________________
સંક્રમણકરણ
૩૧૭
છે. અહીં તૈજસ અને કાશ્મણના ગ્રહણથી તેનું સપ્તક લઈએ, અને શુભવદિ ચતુષ્કના સ્થાને શુભ વર્ણાદિ અગિયાર લઈએ તો ચોવીસમાં બાર મળતાં છત્રીસ થાય છે. કર્મપ્રકૃતિમાં “તિવિહો છત્તીસાઈ મgોરો' એ પદથી છત્રીસ લીધી છે, એટલે વિવફાવશાત બંધન, સંઘાતન અને વર્ણાદિના ભેદો ગ્રહણ કરીએ તોપણ કંઈ વિરોધ નથી.
હવે ત્રણ ભાંગા ઘટાવે છે, તે આ પ્રમાણે–આ ચોવીસ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અનુભાગ ક્ષપકશ્રેણિમાં વર્તમાન ક્ષેપક આત્મા પોતપોતના બંધવિચ્છેદ સમયે બાંધે છે. તે ઉત્કૃષ્ટરસ બાંધીને બંધાવલિકા ગયા બાદ સંક્રમાવવાનો આરંભ કરે છે. તેને ત્યાં સુધી સંક્રમાવે છે યાવત્ સયોગીકેવલીનો ચરમ સમય આવે. ક્ષપક બાદરjપરાય, સૂક્ષ્મસંપાય, ક્ષીણમોહ અને સયોગીકેવલી સિવાય શેષ સર્વને એ પ્રકૃતિઓનો અનુત્કૃષ્ટ અનુભાગ સંક્રમ થાય છે. તેની આદિ નથી, અનાદિકાળથી થાય છે માટે અનાદિ, અભવ્ય આશ્રયી અનંત અને ભવ્ય આશ્રયી સાંત છે.
ઉદ્યોત, વજઋષભનારાચસંઘયણ અને ઔદારિક સપ્તકનો અનુત્કૃષ્ટ અનુભાગ સંક્રમ સાદિ અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ચાર ભાંગે છે. તે આ પ્રમાણે–ઉદ્યોત સિવાય ઉપરોક્ત આઠ કર્મપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અનુભાગ વિશુદ્ધ પરિણામી સમ્યગ્દષ્ટિ દેવ બાંધે છે, બાંધી આવલિકા વ્યતીત થયા બાદ સંક્રમાવે છે.
ઉદ્યોતનામકર્મનો સમ્યક્તને પ્રાપ્ત કરતો અનિવૃત્તિકરણના ચરમસમયવર્તી મિથ્યાદૃષ્ટિ સાતમી નરક પૃથ્વીમાં વર્તમાન આત્મા ઉત્કૃષ્ટ અનુભાગ બાંધે છે. અને તેને બંધાવલિકા ગયા બાદ સંક્રમાવે છે. તે નવે પ્રકૃતિના ઉત્કૃષ્ટ અનુભાગને જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ બે છાસઠ સાગરોપમ પર્યત સંક્રમાવે છે. જો કે સાતમી નરકમૃથ્વીમાં સમ્યક્તમાં વર્તમાન આત્મા છેલ્લા અંતર્મુહૂર્તમાં તો અવશ્ય મિથ્યાત્વે જાય છે, તોપણ આગળના તિર્યંચના ભવમાં જે જીવ અપર્યાપ્તાવસ્થાના અંતર્મુહૂર્ત બાદ સમ્યક્ત પ્રાપ્ત કરશે તેને અહીં ગ્રહણ કર્યો છે. અહીં વચમાં થોડો મિથ્યાત્વનો કાળ હોવા છતાં પણ પ્રાચીન ગ્રંથોમાં વિવઢ્યો નથી એટલે ટીકાકાર મહારાજ એ કહે છે કે અમે પણ વિવક્યો નથી. તેથી જ બે છાસઠ સાગરોપમ ઉત્કૃષ્ટાનુભાગસંક્રમનો કાળ કહ્યો છે. ઉત્કૃષ્ટથી પડતાં અનુત્કૃષ્ટ અનુભાગનો સંક્રમ થાય છે, તે જ્યારે થાય ત્યારે સાદિ. તે સ્થાન જેણે પ્રાપ્ત કર્યું નથી તેઓ આશ્રયી અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્ય આશ્રયી અધ્રુવ છે.
ઉક્ત પ્રકૃતિઓના શેષ વિકલ્પો સાદિ-સાંત એમ બે ભાંગે છે. તે આ પ્રમાણે – અનંતાનુબંધિ આદિ સત્તર અને જ્ઞાનાવરણીયાદિ સોળ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ અતિ સંક્લિષ્ટ પરિણામી મિથ્યાષ્ટિને થાય છે. (તેના ઉત્કૃષ્ટ રસનો બંધ સંક્લિષ્ટ મિથ્યાત્વીને થાય છે અને બંધાવલિકા ગયા બાદ સંક્રમે છે.) અંતર્મુહૂર્ત બાદ અનુત્કૃષ્ટ થાય છે. વળી જ્યારે ઉત્કૃષ્ટરસ બાંધે ત્યારે ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ. ત્યારબાદ અનુત્કૃષ્ટ રસ સંક્રમ થાય છે. આ પ્રમાણે વારાફરતી થતો હોવાને લીધે તે બંને સાદિ-સાંત ભાંગે છે. જધન્યના સાદિ-સાંત સંબંધમાં તો
૧. કોઈ આત્મા સાતમી નારકીમાં સમ્યક્ત લઈ જતો નથી, ત્યાંથી સમ્યક્ત લઈ મરતો નથી. - પર્યાપ્તાવસ્થામાં તેને સમ્યક્ત થાય છે અને તે છેલ્લા અંતર્મુહૂર્ત ન્યૂન ભવસ્થિતિ પર્વત ઉત્કૃષ્ટથી ટકે છે.