________________
સંક્રમણકરણ
૨૮૧ મર્યાદાને પતટ્ઠહ પ્રકૃતિને અનુસરતી કરવી તે સ્થિતિસંક્રમ, સંક્રમતા પરમાણુઓના રસને– આવારક શક્તિને પતંગ્રહ પ્રકૃતિના રસને અનુસરતો કરવો તે અનુભાગ સંક્રમ અને પરમાણુઓનું જ જે પ્રક્ષેપણસંક્રમ તે પ્રદેશસંક્રમ કહેવાય છે. જે સમયે પ્રદેશોનો સંક્રમ થાય છે તે જ સમયે તદ્અંતર્ગત સ્વભાવાદિ પણ પલટાઈ જ જાય છે–પતઘ્રહને અનુસરતા થઈ જ જાય છે.
આ પ્રમાણે હોવાથી પહેલાં જે શંકા કરી કે “પ્રકૃતિ એટલે સ્વભાવ તેનો જે સંક્રમ તે પ્રકૃતિસંક્રમ એમ માનવામાં આવે તો તે અયુક્ત છે, કારણ કે સ્વભાવને પરમાણુમાંથી ખેંચી અન્યત્ર સંક્રમાવી શકાતો નથી” આ સઘળું અસ્થાન છે. કેમ કે વિવક્ષિત પરમાણુમાંથી સ્વભાવ, સ્થિતિ અને રસ ખેંચીને અન્ય પરમાણુઓમાં નંખાય છે તે પ્રકૃતિ સંક્રમાદિ કહેવાય છે, એમ અમે કહેતા નથી, પરંતુ વિવલિત પરમાણુઓમાં રહેલા સ્વભાવાદિને પલટાવીને પતäહ પ્રકૃતિના સ્વભાવાદિને અનુસરતા કરવા તેને અમે પ્રકૃતિ સંક્રમાદિ કહીએ છીએ એટલે અહીં કોઈ દોષ પ્રાપ્ત થતો નથી. અને આ પ્રમાણે હોવાથી જ એક બીજા વિના એક બીજા ટકી-રહી શકતા નથી. એક પ્રવર્તે ત્યારે સઘળા પ્રવર્તે છે.
મૂળ ટીકામાં કહ્યું છે કે પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશના વિષયમાં સંબંધમાં બંધ અથવા ઉદય અથવા સંક્રમ એક સાથે જ પ્રવર્તે છે, એટલે કે એ ચારેનો સાથે જ બંધ અથવા ઉદય અથવા સંક્રમ થાય છે, માત્ર વાણી ક્રમપૂર્વક પ્રવર્તતી હોવાથી એક સાથે એ ચારેના સ્વરૂપનું નિદર્શન થઈ શકતું નથી. તેથી જ્યારે જેનું સ્વરૂપ કહેવાની ઇચ્છા થાય ત્યારે તેને બુદ્ધિ વડે પૃથફ કરીને સવિસ્તર કહેવાય છે, એટલે સઘળું સંગત થાય છે.
હવે સ્થિતિ રસ અને પ્રદેશનો જે સમૂહ તે પ્રકૃતિ,–“તે ત્રણેનો જે સમુદાય તે પ્રકૃતિબંધ' એ પહેલાં કહ્યું છે. તેનો જે સંક્રમ તે પ્રકૃતિસંક્રમ. આ રીતે ત્રણેનો સમૂહ પ્રકૃતિબંધ, હોવાથી પ્રકૃતિનો જયારે સંક્રમ થાય ત્યારે ત્રણેયનો સંક્રમ થાય છે.
અહીં ત્રણેના સમૂહને જ્યારે પ્રકૃતિસંક્રમ કહેવામાં આવે ત્યારે પ્રકૃતિસંક્રમ બિન કેમ હોઈ શકે એ પ્રશ્ન થાય છે. તેના ઉત્તરમાં આચાર્ય મહારાજ કહે છે કે, સમુદાયીથી-અવયવીથી સમુદાય-અવયવ કંઈક ભિન્ન હોય છે. જેમ આખા શરીરથી હાથ-પગ કંઈક ભિન્ન હોય છે. તેથી સ્થિતિસંક્રમાદિથી પ્રકૃતિસંક્રમ કથંચિત્ ભિન્ન છે. સ્થિતિસંક્રમ અને અનુભાગ સંક્રમનું સ્વરૂપ તો પહેલાં કહ્યું છે તે પ્રમાણે અહીં પણ સમજવું. ૩૩
સ્થિતિસંક્રમના વિષયમાં ઉપર સ્પષ્ટ ખુલાસો કરવા છતાં નહિ સમજતો શિષ્ય ફરી પ્રશ્ન કરે છે–
‘दलियरसाणं जुत्तं मुत्तत्ता अन्नभावसंकमणं । ठिईकालस्स न एवं उउसंकमणं पिव अदुटुं ॥३४॥
दलिकरसानां युक्तं मूर्तत्वादन्यभावसंक्रमणम् ।
स्थितिकालस्य नैवं ऋतुसंक्रमणमिवादुष्टम् ॥३४॥ . પંચ.૨-૩૬