધિ અપર્યાપ્ત અસંજ્ઞીપંચેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણ છે. તેનાથી લબ્ધિ અપર્યાપ્ત સંજ્ઞીપંચેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણ છે.
તેનાથી પર્યાપ્ત બેઇન્દ્રિયનો જઘન્ય યોગ અસંખ્યાતગુણ છે. તેનાથી પર્યાપ્ત તે ઇન્દ્રિયનો જઘન્ય યોગ અસંખ્યાતગુણ છે. તે કરતાં પર્યાપ્ત ચઉરિન્દ્રિયનો જઘન્ય યોગ અસંખ્યાતગુણ છે. તેનાથી પર્યાપ્ત અસંજ્ઞીપંચેન્દ્રિયનો જઘન્ય યોગ અસંખ્યાતગુણ છે. તે કરતાં પર્યાપ્ત સંજ્ઞીપંચેન્દ્રિયનો જઘન્ય યોગ અસંખ્યાતગુણ છે.
તે કરતાં પર્યાપ્ત બેઈન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણ છે. તેનાથી પર્યાપ્ત તેઈન્દ્રિયનો ઉત્કૃયોગ અસંખ્યાતગુણ છે. તે કરતાં પર્યાપ્ત ચઉરિન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણ છે.