________________
સંક્રમણકરણ સારસંગ્રહ
૪૦૭
તીર્થકર નામકર્મ અને આહારક સપ્તકના બંધકો ક્રમશઃ સમ્યગ્દષ્ટિઓ અને અપ્રમત્તાદિ મુનિઓ છે. અને તે વખતે અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ આ આઠેય પ્રકૃતિઓનો સ્થિતિબંધ થાય છે, પરંતુ સ્થિતિબંધ કરતાં નામકર્મની અન્ય પ્રકૃતિઓની સ્થિતિસત્તા આ ગુણસ્થાનકોમાં સંખ્યાતગુણ અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ હોય છે. માટે બધ્યમાન એવી આ પ્રવૃતિઓમાં અન્ય પ્રકૃતિઓનો સંક્રમ થવાથી આ પ્રવૃતિઓની ઉત્તર સ્થિતિસત્તા થાય છે. તેથી બંધાત્કૃષ્ટા નથી પરંતુ સંક્રમોત્કૃષ્ટા છે. અને સત્તા કરતાં આ આઠ પ્રકૃતિઓનો બે આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ થાય છે.
શંક–સમ્યગ્દષ્ટિને પણ શરૂઆતમાં અંતર્મુહૂર્ત સુધી કંઈક ન્યૂન વીસ કોડાકડી સાગરોપમ પ્રમાણ નામકર્મની અન્ય પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા હોય છે. માટે સંક્રમ દ્વારા આ પ્રકૃતિઓની બીજી પ્રકૃતિઓની જેમ કંઈક ન્યૂન વીસ કોડાકોડી સાગ. પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા કેમ ન થાય? .
ઉત્તર–તેવી લે. સ્થિતિસત્તાવાળા સમ્યગ્દષ્ટિ જીવો આ પ્રવૃતિઓનો બંધ કરતા જ નથી, પરંતુ અંતઃકોડાકોડી સાગરોપમની સત્તા થયા પછી જ આ પ્રકૃતિઓનો બંધ શરૂ થાય છે. માટે આ શંકાને સ્થાન નથી. તે
સંક્રમ વખતે વિવણિત પ્રકૃતિઓની જેટલી સ્થિતિસત્તા હોય તે સ્થિતિ કહેવાય છે. અને તે બંધોત્કૃષ્ટા તેમજ સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓની સંક્રમ્સમાણ સ્થિતિથી એક આવલિકા અધિક છે. તેથી ચાર આયુષ્ય તથા મિથ્યાત્વ મોહનીય વિના ૯૨ બંધોત્કૃષ્ટ પ્રકૃતિઓની એક આવલિકા ન્યૂન અને મિથ્યાત્વ મોહનીયની અંતર્મુહૂર્ત ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રમાણ સ્થિતિ હોય છે....દેવનરક આયુષ્યની તથા મનુષ્ય-તિર્યંચાયુષ્યની સ્થિતિ બંધ આવલિકા ન્યૂન પૂર્વક્રોડના ત્રીજા ભાગ રૂપ અબાધાકાળ સહિત ક્રમશઃ ૩૩ સાગરોપમ અને ૩ પલ્યોપમના હોય છે. તથા સમ્યક્ત મોહનીય અને મિશ્રમોહનીયની એક આવલિકા અને અંતર્મુહૂર્ત ન્યૂન ૭૦ કોડાકોડી સાગરોપમ, તીર્થકર નામકર્મ તથા આહારક સપ્તકની સત્તાગત અંત:કોડાકોડી સાગરોપમથી એક આવલિકા ન્યૂન અને શેષ એકાવન સંક્રમોત્કૃષ્ટા પ્રકૃતિઓની બે આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા પ્રમાણ સંક્રમ વખતે ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા અર્થાત્ સ્થિતિ હોય છે. (૪) ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમના સ્વામી
જિનનામ, આહારક સપ્તક અને દેવાયુષ્ય વિના બધી પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ મિથ્યાદષ્ટિ સંજ્ઞી પંચેન્દ્રિય કરે છે, તેથી ઉપરોક્ત નવ અને ત્રણ દર્શનમોહનીય વિના શેષ બંધાત્કૃષ્ટા પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી એક આવલિકા બાદ અને સંક્રમોત્કૃષ્ટા પ્રકૃતિઓનો તેની પ્રતિપક્ષ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કર્યા બાદ બે આવલિકા પછી ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ થાય છે. માટે આ સઘળી પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમના સ્વામી બહુલતાએ મિથ્યાષ્ટિ સંજ્ઞી પંચેન્દ્રિયો છે. અને અવિરત સમ્યગ્દષ્ટિ દર્શનત્રિકના, જિનનામ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાવાળા અવિરત સમ્યગ્દષ્ટિ જિનનામ કર્મના, અપ્રમત્તમુનિ આહારક સપ્તકના, અને પૂર્વક્રોડ વર્ષના આયુષ્યવાળા પ્રમત્તમુનિ દેવાયુષ્યના ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમના સ્વામી છે.