________________
સંક્રમણકરણ
૩૩૭
પર્યાપ્તાના ભવોમાં લાંબા આઉખે અને અપર્યાપ્તાના ભવોમાં અલ્પ આઉખે રહીને, શેષ એકેન્દ્રિયની અપેક્ષાએ બાદર પૃથ્વીકાયનું આયુ વધારે હોય છે, તેથી કરીને દીર્ઘ કાળ પર્વત નિરંતર તેઓ ઘણાં કર્મપુદ્ગલોનું ગ્રહણ કરી શકે છે, તથા શેષ એકેન્દ્રિયની અપેક્ષાએ પર્યાપ્ત ખર બાદરપૃથ્વીકાય અત્યન્ત બળવાન હોવાથી તેઓમાં દુઃખ સહન કરવાની તાકાત વધારે હોય છે, જેથી તેઓને ઘણાં કર્મપુદ્ગલનો ક્ષય થતો નથી, એટલે આવા જીવને કર્મબંધ વધારે થાય છે અને ક્ષય અલ્પ પ્રમાણમાં થાય છે. માટે બાદર અને પર્યાપ્ત વિશેષણયુક્ત પૃથ્વીકાયનું ગ્રહણ કર્યું છે.
‘પક્વત્તાપmત્ત' પદથી પર્યાપ્તના ઘણા ભવો અને અપર્યાપ્તાના અલ્પ ભવો ગ્રહણ કરવાના કહ્યા છે. અહીં નિરંતર પર્યાપ્તાના ભવો કેમ ન લેવા? વચમાં અપર્યાપ્તાના થોડા પણ ભવો શા માટે લેવા ? એવો પ્રશ્ન થાય છે, તેના ઉત્તરમાં જણાવે છે કે, એકલા પર્યાપ્તાની તેટલી સ્વકાયસ્થિતિ નથી, બંનેની મળીને છે, એટલે પૂર્ણ કાયસ્થિતિ લેવા માટે વચમાં અપર્યાપ્તાના ભવો લેવાના છે. બે હજાર સાગરોપમ ન્યૂન સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્વકાયસ્થિતિમાં જેટલા ઓછામાં ઓછા હોઈ શકે તેટલા અપર્યાપ્તાના ભવો અને શેષ સઘળા પર્યાપ્તાના ભવો ગ્રહણ કરવાના છે.
અહીં અપર્યાપ્તાના ભવો ઓછા અને પર્યાપ્તાના ભવો ઘણા ગ્રહણ કરવાનું કારણ ઘણાં કર્મયુગલોનો સત્તામાંથી ક્ષય ન થાય એ છે, અન્યથા નિરંતર ઉત્પન્ન થતાં અને મરણ પામતાં ઘણાં કર્મપુદ્ગલોનો સત્તામાંથી ક્ષય થાય. અહીં તેનું પ્રયોજન નથી. અહીં તો બંધાય વધારે અને સત્તામાંથી જાય અલ્પ તેનું પ્રયોજન છે, કેમકે અહીં ગુણિતકર્માણનું સ્વરૂપ કહેવાનું છે. આવી રીતે પર્યાપ્તાના ઘણા અને અપર્યાપ્તાના અલ્પ ભવો કરીને ત્યારપછી ગુણિતકર્ભાશને અંગે જે હકીકત કહેવાની છે તે હવે પછીની ગાથામાં કહેશે.) ૮૫
ત્રસની કાયસ્થિતિ ન્યૂન મોહનીયની ઉત્કૃષ્ટસ્થિતિ પ્રમાણ બાદરપૃથ્વીકાયમાં કઈ રીતે રહીને ત્રસમાં જાય જેથી આત્મા ગુણિતકમશ થઈ શકે? તે હકીકત પૂર્વની ગાથામાં કહી. આ ગાથામાં પણ એ જ હકીકત કહે છે–
जोगकसाउकोसो बहुसो आउं जहन्नजोगेणं । बंधिय उवरिल्लासु ठिइसु निसेगं बहुं किच्चा ॥८६॥
योगकषायोत्कृष्टो बहुशः आयुर्जघन्ययोगेन ।
बद्ध्वा उपरितनीषु स्थितिषु निषेकं बहु कृत्वा ॥८६॥ અર્થઘણી વાર ઉત્કૃષ્ટ યોગ અને ઉત્કૃષ્ટ કષાયમાં રહીને, આયુને જઘન્ય યોગે બાંધીને, અને ઉપરનાં સ્થિતિસ્થાનોમાં કર્મનો નિષેક ઘણો કરીને, બાદર ત્રસમાં ઉત્પન્ન થાય.
ટીકાનુ—ઘણી વાર ઉત્કૃષ્ટ યોગસ્થાનમાં અને ઘણી વાર ઉત્કૃષ્ટ કષાયોદયજન્ય સંક્લેશસ્થાનમાં રહીને, અર્થાત્ ઘણી વાર ઉત્કૃષ્ટ યોગવાળો અને ઉત્કૃષ્ટ સંક્લિષ્ટ પરિણામવાળો થઈને, અહીં ઉત્કૃષ્ટ યોગમાં અને ઉત્કૃષ્ટ સંક્લેશમાં રહેવાનું કારણ કહે છે–ઉત્કૃષ્ટ
પંચ૦૨-૪૩