________________
સંક્રમણકરણ
૩૩૫
અર્થ–પૂર્વોક્ત ધ્રુવ એકસો છવ્વીસ પ્રકૃતિઓનો અજઘન્યસંક્રમ ચાર પ્રકારે છે, અને ઔદારિક સપ્તક, નવ આવરણ અને અંતરાય વર્જીને શેષપ્રકૃતિઓનો અનુત્કૃષ્ટ પણ ચાર પ્રકારે છે.
ટીકાનુ–પૂર્વે કહેલ ધ્રુવસત્તાવાળી એકસો છવ્વીસ પ્રકૃતિઓનો અજઘન્ય પ્રદેશસંક્રમ સાદિ, અનાદિ, વ, અને અધુવ એમ ચાર પ્રકારે છે. તેમાં જેનું સ્વરૂપ આગળ કહેશે તેવો અને કર્મ ક્ષય માટે પ્રયત્નવંત ક્ષપિતકમશ આત્મા સઘળી ધ્રુવસત્તાવાળી પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશસંક્રમ કરે છે, અને તે નિયત કાળ પર્યત જ થતો હોવાથી સાદિ-સાત છે. તે સિવાયનો જે પ્રદેશસંક્રમ અન્ય જીવોને થાય છે, તે સઘળો અજઘન્ય છે. તે અજઘન્ય પ્રદેશસંક્રમ ઉપશમશ્રેણિમાં બંધવિચ્છેદ થયા બાદ પતäહનો અભાવ થવાથી કોઈપણ પ્રકૃતિનો થતો નથી, ત્યાંથી પડે ત્યારે થાય છે માટે સાદિ, તે સ્થાન જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓ આશ્રયી અનાદિ, અભવ્ય આશ્રયી ધ્રુવ અને ભવ્ય આશ્રયી અધ્રુવ છે.
અનુત્કૃષ્ટ પ્રદેશસંક્રમ પણ ઔદારિક સપ્તક, જ્ઞાનાવરણ પંચક, દર્શનાવરણ ચતુષ્ક અને અંતરાય પંચક વર્જીને શેષ એકસો પાંચ ધ્રુવ સત્તાવાળી પ્રકૃતિઓનો સાદિ આદિ ચાર પ્રકારે છે. તેમાં ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ જેનું સ્વરૂપ આગળ કહેશે તેવો અને કર્મ ક્ષય માટે ઉદ્યમવંત ગુણિતકર્માશ આત્મા કરે છે, અન્ય કોઈ કરતા નથી. અને તેઓને તે નિયત સમય જ થતો હોવાથી સાદિ-સાત છે. તે સિવાયના અન્ય સઘળો પ્રદેશસંક્રમ અનુત્કૃષ્ટ છે, અને તે ઉપશમશ્રેણિમાં બંધ વિચ્છેદ થયા બાદ થતો નથી, ત્યાંથી પડે ત્યારે થાય છે માટે સાદિ, તે સ્થાન નહિ પ્રાપ્ત કરનારને અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યને અધ્રુવ છે. ૮૩
सेसं साइअधुवं जहन्न सामी य खवियकम्मंसो । ओरालाइसु मिच्छो उक्कोसगस्स गुणियकम्मो ॥८४॥ शेषं साद्यध्रुवं जघन्यस्य स्वामी च क्षपितकाशः ।
औदारिकादेमिथ्यात्वे उत्कृष्टस्य गुणितकांशः ॥४४॥ અર્થ–શેષ સર્વ સાદિ–અધ્રુવ છે. જઘન્ય પ્રદેશસંક્રમનો સ્વામી ક્ષપિતકર્માશ છે, અને ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમનો સ્વામી ગુણિતકર્માશ છે. ઔદારિકનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ મિથ્યાત્વમાં થાય છે.
ટીકાનુ–પૂર્વની ગાથામાં જે પ્રકૃતિઓ માટે જે કંઈ પણ કહી ગયા તે સિવાયનું જઘન્યાદિ સર્વ સાદિ-સાંત જાણવું. તેમાં એક્સો પાંચ પ્રકૃતિના તો અનુક્ત જઘન્ય અને ઉત્કૃષ્ટ એ બે જ વિકલ્પ છે. અને તે તો અજઘન્ય અને અનુત્કૃષ્ટનું સ્વરૂપ કહેવાના પ્રસંગમાં પ્રાયઃ વિચારાઈ ગયેલા છે. દરેક સ્થળે નિયત કાળ પર્યત જ થતા હોવાથી જઘન્ય અને ઉત્કૃષ્ટ તો સાદિ-સાત જ હોય છે.
ઔદારિક સપ્તક આદિ એકવીસ પ્રકૃતિઓ કે જેને પૂર્વની ગાથામાં વર્જી છે, તેનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ ગુણિતકર્મીશ મિથ્યાદષ્ટિને હોય છે, તે સિવાયના કાળમાં અનુત્કૃષ્ટ હોય છે. આ રીતે