________________
સંક્રમણકરણ
૨૭૧
પાંચ સત્તાસ્થાનો અઠ્ઠાવીસમાં સંક્રમે છે. તાત્પર્ય એ કે અઠ્ઠાવીસના પતંગ્રહમાં એકસો બે, છનું, પંચાણું, ત્રાણું અને ચોરાશી એ પાંચ સંક્રમસ્થાનો સંક્રમે છે. હવે તેનું ક્રમ વાર વર્ણન કરે છે–
નરકદ્ધિક, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિયદ્ધિક, હુડકસંસ્થાન, પરાઘાત, ઉચ્છવાસ, અપ્રશસ્તવિહાયોગતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુઃસ્વર, અનાદેય, અપયશ-કીર્તિ, વર્ણાદિચતુષ્ક, અગુરુલઘુ ઉપઘાત, તૈજસ, કાર્પણ અને નિર્માણ એક નરક પ્રાયોગ્ય અઠ્ઠાવીસ કર્મપ્રકૃતિ બાંધતાં એકસો બેની સત્તાવાળા મિથ્યાષ્ટિ તિર્યંચ અથવા મનુષ્યને અઠ્ઠાવીસમાં એકસો બે પ્રકૃતિઓ સંક્રમે છે. અથવા તૈજસ, કાર્મણ, વર્ણાદિ ચતુષ્ક, અગુરુલઘુ, ઉપઘાત, નિર્માણ, દેવદ્રિક, વૈક્રિયદ્રિક, પંચેનિ યજાતિ, સમચતુરગ્નસંસ્થાન, પરાઘાત, ઉચ્છવાસ, પ્રશસ્તવિહાયોગતિ ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર-અસ્થિરમાંથી એક, શુભ-અશુભમાંથી એક, સુભગ, સુવર, આદેય અને યશકીર્તિ-અપયશકીર્તિમાંથી એક એમ દેવગતિ પ્રાયોગ્ય અઠ્ઠાવીસ કર્મપ્રકૃતિનો બંધ કરતાં બેની સત્તાવાળા સમ્યગ્દષ્ટિ અથવા મિથ્યાદષ્ટિ મનુષ્ય તિર્યંચોને યથાયોગ્યપણે અઠ્ઠાવીસમાં એકસો બે કર્મપ્રકૃતિઓ સંક્રમે છે.
તથા પહેલાં જેણે નારકનું આયુ બાંધ્યું છે અને નારકીમાં જવા જે સન્મુખ થયેલ છે એવા તીર્થકર નામકર્મ સાથે છ—ની સત્તાવાળા મિથ્યાષ્ટિ મનુષ્યને નરક યોગ્ય અઠ્ઠાવીસ પ્રકૃતિ બાંધતાં છનું પ્રકૃતિઓ અઠ્ઠાવીસમાં સંક્રમે છે.
પંચાણુંના સંક્રમનો વિચાર એકસો બે પ્રકૃતિના સંક્રમ પ્રમાણે જાણી લેવો. માત્ર એકસો બેના સ્થાને પંચાણું કહેવું. તથા દેવગતિ યોગ્ય પૂર્વોક્ત અઠ્ઠાવીસ પ્રકૃતિઓ બાંધતાં, ત્રાણુની સત્તાવાળા મિથ્યાષ્ટિને વૈક્રિય સપ્તક અને દેવદ્ધિકની બંધાવલિકા વીત્યા બાદ ત્રાણું પ્રકૃતિઓ અઠ્ઠાવીસમાં સંક્રમે છે. અથવા પંચાણુંની સત્તાવાળા મિથ્યાદષ્ટિને દેવગતિયોગ્ય અઠ્ઠાવીસ કર્મપ્રકૃતિઓ બાંધતાં દેવદ્ધિકની બંધાવલિકા વિત્યા પહેલાં ત્રાણું પ્રકૃતિઓ અઠ્ઠાવીસમાં સંક્રમે છે. અથવા ત્રાણુની સત્તાવાળા મિથ્યાષ્ટિને નરકગતિ યોગ્ય અઠ્ઠાવીસ કર્મપ્રકૃતિઓ બાંધતાં વૈક્રિયસપ્તક અને નરકદ્ધિકની બંધાવલિકા વીત્યા બાદ ત્રાણું પ્રકૃતિઓ અઠ્ઠાવીસમાં સંક્રમે છે. અથવા પંચાણુંની સત્તાવાળો મિથ્યાષ્ટિ નરકગતિ યોગ્ય પૂર્વોક્ત અઠ્ઠાવીસ પ્રકૃતિ બાંધતાં નરકટિકની બંધાવલિકા વીત્યા પહેલાં અઠ્ઠાવીસમાં ત્રાણું પ્રકૃતિઓ સંક્રમાવે છે.
ત્રાણુની સત્તાવાળો મિથ્યાદષ્ટિ દેવગતિયોગ્ય અઠ્ઠાવીસ પ્રકૃતિઓ બાંધતાં, દેવદ્ધિક અને વૈક્રિય સપ્તકની બંધાવલિકા વીત્યા પહેલાં ચોરાશી પ્રકૃતિઓ અઠ્ઠાવીસમાં સંક્રમાવે છે. અથવા ત્રાણુની સત્તાવાળો મિથ્યાદષ્ટિ નરયોગ્ય અઠ્ઠાવીસ પ્રકૃતિઓ બાંધતાં, નરકદ્ધિક અને વૈક્રિયસપ્તકની બંધાવલિકા વીત્યા પહેલાં અઠ્ઠાવીસમાં ચોરાશી પ્રકૃતિઓ સંક્રમાવે છે.
સંક્રમસ્થાનના સ્વામીત્વનો વિચાર એટલે કે કયા સંક્રમસ્થાનનો સ્વામી કોણ છે તેનો વિચાર સંભવ પ્રમાણે સમજવો એટલે કે જ્યાં જે સંભવે તે જાણવો અને તે પ્રાયઃ દરેક સંક્રમસ્થાને જણાવેલો પણ છે. ૩૨.