________________
પંચસંગ્રહ-૨
૧૪
કોઈપણ યોગસ્થાનકે આત્મા પાંચ સમય ટકી શકે છે. ત્યારપછીના સૂચિશ્રેણિના અસંખ્યાતમાં ભાગગત આકાશ પ્રદેશપ્રમાણ યોગસ્થાનકોમાં છ સમય ટકી શકે છે. ત્યારપછીના સૂચિશ્રેણિના અસંખ્યાતમા ભાગના આકાશપ્રદેશપ્રમાણ યોગસ્થાનકોમાં સાત સમય ટકી શકે છે. ત્યારપછીના સૂચિશ્રેણિના અસંખ્યાતમા ભાગના આકાશપ્રદેશપ્રમાણ સ્થાનકોમાં આઠ સમયપર્યંત ટકી શકે છે. ત્યારપછીના સૂચિશ્રેણિના અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશપ્રમાણ યોગસ્થાનકોમાંના કોઈપણ યોગસ્થાન પર સાત સમય ટકી શકે છે. ત્યારપછીના સૂચિશ્રેણિના અસંખ્યાતમા ભાગના આકાશપ્રદેશપ્રમાણ યોગસ્થાનક પર છ સમય ટકી શકે છે. ત્યારપછીના સૂચિશ્રેણિના અસંખ્યાતમા ભાગના આકાશપ્રદેશપ્રમાણ યોગસ્થાનકોમાં પાંચ સમય ટકી શકે છે. ત્યારપછીના સૂચિશ્રેણિના અસંખ્યાતમા ભાગનાં આકાશપ્રદેશપ્રમાણ યોગસ્થાનોમાં ચાર સમય ટકી શકે છે. ત્યારપછીના સૂચિશ્રેણિના અસંખ્યાતમા ભાગનાં આકાશપ્રદેશપ્રમાણ યોગસ્થાનોમાં ત્રણ સમય ટકી શકે છે. ત્યારપછીના ઉત્કૃષ્ટ યોગસ્થાનક પર્યંતના સૂચિશ્રેણિના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશો હોય તેટલાં યોગસ્થાનકોમાંના કોઈપણ એક યોગસ્થાનમાં આત્મા વધારેમાં વધારે બે સમય ટકી શકે છે. જેનો જેટલો કાળ કહ્યો છે, તેટલો કાળ ત્યાં રહી પછી અન્ય અન્ય યોગસ્થાનકે જાય છે, એમ સર્વત્ર સમજવું. કોઈપણ યોગસ્થાનકમાં ટકી રહેવાનો જઘન્યથી એક સમયનો કાળ છે. આ પ્રમાણે યોગસ્થાનકોના કાળનો વિચાર કર્યો.
હવે ચાર આદિ સમયોના કાળમાનવાળાં યોગસ્થાનકોનું અલ્પબહુત્વ કહે છે— अगुभयड़ियाओ जहा परमसंखगुणियाणं ॥११॥ अष्टकोभयस्थितयो यथापरमसंख्येयगुणानां ॥११॥
અર્થ—આઠ સમય કાળમાનવાળાની બંને બાજુના અનુક્રમે પછી પછીનાં યોગસ્થાનકો અનુક્રમે અસંખ્યાતગુણા છે.
ટીકાનુ—જે યોગસ્થાનકમાંના કોઈપણ યોગસ્થાનકમાં આત્મા આઠ સમય ટકી રહે છે તે અલ્પ છે. કારણ કે લાંબા કાળપર્યંત ટકી રહેનારાં યોગસ્થાનકો જીવસ્વભાવે અલ્પ હોય છે. તે કરતાં આઠ સમય કાળવાળાની બંને બાજુ રહેલા એટલે કે આઠ સમય કાળમાનવાળાની પહેલાના સાત સમય કાળમાનવાળા તથા આઠ સમય કાળમાનવાળાની પછીના સાત સમય કાળમાનવાળા એ પ્રત્યેક અસંખ્યાત અસંખ્યાતગુણા છે. પરસ્પર બંને સરખા છે. તે કરતાં બંને બાજુ રહેલા છ સમય કાળમાનવાળાં યોગસ્થાનકો અસંખ્યાતગુણા છે, સ્વસ્થાને પરસ્પર તુલ્ય છે. તે કરતાં ઉભયપાર્શ્વવર્તી પાંચ સમય કાળમાનવાળા અસંખ્યાતગુણા છે, સ્વસ્થાને તુલ્ય છે. તે કરતાં બંને બાજુના. ચાર સમય કાળમાનવાળાં યોગસ્થાનકો અસંખ્યાતગુણા છે, પરસ્પર બંને સરખા છે. તેનાથી ત્રણ સમય કાળમાનવાળા અસંખ્યાતગુણ છે, અને તેનાથી બે સમય કાળમાનવાળા અસંખ્યાતગુણા છે. આ પ્રમાણે અલ્પબહુત્વ કહ્યું. (જુઓ યંત્ર પાનું નં.૧૫)
૧૧. હવે તે તે યોગસ્થાનકમાં વર્તતા સૂક્ષ્મ બાદર પર્યાપ્ત અપર્યાપ્ત એકેન્દ્રિયાદિ જીવોના જઘન્ય અને ઉત્કૃષ્ટ યોગનું અલ્પબહુત્વ કહે છે—