________________
૩૦૨
પંચસંગ્રહ-૨ સ્થિતિનો સંક્રમ એક સમય માત્ર થતો હોવાથી સાદિ અને સાંત એમ બે ભાંગે છે. આ સિવાયનો સઘળો સ્થિતિસંક્રમ અજઘન્ય છે અને તે અનાદિ કાળથી થતો હોવાથી અનાદિ છે. અભવ્યોને અજઘન્ય સ્થિતિસંક્રમનો અંત નહિ થાય માટે અનંત, તેમજ ભવ્યોને બારમા અને તેમા ગુણસ્થાનકના અંત સમયે અજઘન્યનો અંત થશે માટે સાંત. આ રીતે મૂળ સાતકર્મનો અજઘન્ય સ્થિતિસંક્રમ ત્રણ ભાંગે છે.
મોહનીય કર્મનો અજઘન્ય સ્થિતિસંક્રમ સાદિ, અનાદિ, ધ્રુવ અને અધુવ એમ ચાર પ્રકારે છે. તે આ રીતે–મોહનીયકર્મનો જઘન્ય સ્થિતિસંક્રમ ક્ષેપક આત્માને સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકની સમયાધિક આવલિકા શેષ સ્થિતિ હોય ત્યારે થાય છે. તે સમયમાત્ર હોવાથી સાદિ-સાંત છે. તે સિવાયનો સઘળો સ્થિતિસંક્રમ અજઘન્ય છે. તે ઉપશાંત મોહગુણસ્થાનકે ક્ષાયિક સમ્યગ્દષ્ટિને થતો નથી, ત્યાંથી પડે ત્યારે થાય છે માટે સાદિ, તે સ્થાન નહિ પ્રાપ્ત કરનારને અનાદિ, અભવ્ય અને ભવ્યની અપેક્ષાએ અનુક્રમે ધ્રુવ અને અધુવ છે.
ઉત્કૃષ્ટ, અનુત્કૃષ્ટ અને જઘન્યરૂપ બાકીના વિકલ્પો સાદિ અને સાંત છે. તે આ રીતે...' જેઓ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે છે તેઓ જ ઉત્કૃષ્ટ સ્થિતિ સંક્રમાવે છે. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ઉત્કૃષ્ટ સંક્લેશ થાય છે. અને તે ઉત્કૃષ્ટ સંક્લેશ હંમેશ હોતો નથી પરંતુ વચમાં વચમાં થઈ જાય છે, એટલે જ્યારે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે ત્યારે ઉત્કૃષ્ટ સ્થિતિનો સંક્રમ પણ કરે છે, તે સિવાયના કાળમાં અનુષ્ટ સ્થિતિસંક્રમ કરે છે. આ રીતે બંને વારાફરતી થતા હોવાથી સાદિ-સાંત છે. તથા જઘન્ય સ્થિતિસંક્રમ એક સમય પ્રમાણ હોય છે માટે સાદિ-સાંત છે એ તો પહેલાં કહેવાઈ જ ગયું છે. આ પ્રમાણે મૂળકર્મના ઉત્કૃષ્ટ આદિ સંક્રમમાં સાઘાદિ ભાંગા કહ્યા. ૫૦
હવે ઉત્તરપ્રકૃતિને અંગે સાદિ આદિ ભાંગાનો વિચાર કહે છે :
तिविहो धुवसंताणं चउव्विहो तह चरित्तमोहीणं । अजहन्नो सेसासु दुविहो सेसा वि दुविगप्पा ॥५१॥ त्रिविधो ध्रुवसतीनां चतुर्विधस्तथा चारित्रमोहानां ।
अजघन्यो शेषाणां द्विविधः शेषा अपि द्विविकल्पाः ॥५१॥ અર્થબ્રુવસત્તાવાળી પ્રકૃતિઓનો અજઘન્ય સ્થિતિસંક્રમ ત્રણ પ્રકારે, ચારિત્રમોહનીયનો ચાર પ્રકારે, અને શેષ પ્રકૃતિઓનો બે પ્રકારે છે. તથા શેષ વિકલ્પો પણ બે પ્રકારે છે.
ટીકાનુશ્રુવ છે સત્તા જેઓની તે ધ્રુવસત્તાક પ્રવૃતિઓ કહેવાય અને તેવી ૧૩૦ છે. તે આ–નરકદ્વિક, દેવદ્ધિક વૈક્રિયસપ્તક, આહારક સપ્તક, મનુષ્યદ્રિક, તીર્થંકરનામ, સમ્યક્વમોહનીય, મિશ્રમોહનીય, ઉચ્ચ ગોત્ર અને ચાર આયુ. આ અઠ્ઠાવીસ પ્રકૃતિઓ અપ્રુવ સત્તાવાળી છે, ૧૫૮માંથી તે પ્રકૃતિઓને દૂર કરતાં શેષ ૧૩૦ ઉત્તરપ્રકૃતિઓ ધ્રુવ સત્તાવાળી છે. તે ૧૩૦માંથી પણ ચારિત્રમોહનીયની પચીસ પ્રવૃતિઓ કાઢી નાખવી, કેમ કે તેના માટે જુદું જ કહેવામાં આવશે. એટલે ૧૩૦માંથી ચારિત્રમોહનીયની ૨૫ કાઢતાં શેષ ૧૦૫ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિસંક્રમ પોતપોતાના ક્ષયના અંત એક સમયમાત્ર થતો હોવાથી સાદિ-સાંત છે. તે