________________
૩૪o
પંચસંગ્રહ-૨ અધિક કાળ હોતા નથી. માટે ત્રીજા અને બીજા સમયે ઉત્કૃષ્ટ સંક્લેશ અને બીજા અને પહેલા એટલે કે નારકાયુના છેલ્લા સમયે ઉત્કૃષ્ટ યોગ એમ સમ-વિષમપણે ઉત્કૃષ્ટ સંક્લેશ અને ઉત્કૃષ્ટ યોગ ગ્રહણ કર્યો છે. ત્રિચરમ અને દ્વિચરમ સમયે ઉત્કૃષ્ટ સંક્લેશ ગ્રહણ કરવાનું કારણ ઉદ્વર્તના ઘણી થાય અને અપવર્ણના અલ્પ થાય તે છે, અને ચરમ તથા દ્વિચરમ સમયે ઉત્કૃષ્ટ યોગ ગ્રહણ કરવાનું કારણ કર્મ પુદ્ગલોનો પરિપૂર્ણ સંચય થાય તે છે. આવા સ્વરૂપવાળો નારકી પોતાના આયુના ચરમ સમયે સંપૂર્ણ ગુણિતકર્માશ થાય છે.
હવે પછી ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમના સ્વામી કહેવાના છે ત્યાં ઉપરોક્ત સ્વરૂપવાળા ગુણિતકર્માશ જીવનો જ અધિકાર છે, કેમ કે તેવા ઉત્કૃષ્ટ પ્રદેશના સંચય-સત્તાવાળો જીવ જ ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરી શકે છે. ૮૮-૮૯.
આ રીતે ગુણિતકર્માશ-વધારેમાં વધારે કર્ભાશની સત્તાવાળા આત્માનું સ્વરૂપ કહ્યું. હવે ઉત્કૃષ્ટ પ્રદેશનો સંક્રમ કોણ કરે ? તે કહે છે–
तत्तो तिरियागय आलिगोवरि उरलएक्कवीसाए । सायं अणंतर बंधिऊण आली परमसाए ॥१०॥ ततः तिर्यक्ष्वागतः आवलिकाया उपरि औदारिकैकविंशतेः ।
सातमनन्तरं बद्ध्वा आवलिकायाः परमसातं ॥१०॥
અર્થ સાતમી નરક પૃથ્વીમાંથી નીકળી તિર્યંચ ગતિમાં આવેલ આત્મા આવલિકા ગયો બાદ ઔદારિકાદિ એકવીસ પ્રકૃતિનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે છે. તિર્યંચ ભવમાં સાતા બાંધીને આવલિકા બાદ બંધાતી અસાતામાં સાતા સંક્રમાવે તે તેનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ છે.
ટીકાનુ–પંચાસીથી નેવ્યાસી સુધીની ગાથામાં કહેલ વિધિ પ્રમાણે થયેલ ગુણિતકર્માશ આત્મા સાતમી નરકમૃથ્વીમાંથી નીકળી પર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય. ત્યાં તે તિર્યંચ પોતાના ભવની પ્રથમાવલિકાના ચરમસમયે ઔદારિક સપ્તક, જ્ઞાનાવરણ. પંચક, દર્શનાવરણ ચતુષ્ક અને અંતરાય પંચકરૂપ એકવીસ પ્રકૃતિનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે છે. કારણ કે નારક ભવના ચરમસમયે ઉત્કૃષ્ટ યોગ વડે ઉપરોક્ત પ્રકૃતિઓનું ઘણું કર્મદલિક ગ્રહણ કર્યું છે, તેને બંધાવલિકા વીત્યા બાદ સંક્રમાવે છે, તે પહેલાં નહિ. વળી બીજે કોઈ પણ સ્થળે આટલું ઘણું કર્મદલિક સત્તામાં હોઈ શકતું નથી માટે નારકીમાંથી નીકળી તિર્યંચમાં આવ્યા બાદ તે ભવની પહેલી આવલિકાના ચરમસમયે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થાય તેમ કહ્યું છે.
તથા નારકભવમાંથી નીકળી તિર્યંચના ભવમાં આવે, ત્યાં તે ભવના પ્રથમ સમયથી આરંભી સાતવેદનીયને તેના ઉત્કૃષ્ટ બંધકાળ સુધી બાંધીને પછી અસાતવેદનીય બાંધે, તે અસાત
૧, સાતમી નારકીના જીવો ત્યાંથી નીકળી સંખ્યાત વર્ષાયુવાળા ગર્ભજ પર્યાપ્ત તિર્યંચમાં જ ઉત્પન્ન થાય છે. તેથી નારકી પછીનો અનંતર તિર્યંચનો ભવ ગ્રહણ કર્યો છે. સાતમી નારકીના જીવે પોતાના આયુના ચરમસમયે બાંધેલ કર્મની બંધાવલિકા તિર્યંચગતિમાં પોતાની પ્રથમાવલિધના ચરમસમયે પૂર્ણ થાય છે, માટે પ્રથમાવલિકાનો ચરમસમય ગ્રહણ કર્યો છે.