________________
સંક્રમણકરણ
૩૦૫ સર્વઘાતી, ગુણના એક દેશને દેશથી ઘાત કરે તે દેશઘાતી, અને જે પ્રકૃતિઓ આત્માના કોઈ ગુણનો ઘાત કરતી નથી, પરંતુ સાતા આદિ ઉત્પન્ન કરે છે તે કર્મપ્રકૃતિઓ અઘાતી કહેવાય છે.
આ જ પ્રમાણે એકસ્થાનકાદિ સ્થાન સંજ્ઞા પણ રસના સંબંધથી જ જાણવી. બંધની અપેક્ષાએ એકસો વીસ પ્રકૃતિમાંથી મતિ-શ્રુત-અવધિ અને મન:પર્યવજ્ઞાનાવરણીય, ચક્ષુ-અચક્ષુ અને અવધિદર્શનાવરણીય, પુરુષવેદ, સંજવલન ચતુષ્ક, અને પાંચ અંતરાય એ સત્તર પ્રવૃતિઓ એકસ્થાનક, દ્વિસ્થાનક, ત્રણસ્થાનક અને ચારસ્થાનક રસવાળી છે. અને બાકીની એકસો ત્રણ પ્રકૃતિઓ બે, ત્રણ અને ચાર સ્થાનક રસવાળી છે. કર્મપ્રકૃતિઓમાં એક સ્થાનકાદિ જે સ્થાન સંજ્ઞા કહી છે તે પણ રસ-અનુભાગરૂપ કારણને લઈને જ છે. જેમ કે–જે મતિજ્ઞાનાવરણાદિ કર્મપ્રકૃતિઓમાં એકસ્થાનક અતિમંદ રસ હોય છે તે એકસ્થાનક રસવાળી કહેવાય છે એ પ્રમાણે દ્વિસ્થાનકાદિ રસવાળી પણ સમજી લેવી. અધ્યવસાયાનુસાર જે પ્રકૃતિઓમાં જેવો રસ ઉત્પન્ન થયો હોય તે પ્રકૃતિઓમાં તેને અનુરૂપ એક સ્થાનકાદિ સંજ્ઞા સમજવી. પ૩
પૂર્વની ગાથામાં બંધની અપેક્ષાએ ઘાતિત્વ અને સ્થાન સંજ્ઞાનો વિચાર કર્યો છે. સમ્યક્ત અને મિશ્ર મોહનીય બંધાતી નહિ હોવાને લીધે તેની સ્થાનાદિ સંજ્ઞા કહી નથી તે કહેવા માટે તથા કેટલીક પ્રવૃતિઓના સંક્રમ આશ્રયી કંઈક વિશેષ કહેવા માટે આ ગાથા કહે છે
सव्वग्याइ दुठाणो मीसायवमणुयतिरियआऊणं । इगदुट्ठाणो सम्ममि तदियरोण्णासु जह हेठ्ठा ॥५४॥ सर्वघाती द्विस्थानकः मिश्रातपमनुजतिर्यगायुषाम् ।
एकद्विस्थानकः सम्यक्त्वे तदितरोऽन्यासु यथाऽधस्तात् ॥५४॥
અર્થ_મિશ્ર, આતપ અને મનુજ-તિર્યંચના આયુષ્યનો સંક્રમને આશ્રયી રસ સર્વઘાતી અને દ્વિસ્થાનક હોય છે. સમ્યક્તનો સંક્રમ આશ્રયી રસ એકસ્થાનક, મંદ બેસ્થાનક અને દેશઘાતી હોય છે. તથા અન્ય પ્રવૃતિઓમાં જેમ ત્રીજા દ્વારમાં બંધ આશ્રયી કહ્યો છે તે પ્રમાણે સંક્રમ આશ્રયી પણ હોય છે.
ટીકાનુ–પ્રસ્તુત રસ સંક્રમના અધિકારમાં, કેટલો અને કેવો રસ સંક્રમે છે તે કહેવું પ્રસ્તુત છે, માત્ર ઘાતિત્વાદિ સંજ્ઞા અને સ્થાન સંજ્ઞા કહીને જ રહી જવું તે પ્રસ્તુત નથી. એટલે આ ગાથામાં કઈ પ્રકૃતિઓનો કેટલો અને કેવો રસ સંક્રમે છે તે કહે છે.
મિશ્રમોહનીય, આતપ અને મનુષ્ય-તિર્યંચ આયુનો રસ દ્રિસ્થાનક અને સર્વઘાતી સંક્રમે છે. તેમાં મિશ્રમોહનીયનો રસ તો સર્વઘાતી અને મધ્યમ બે સ્થાનક જ હોય છે, અન્ય હોતો નથી, એટલે તેના સંક્રમ આશ્રયી સર્વઘાતી અને મધ્યમ બે સ્થાનક રસ કહ્યો છે. આતપ, મનુષ્યાય અને તિર્યંચાયુનો જો કે બે, ત્રણ, ચાર સ્થાનક રસ હોય છે, કેમ કે તેવો રસ બંધાય છે, છતા તથાસ્વભાવે દ્વિસ્થાનક રસ જ સંક્રમે છે. તથા એ પ્રકૃતિઓનો રસ અઘાતી છે એટલે પોતાના સ્વભાવે આત્માના કોઈ ગુણને દબાવતો નથી, પરંતુ સર્વઘાતી અન્યાન્ય પ્રવૃતિઓના રસના સંબંધથી તે સર્વઘાતી છે, પરંતુ અઘાતી નથી. આ સંબંધમાં પહેલા કહી ગયા છે કે જેમ ચોરના સંબંધથી શાહુકાર ચોર કહેવાય છે તેમ સર્વઘાતિ રસ સાથે અનુભવાતો અઘાતિ રસ પણ સર્વઘાતી પંચ૦૨-૩૯