________________
સંક્રમણકરણ
૩૨૯
અપૂર્વકરણ ગુણસ્થાનકથી કઈ અશુભ પ્રકૃતિઓનો ગુણસંક્રમ થાય તે કહે છેમિથ્યાત્વ, આતપ અને નરકાયુ વર્જીને મિથ્યાદષ્ટિને જ બંધ યોગ્ય તેર પ્રકૃતિઓનો, અનંતાનુબંધી, તિર્યગાયુ અને ઉદ્યોતવર્જીને સાસ્વાદન યોગ્ય ઓગણીસ પ્રકૃતિઓનો (અપૂર્વકરણ આદિ ગુણસ્થાનકોમાં ગુણસંક્રમ થાય છે.)
અહીં ઉપર જે પ્રકૃતિઓ વર્જી, તેને વર્જવાનું કારણ કહે છે–મિથ્યાત્વ અને અનંતાનુબંધિને અપૂર્વકરણ ગુણસ્થાનક પ્રાપ્ત થતાં પહેલાં જ અવિરતિ સમ્યગ્દષ્ટિ આદિ ગુણસ્થાનકવર્તી આત્માઓ ક્ષાયિક સમ્યક્ત પ્રાપ્ત કરતાં ખપાવે છે, આતપ, ઉદ્યોત શુભ પ્રકૃતિ છે, ગુણસંક્રમ અશુભ પ્રકૃતિઓનો થાય છે, અને આયુનો પર પ્રકૃતિમાં સંક્રમ થતો નથી માટે મિથ્યાત્વ આદિ પ્રવૃતિઓનું વર્જન કર્યું છે.
અપ્રત્યાખ્યાનાવરણ-પ્રત્યાખ્યાનાવરણ એ આઠ કષાય, અસ્થિર, અશુભ અયશ-કીર્તિ, શોક, અરતિ, અસાતવેદનીય એ રીતે ૧૩+૧+૧૪ સઘળી મળી છેતાળીસ અબધ્યમાન અશુભ પ્રકૃતિઓનો અપૂર્વકરણ ગુણસ્થાનકથી આરંભી ગુણસંક્રમ થાય છે.
નિદ્રાદ્ધિક, ઉપઘાત, અશુભ વર્ણાદિ નવ, હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા એ અશુભ પ્રકૃતિઓનો અપૂર્વકરણ ગુણઠાણે જે સમયે બંધવિચ્છેદ થાય ત્યારપછીથી આરંભી ગુણસંક્રમ થાય છે.* આ પ્રમાણે અપૂર્વકરણ ગુણસ્થાનકથી કઈ કઈ પ્રકૃતિઓનો ગુણસંક્રમ થાય તે કહ્યું.
હવે બીજા અર્થ કહે છે–અપૂર્વકરણાદિ સંજ્ઞાવાળા કરણની પ્રવૃત્તિ જ્યારથી થાય ત્યારથી અબધ્યમાન અશુભ પ્રકૃતિના દલિકને અસંખ્ય ગુણશ્રેણિએ બધ્યમાન પ્રકૃતિમાં જે નાખે છે
* અહીં ટીકામાં અપ્રમત્ત ગુણસ્થાનક સુધીમાં બંધ વિચ્છેદ થનાર પ્રકૃતિઓ ૪૬ અને અપૂર્વકરણ ગુણસ્થાનકે બંધ વિચ્છેદ થનાર નિદ્રાદ્ધિક વગેરે સોળ એમ બાસઠ પ્રકૃતિ તેમજ અપૂર્વકરણ સંજ્ઞાવાળા અપૂર્વકરણથી અનંતાનુબંધી ચતુષ્ક, મિથ્યાત્વ અને મિશ્ર એ છ પ્રકૃતિઓ એમ કુલ ૬૮ પ્રકૃતિઓનો ગુણસંક્રમ બતાવ્યો છે, અને તેમાં વર્ણના ઉત્તર ભેદો ન લેતાં સામાન્યથી અશુભ વર્ણચતુષ્ક લેવાથી પાંચ • પ્રકૃતિ બાદ કરતાં કુલ ત્રેસઠ પ્રકૃતિઓનો ગુણસંક્રમ થાય છે. એમ બતાવવામાં આવ્યું છે.
પરંતુ પુરુષવેદ અને લોભ વિના સંજવલનત્રિક એ ચાર પ્રકૃતિનો પણ ગુણસંક્રમ સંભવી શકે છે. કારણ કે અપૂર્ણકરણથી અબધ્યમાન સઘળી અશુભ પ્રકૃતિઓનો ગુણસંક્રમ થાય છે. તેથી જ નિદ્રાદ્ધિકાદિ પ્રકૃતિઓનો ગુણસંક્રમ બતાવ્યો છે. એ જ રીતે નવમા ગુણસ્થાનકે પોતપોતાના બંધવિચ્છેદ પછી આ ચાર પ્રકૃતિઓનો પણ ગુણસંક્રમ થવામાં કોઈ બાધ જણાતો નથી. તથા ષષ્ઠ કર્મગ્રંથ ગાથા ૬૭ની ટીકામાં પણ બંધવિચ્છેદ સમયે સમયનૂન બે આવલિકા કાલમાં બંધાયેલ સત્તાગત દલિકનો તેટલા જ કાલે ગુણસંક્રમ દ્વારા ક્ષય કરે છે એમ જણાવેલ છે. અને ઉદ્ધલના સંક્રમ દ્વારા પણ જે પ્રકૃતિઓનો અંતર્મુહૂર્ણ કાલે ક્ષય થાય છે ત્યાં પણ ઉદ્ધલના સંક્રમની અંતર્ગત ગુણસંક્રમ માનેલો છે. છતાં તે ઉદ્ધલનાનુવિદ્ધ ગુણસંક્રમની જો વિવક્ષા ન કરીએ તો નવમા ગુણઠાણે ઉત્કલના સંક્રમ દ્વારા ક્ષય પામતી મધ્યમ આઠ કષાયાદિ શેષ પ્રકૃતિઓનો પણ ગુણસંક્રમ ઘટી શકે નહીં, છતાં તે પ્રકૃતિઓ ગુણસંક્રમમાં ગણાવી છે—માટે આ ચાર પ્રકૃતિઓનો પણ ગુણસંક્રમ અવશ્ય સંભવે છે તથાપિ ટીકાકાર મહર્ષિએ તેની વિરક્ષા કેમ નથી કરી તે બહુશ્રુત જાણે.
૧. સંજ્ઞાવાળા કહેવાનું કારણ સમ્યક્વાદિ પ્રાપ્ત કરતાં જે ત્રણ કરણો થાય છે તેમાંનું અપૂર્વ અને અનિવૃત્તિકરણ લેવા માટે છે. તે કરણમાં પણ ચોથાથી સાતમા સુધીમાં મિશ્ર, મિથ્યાત્વમોહનીય અને અનંતાનુબંધીનો ગુણસંક્રમ થાય છે. . પંચ ૨-૪૨