________________
૩૫૨
પંચસંગ્રહ-૨
- સૂક્ષ્મનિગોદો અલ્પ આયુવાળા હોય છે, તેથી તેઓને ઘણાં જન્મ-મરણ થાય છે. ઘણાં જન્મ-મરમ થવાથી વેદના વડે વ્યાપ્ત તેઓને ઘણાં પુદ્ગલોનો ક્ષય થાય છે. (અસતાવેદનીયના ઉદયવાળા દુઃખી આત્માને ઘણાં પુદ્ગલોનો ક્ષય થાય છે, સાતાવેદનીયના ઉદયવાળા સુખી આત્માને પુગલોનો ક્ષય અલ્પ પ્રમાણમાં થાય છે.) ઘણાં જન્મ-મરણ કરનારને જન્મ-મરણજન્ય દુઃખ બહુ હોય છે. માટે સૂક્ષ્મ નિગોદનું ગ્રહણ કર્યું છે.
હવે સૂક્ષ્મ નિગોદમાં કઈ રીતે રહે તે કહે છે. મંદ કષાયવાળો–શેષ નિગોદની અપેક્ષાએ અલ્પ કષાયવાળો રહે. કારણ કે મંદ કષાયવાળો આત્મા અલ્પ સ્થિતિ બાંધે છે. અને ઉદ્વર્તન પણ અલ્પ સ્થિતિની કરે છે. તથા મંદ યોગવાળો એટલે કે, અન્ય નિગોદ જીવોની અપેક્ષાએ ઇંદ્રિયજન્ય અલ્પ વીર્ય વ્યાપારવાળો રહે. કારણ કે અલ્પ વીર્ય વ્યાપારવાળો આત્મા નવીન કર્મ પુદ્ગલોનું ગ્રહણ બહુ અલ્પ પ્રમાણમાં કરે છે. અહીં ક્ષપિત કર્ભાશના અધિકારમાં એવા અલ્પ કષાયવાળા અને અલ્પ વિર્ય વ્યાપારવાળા સૂક્ષ્મ નિગોદનું જ પ્રયોજન હોવાથી અલ્પ કષાયી અને અલ્પ યોગી સૂક્ષ્મનિગોદનું ગ્રહણ કર્યું છે.
આ પ્રમાણે મંદ કષાયી અને જઘન્ય યોગવાળો સૂક્ષ્મનિગોદ આત્મા અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય પ્રદેશ સંચય કરીને ત્યાંથી નીકળી સમ્યક્ત, દેશવિરતિ અને સર્વવિરતિને યોગ્ય ત્રસમાં ઉત્પન્ન થાય. ત્યાં ઉત્પન્ન થઈને સંખ્યાતીત–અસંખ્ય વાર સત્ત્વ અને કંઈક ન્યૂન તેટલી વાર દેશવિરતિ પ્રાપ્ત કરે.
જે ત્રસ ભવમાં સમ્યક્તાદિ પ્રાપ્ત થાય તેવા ત્રસ ભવોમાં કઈ રીતે ઉત્પન્ન થાય અને ત્યાં સમ્યક્તાદિ કઈ રીતે પ્રાપ્ત કરે તે કહે છે.–સૂક્ષ્મ નિગોદમાંથી નીકળી અંતર્મુહૂર્ત આઉખે બાદર પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય. અંતર્મુહૂર્ત આયુ પૂર્ણ કરી ત્યાંથી નીકળી પૂર્વકોટી વર્ષના આયુવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય. મનુષ્યમાં ઉત્પન્ન થઈ ગર્ભમાં માત્ર સાત માસ ગુમાવી યોનિથી બહાર આવે–તેનો પ્રસવ થાય–જન્મ ધારણ કરે. આઠ વરસની ઉંમરવાળો થયો છતો ચારિત્ર પ્રાપ્ત કરે. દેશોન પૂર્વકોટી પર્યત ચારિત્રનું પાલન કરી અલ્પ આયુ-અંતર્મુહૂર્વ આયુ શેષ રહે ત્યારે મિથ્યાત્વે જાય. મિથ્યાત્વી છતાં જ કાળ કરી દશ હજાર વર્ષના આયુવાળા દેવમાં દેવપણે ઉત્પન્ન થાય. ત્યાં અંતર્મુહૂર્ત કાળ ગયા પછી પર્યાપ્તાવસ્થામાં સમ્યક્ત પ્રાપ્ત કરે. દેવભવમાં દશ હજાર વર્ષ જીવીને અને તેટલો કાળ સમ્યક્ત પાળીને અંતે–અંતર્મુહૂર્ત આયુ બાકી રહે ત્યારે મિથ્યાત્વે જાય, ત્યાં બાદર પર્યાપ્ત પૃથ્વીકાય યોગ્ય અંતર્મુહૂર્ત પ્રમાણ આયુ બાંધી મરણ પામી બાદર પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય. ત્યાંથી અંતર્મુહૂર્ત કાળે નીકળી વળી મનુષ્યમાં ઉત્પન્ન થાય, અને ફરી વાર પણ સમ્યક્ત કે દેશવિરતિ પ્રાપ્ત કરે. આ પ્રમાણે દેવ અને મનુષ્યના ભવોમાં સમ્યક્તાદિને પ્રાપ્ત કરતો અને છોડતો ત્યાં સુધી કહેવો, યાવતુ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા કાળમાં સંખ્યાતીતવાર સમ્યક્ત અને તેનાથી કંઈક ઓછી વાર દેશવિરતિનો લાભ થાય.
અહીં જ્યારે જ્યારે સમ્યક્તાદિની પ્રાપ્તિ થાય ત્યારે ત્યારે બહુ પ્રદેશવાળી પ્રકૃતિઓને અલ્પ પ્રદેશવાળી કરે છે, માટે બહુ વાર સમ્યક્તાદિને પ્રાપ્ત કરે તેમ કહ્યું છે. વળી