________________
સંક્રમણકરણ સારસંગ્રહ
૪૧૭
બંધ કરી આવલિકા બાદ સમ્યક્ત અવસ્થામાં ઉદ્યોતનો એકસો બત્રીસ સાગરોપમ કાળ સુધી ઉત્કૃષ્ટ અનુભાગ સંક્રમ કરે છે. માટે સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે છે. અને તે સિવાય જ્યારે આ પ્રકૃતિઓનો સંક્રમ થાય છે ત્યારે તે અનુત્કૃષ્ટ હોય છે. ઉત્કૃષ્ટ અનુભાગ સંક્રમ કર્યા બાદ પુનઃ અનુકુષ્ટા શરૂ થાય છે માટે સાદિ, ઉત્કૃષ્ટ અનુભાગ સંક્રમના સ્થાનને નહીં પામેલા જીવોને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અપ્રુવ એમ અનુત્કૃષ્ટ અનુભાગ સંક્રમ ચાર પ્રકારે છે. આ નવ તેમજ ત્રસાદિ છત્રીસ એમ પિસ્તાળીસ પ્રકૃતિઓનો જઘન્ય અને અજઘન્ય અનુભાગ સંક્રમ, વેદનીયાદિ મૂળકર્મની જેમ એકેન્દ્રિયાદિમાં વારંવાર થતા હોવાથી સાદિ-અધુવ બે પ્રકારે છે.
થીણદ્વિત્રિક વગેરે શેષ એંશી પ્રકૃતિઓનો જઘન્ય અને અજઘન્ય અનુભાગ સંક્રમ સૂક્ષ્મ એકેન્દ્રિયાદિમાં વેદનીય કર્મની જેમ વારંવાર થતો હોવાથી બંને સાદિ-અદ્ભવ છે. અને દેવદ્વિક, વૈક્રિયસપ્તક, આહારકસપ્તક, જિનનામ, ઉચ્ચ ગોત્ર અને મનુષ્યદ્ધિક એ ૨૦ વિના ૬૦ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસ બંધ કરી આવલિકા બાદ અમુક ટાઇમ સુધી ઉત્કૃષ્ટ અનુભાગ સંક્રમ અને શેષકાળે અનુત્કૃષ્ટ અનુભાગ સંક્રમ એમ એ બન્ને પણ વારંવાર થતા હોવાથી સાદિ-અધ્રુવ બે પ્રકારે છે. દેવદ્ધિક વગેરે ૨૦ પ્રકૃતિઓની સત્તા જ અધ્રુવ હોવાથી તેનો પણ ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ અનુભાગ સંક્રમ સાદિ અધ્રુવ એમ બે પ્રકારે હોય છે.
અનુભાગ સંક્રમ સમાપ્ત”
“પ્રદેશસંક્રમ” અહીં ભેદ, વિશેષ લક્ષણ, સાદ્યાદિ, ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમના સ્વામી અને જઘન્ય પ્રદેશ સંક્રમના સ્વામી એ પાંચ અધિકારો અર્થાત્ પાંચ મુખ્ય વિષયો છે. - (૧) ભેદ–વિધ્યાત, ઉદ્દલના, યથાપ્રવૃત્ત, ગુણસંક્રમ અને સર્વ સંક્રમ આ પ્રદેશસંક્રમના ભેદો છે. જો કે છઠ્ઠો એક તિબુક સંક્રમ પણ છે. પરંતુ તે કરણરૂપ વીર્ય વિના ચૌદમા ગુણસ્થાનકે પણ થાય છે. અને અહીં કરણરૂપ વીર્યથી થતા સંક્રમનો જ અધિકાર છે. તેથી સ્તિબુક સંક્રમને ગણેલ નથી.
| (૨) વિશેષ લક્ષણ –જેની બંધ આવલિકા વ્યતીત થઈ છે એવા સત્તાગત કર્મ દલિકોને બધ્યમાન પ્રકૃતિઓમાં લઈ જવા અર્થાત્ પતઘ્રહ પ્રકૃતિરૂપે બનાવવા તે પ્રદેશસંક્રમ કહેવાય છે.
(૧) વિધ્યાતસંક્રમ–સમ્યક્તાદિ ગુણના અથવા દેવાદિક ભવના નિમિત્તથી જે પ્રકૃતિઓનો બંધ-વિચ્છેદ થાય. અર્થાત્ બંધ અટકી જાય. તે તે પ્રકૃતિઓનો ત્યારબાદ વિધ્યાત સંક્રમ થાય છે.
ઉપશમસમ્યક્તની પ્રાપ્તિના અંતરકરણમાં બંધ ન હોવા છતાં અંતર્મુહૂર્ત પછી મિથ્યાત્વ તેમજ મિશ્રમોહનીયનો વિધ્યાત સંક્રમ થાય છે.
અપૂર્વકરણ ગુણસ્થાનકથી ગુણપ્રત્યય બંધવિચ્છેદ થયેલ હોવા છતાં કોઈપણ અશુભપ્રકૃતિઓનો વિધ્યાત થતો નથી. પરંતુ યથાસંભવ ગુણસંક્રમ અને ઉદ્ધલના સંક્રમ પ્રવર્તે છે, એ જ પ્રમાણે ગુણપ્રત્યય બંધ ન હોવા છતાં પોતપોતાના ક્ષયના અપૂર્વકરણના પ્રથમ સમયથી ચાર અનંતાનુબંધી, મિથ્યાત્વ તથા મિશ્રમોહનીયનો પણ વિધ્યાત સંક્રમ થતો નથી પરંતુ પંચ૦૨-૫૩