________________
૩૫૦
તીર્થંકરાદિનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કહે છે— तित्थयराहाराणं सुरगइनवगस्स थिरसुभाणं च । सुभधुवबंधीण तहा सगबंधा आलिगं गंतु ॥१०२॥
પંચસંગ્રહ-૨
तीर्थकराहाराणां सुरगतिनवकस्य स्थिरशुभयोः च । शुभध्रुवबन्धिनीनां तथा स्वकबन्धादावलिकां गत्वा ॥ १०२ ॥ અર્થતીર્થંકર, આહા૨ક સપ્તક, દેવગતિ નવક, સ્થિર, શુભ, અને શુભ ધ્રુવબંધિની પ્રકૃતિઓનો પોતાના છેલ્લા બંધથી આવલિકા ગયા બાદ પરાઘાતાદિની જેમ ઉત્કૃષ્ટ પ્રદેશ સંક્રમ થાય છે.
ટીકાનુ—તીર્થંકર નામ, આહારકસપ્તક, સુરગતિનવક—દેવદ્વિક વૈક્રિયસપ્તક, સ્થિર, શુભ, અને નામકર્મની ધ્રુવબંધિની પુન્ય પ્રકૃતિઓ—તૈજસસપ્તક શુક્લવર્ણ, રક્તવર્ણ, હારિદ્રવર્ણ, સુરભિગંધ, કષાયરસ, આમ્લરસ, મધુ૨૨સ, મૃદુ, લઘુ સ્નિગ્ધ અને ઉષ્ણસ્પર્શ, અગુરુલઘુ અને નિર્માણ સઘળી મળી ઓગણચાળીસ પ્રકૃતિઓનો પરાઘાતાદિની જેમ ચાર વાર ઉપશમાવનારને છેલ્લે બંધવિચ્છેદ થયા પછી પોતાની બંધાવલિકા ગયા બાદ યશઃકીર્તિમાં સંક્રમાવતાં ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થાય છે.
આ જ વિષયને વિશેષ સ્પષ્ટ કરે છે—આહારકસપ્તક અને તીર્થંકર નામકર્મને તેનો વધારેમાં વધારે જેટલો બંધકાળ હોય તેટલો કાળ બાંધે. તેમાં આહારકસપ્તકનો ઉત્કૃષ્ટ બંધકાળ દેશોન પૂર્વકોટિ પર્યંત સંયમનું પાલન કરતાં જેટલી વાર અપ્રમત્ત ગુણસ્થાનકે જાય તેટલો જાણવો. અને તીર્થંકર નામકર્મનો ઉત્કૃષ્ટ બંધકાળ દેશોન પૂર્વકોટિ અધિક તેત્રીસ સાગરોપમ જાણવો. આટલો કાળ બંધ વડે અને અન્ય પ્રકૃતિના સંક્રમ વડે પુષ્ટદળવાળી કરે. પુષ્ટદળવાળી કરીને ક્ષપકશ્રેણિ પર આરૂઢ થાય. ક્ષપક શ્રેણિ પર આરૂઢ થયેલો તે આત્મા જ્યારે આઠમા ગુણઠાણે બંધવિચ્છેદ થયા પછી આવલિકામાત્ર કાળ ગયા બાદ યશઃકીર્તિમાં સંક્રમાવે ત્યારે તેનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થાય છે.
શુભ ધ્રુવબંધિની, સ્થિર અને શુભસઘળી મળી બાવીસ પ્રકૃતિઓનો ચાર વાર મોહનીયનો સર્વોપશમ કર્યા પછી બંધવિચ્છેદ થયા બાદ આવલિકા ઓળંગીને યશઃકીર્તિમાં સંક્રમાવતાં ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થાય છે. ગુણસંક્રમ વડે સંક્રમેલું દલિક આવલિકા ગયા પછી જ સંક્રમયોગ્ય થાય છે, અન્યથા થતું નથી. માટે બંધવિચ્છેદ પછી આવલિકા ગયા બાદ ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કહ્યો છે.
દેવદ્વિક અને વૈક્રિયસપ્તકને (મનુષ્ય-તિર્યમ્ભવમાં) પૂર્વકોટિ પૃથક્ક્સ કાળ સુધી બાંધે.
થાય છે એ વાત પહેલાં કહી ગયા છે. એટલે સાતમી નારકીમાં છેલ્લા અંતર્મુહૂર્તમાં વિધ્યાત સંક્રમ વડે મનુષ્યદ્ધિક સંક્રમશે અને તિર્યંચભવના પહેલા સમયે યથાપ્રવૃત્ત સંક્રમે વડે સંક્રમશે. કેમ કે તિર્યંચભવમાં તેનો બંધ છે. વિધ્યાતસંક્રમ વડે જે દળ અન્યમાં સંક્રમે છે તે બહુ અલ્પ હોય છે, અને યથાપ્રવૃત્તસંક્રમ વડે જે સંક્રમે તે ઘણું હોય છે. માટે તિર્યંચભવમાં પહેલા સમયે ઉત્કૃષ્ટસંક્રમ કહ્યો છે.