________________
સંક્રમણકરણ
૨૮૯
આયુ બંધાત્કૃષ્ટ છે, કારણ કે તેમાં અન્યનું સંક્રમણ થતું નથી.
ટીકાનુ–પ્રશ્ન :- નામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ વિસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ છે માટે આહારક સપ્તક અને તીર્થંકર નામકર્મની મનુષ્યદ્ધિકાદિની જેમ સંક્રમ દ્વારા ઉત્કૃષ્ટ સ્થિતિની સત્તા બંધાવલિકા અર્થાત્ એક આવલિકા ન્યૂન વિસ કોડાકોડી સાગરોપમ ઘટી શકે છે, તો શા માટે એમ કહેવામાં આવે છે કે તીર્થંકરનામ અને આહારક સપ્તકની સંક્રમ વડે પણ ઉત્કૃષ્ટ સ્થિતિ અંત:કોડાકોડી સાગરોપમ પ્રમાણ જ હોય છે ?
ઉત્તર–આ શંકા ત્યારે જ થઈ શકે કે જ્યારે તીર્થંકરનામ અને આહારક સપ્તક બંધાતું હોય ત્યારે તેમાં સંક્રમને યોગ્ય પ્રકૃતિની સ્થિતિસત્તા વીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ હોય. પરંતુ તેમ નથી, આય કર્મ વિના કોઈપણ કર્મપ્રકૃતિની સ્થિતિની સત્તા સમ્યગ્દષ્ટિ આત્માઓને અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ જ હોય છે, વધારે હોતી નથી, માટે સંક્રમ પણ તેટલી જ સ્થિતિનો થાય છે.
તાત્પર્ય આ પ્રમાણે છેતીર્થકર નામકર્મ અને આહારક સપ્તકમાં તેઓના બંધકાળે અન્ય પ્રકૃતિની સ્થિતિ સંક્રમે છે, અન્ય કાળે નહિ. આ પ્રવૃતિઓનો બંધ ક્રમશઃ વિશુદ્ધ સમ્યક્તી અને સંયત આત્માઓને જ થાય છે, તેઓને આયુ સિવાય સઘળા કર્મની સત્તા અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ જ હોય છે, વધારે હોતી નથી. માટે સંક્રમ પણ તેટલી જ સ્થિતિનો થાય છે, અધિક સ્થિતિનો થતો નથી. કદાચ તેઓને અંતઃકોડાકોડીથી વધારે બંધ થતો હોય તો અધિક સ્થિતિની સત્તાનો સંભવ હોઈ શકે પરંતુ બંધ પણ અંતઃકોડાકોડી સાગરોપમનો જ હોય છે, અધિક હોતો નથી. માત્ર બંધથી સત્તા સંખ્યાતગુણી હોય છે, તે પૂર્વની ગાથામાં કહ્યું છે.
ચારે આયુ બંધોત્કૃષ્ટ સમજવા, સંક્રમોત્કૃષ્ટ નહિ. કારણ કે તેમાં પરસ્પર કે અન્ય કોઈ પણ કર્મપ્રકૃતિના દલિકનો સંક્રમ થતો નથી.
કદાચ અહીં એમ શંકા થાય કે મનુષ્ય-તિર્યંચના આયુનો સ્વ-મૂળકર્મની સમાન બંધ થતો નહિ હોવાથી તેને બંધાત્કૃષ્ટમાં કેમ ગણ્યા? ઉત્તરમાં સમજવું કે સંક્રમોત્કૃષ્ટમાં ગણવામાં આવે તો આયુમાં અન્ય પ્રકૃતિના દલિકનો સંક્રમ થાય છે એવો વ્યામોહ થાય. એ વ્યામોહ ન થાય માટે બંધોસ્કૃષ્ટમાં ગણ્યા છે. કારણ કે ચારે આયુમાં પરસ્પર સંક્રમ કે કોઈ અન્ય પ્રકૃતિના દલિકનો સંક્રમ થતો જ નથી. બંધાત્કૃષ્ટ અને સંક્રમોત્કૃષ્ટથી અન્ય કોઈ ત્રીજો ભેદ નથી કે તેમાં તેને દાખલ કરાય. એટલે કાં તો બેયમાં ન ગણવા જોઈએ કે બંધોત્કૃષ્ટમાં ગણવા જોઈએ. અહીં બંધાત્કૃષ્ટમાં ગણ્યા છે તે યુક્તિયુક્ત જ છે. ૩૯
આ પ્રમાણે જે કર્મપ્રકૃતિઓનો પતગ્રહ પ્રકૃતિનો બંધ છતાં સંક્રમ થાય છે તેઓની સ્થિતિના સંક્રમનું પ્રમાણ કહીને હવે જે કર્મપ્રકૃતિઓનો પતધ્રહ પ્રકૃતિના બંધના અભાવમાં પણ સંક્રમ થાય છે, તેઓની સ્થિતિના સંક્રમનું પ્રમાણ કહેવા માટે કહે છે–
गंतुं सम्मो मिच्छंतस्सुक्कोसं ठिइं च काऊणं । मिच्छियराणुक्कोसं करेति ठितिसंकमं सम्मो ॥४०॥ गत्वा सम्यग्दृष्टिः मिथ्यात्वस्योत्कृष्टां च स्थितिं कृत्वा ।
मिथ्यात्वेतरयोः करोति स्थितिसंक्रमं सम्यग्दृष्टिः ॥४०॥ પંચ ૨-૩૭