________________
સંક્રમણકરણ સારસંગ્રહ
૪૧૫
વિના ત્રણ પ્રકારે અને શેષ ત્રણ સંક્રમો સાદિ-અધ્રુવ એમ બે-બે પ્રકારે હોવાથી એક-એકના નવનવ કુલ સત્તાવીસ, મોહનીયનો અજઘન્ય અને આયુષ્યનો અનુત્કૃષ્ટ ચાર-ચાર પ્રકારે અને આ બન્ને કર્મના શેષ ત્રણ સંક્રમો બે-બે પ્રકારે હોવાથી એક-એકના દશ-દશ એમ વીસ. વેદનીય, નામ અને ગોત્ર એ ત્રણ કર્મનો અનુત્કૃષ્ટ અનુભાગ સંક્રમ ત્રણ પ્રકારે અને બાકીના ત્રણ સંક્રમો બે-બે પ્રકારે હોવાથી એક-એકના નવ-નવ એમ સત્તાવીસ. એ પ્રમાણે મૂળકર્મ આશ્રયી અનુભાગ સંક્રમના કુલ ચુંમોતેર ભાંગા થાય છે.
ત્યાં જ્ઞાનાવરણીય વગેરે ત્રણ કર્મોનો જઘન્ય અનુભાગ સંક્રમ બારમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે સમયમાત્ર થતો હોવાથી સાદિ અને અધ્રુવ છે. શેષ સર્વકાળે આ ત્રણ કર્મોનો અજઘન્ય અનુભાગ સંક્રમ હોય છે અને તે અભવ્યોને અનાદિ-ધ્રુવ અને ભવ્યોને કાલાંતરે વિચ્છેદ થવાનો હોવાથી અધ્રુવ એમ ત્રણ પ્રકારે છે.
મોહનીયકર્મનો જઘન્ય અનુભાગ સંક્રમ ક્ષપક-સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકની સમયાધિક આવલિકા શેષ હોય ત્યારે સમયમાત્ર થતો હોવાથી સાદિ અને અધ્રુવ છે અને શેષ કાળ અજઘન્ય હોય છે. ક્ષાયિક સમ્યક્ત્વી ઉપશમ શ્રેણિથી પડે ત્યારે અજઘન્ય અનુભાગ સંક્રમની શરૂઆત કરે છે માટે સાદિ, ઉપરોક્ત સ્થાનને અથવા અનુભાગ સંક્રમના સ્થાનને નહીં પામેલા જીવોને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ હોય છે.
આ ચારે કર્મોનો ઉત્કૃષ્ટ અનુભાગ સંક્રમ સંશી-પંચેન્દ્રિયમાં ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કર્યા પછી આવલિકા બાદ અંતર્મુહૂર્ત કાળ પર્યંત હોય છે અને શેષકાળે અનુભૃષ્ટ હોય છે. પુનઃ ઉત્કૃષ્ટ બંધ કરે ત્યારે આવલિકા બાદ ઉત્કૃષ્ટ અને પછી અનુત્કૃષ્ટ એમ વારાફરતી અનેક વાર થતા હોવાથી ઉત્કૃષ્ટ અને અનુષ્કૃષ્ટ અનુભાગ સંક્રમ સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે છે.
અપ્રમત્ત ગુણસ્થાનકે દેવાયુષ્યનો ઉત્કૃષ્ટ અનુભાગ બંધ કર્યા બાદ એક આલિકા પછી અનુત્તર-વિમાનમાં સમયાધિક આવલિકા શેષ રહે ત્યાં સુધી સાધિક તેત્રીસ સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ અનુભાગ સંક્રમ કરે છે માટે તે સાદિ અને અધ્રુવ છે, અને તે સિવાય શેષ સઘળો અનુભાગ સંક્રમ અનુત્કૃષ્ટ છે તે અનુત્તર-વિમાનમાં એક આવલિકા બાકી રહે ત્યારે પ્રવર્તે છે. માટે સાદિ, અનુત્તર-વિમાનનું આયુષ્ય નહીં બાંધેલ જીવોને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ એમ ચાર પ્રકારે હોય છે. આયુષ્યનો જઘન્ય અનુભાગ બંધ કરી બંધાવલિકા બાદ સ્વ-સ્વ ભવમાં સમયાધિક આવલિકા બાકી રહે ત્યાં સુધી જઘન્ય અને શેષ કાળે અજઘન્ય, એમ સંસારમાં વારંવાર થતા જઘન્ય અને અજઘન્ય બન્ને અનુભાગ સંક્રમો સાદિ અને અધ્રુવ છે.
વેદનીય, નામ અને ગોત્રકર્મનો ઉત્કૃષ્ટ અનુભાગ સંક્રમ બારમા-તેરમા ગુણસ્થાનકે હોય છે, તે પ્રતિનિયત કાલ હોવાથી સાદિ-અધ્રુવ છે. તે સિવાય શેષ સર્વકાલે અનુત્કૃષ્ટ થાય છે. અને તેની શરૂઆત ન હોવાથી અનાદિ, અભવ્યોને ધ્રુવ, અને ભવ્યોને અધ્રુવ છે. આ ત્રણ કર્મોનો ઘણી-અનુભાગ સત્તાનો નાશ કરેલ સૂક્ષ્મ એકેન્દ્રિયાદિ જીવોને જધન્ય અનુભાગ સંક્રમ અને પુનઃ અધિક-૨સ બાંધ્યા બાદ અથવા જ્યાં સુધી સત્તાગત ઘણા અનુભાગનો નાશ ન કરે ત્યાં સુધી અજઘન્ય અનુભાગ સંક્રમ, એમ પ્રથમ ગુણસ્થાનકે એકેન્દ્રિયાદિ જીવોને વારંવાર થતા હોવાથી બન્ને સાદિ-અધ્રુવ છે.