________________
સંક્રમણકરણ
૨૬૯
ઉચ્છવાસ અને ઉદ્યોતરૂપ બેઈન્ડિયાદિ તિર્યંચોને યોગ્ય ત્રીસ પ્રકૃતિઓનો બંધ કરતા, એકસો બે પ્રકૃતિઓની સત્તાવાળા એકેન્દ્રિયાદિ જીવોને બંધાતી તે ત્રીસમાં એકસો બે કર્મપ્રકૃતિઓ સંક્રમે છે.
પૂર્વે કહેલી તીર્થંકર નામકર્મ સહિત મનુષ્યગતિ પ્રાયોગ્ય ત્રીસ કર્મપ્રકૃતિઓનો બંધ કરતા છન્ની સત્તાવાળા સમ્યગ્દષ્ટિ દેવ નારકોને બંધાતી તે ત્રીસમાં છનું કર્મપ્રકૃતિઓ સંક્રમે છે.
આહારકદ્ધિક સાથે દેવગતિયોગ્ય ત્રીસ પ્રવૃતિઓ બાંધતાં, એકસોબેની સત્તાવાળા આહારક સપ્તકની બંધાવલિકા જેઓને વીતી નથી તેવા અપ્રમત્ત અને અપૂર્વકરણ ગુણસ્થાનકવર્તી આત્માઓ બંધાતી તે ત્રીસમાં પંચાણું પ્રકૃતિઓ સંક્રમાવે છે. અથવા પંચાણુંની સત્તાવાળા ઉદ્યોતનામ સાથે તિર્યંચગતિ યોગ્ય ત્રીસ કર્મપ્રકૃતિઓ બાંધતા એકેન્દ્રિયાદિ આત્માઓને બંધાતી તે ત્રીસમાં પંચાણું કર્મપ્રકૃતિઓ સંક્રમે છે.
ત્રાણું, ચોરાશી અથવા વ્યાશી કર્મપ્રકૃતિઓની સત્તાવાળા એકેન્દ્રિયાદિ જીવોને પૂર્વે કહેલી તિર્યંચગતિ યોગ્ય ઉદ્યોતનામ સાથે ત્રીસ પ્રકૃતિઓ બાંધતાં બંધાતી ત્રીસમાં અનુક્રમે ત્રાણું, ચોરાશી અને વ્યાશી કર્મપ્રકૃતિઓ સંક્રમે છે.
તીર્થકર નામકર્મ સાથે દેવદ્ધિક, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિયદ્ધિક, પરાઘાત, ઉચ્છવાસ, પ્રશસ્તવિહાયોગતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર-અસ્થિરમાંથી એક, શુભ-અશુભમાંથી એક, સુભગ, સુસ્વર, આદેય, યશકીર્તિ-અપયશકીર્તિમાંથી એક, સમચતુરગ્નસંસ્થાન, તૈજસ, કાર્મણ, વર્ણાદિ ચતુષ્ક, અગુરુલઘુ, ઉપઘાત અને નિર્માણરૂપ ઓગણત્રીસ કર્મપ્રકૃતિઓ બાંધતા, એકસો ત્રણની સત્તાવાળા અવિરતિસમ્યગ્દષ્ટિ, દેશવિરતિ અને પ્રમત્તસંયત આત્માઓને ઓગણત્રીસના પતધ્રહમાં એકસો ત્રણ પ્રકૃતિઓ સંક્રમે છે.
ઓગણત્રીસ કર્મપ્રકૃતિઓ બાંધતાં, તે જ અવિરતાદિ ત્રણ ગુણસ્થાનકવર્તી આત્માઓ તીર્થકર નામકર્મની બંધાવલિકા વીત્યા પહેલાં એકસો બે પ્રકૃતિઓ તે જ ઓગણત્રીસમાં સંક્રમાવે છે. અથવા પૂર્વે કહેલી બેઇન્દ્રિયાદિ યોગ્ય ઉદ્યોત રહિત ઓગણત્રીસ કર્મપ્રકૃતિઓ બાંધતાં, એકસો બે પ્રકૃતિઓની સત્તાવાળા એકેન્દ્રિયાદિ જીવો ઓગણત્રીસમાં એકસો બે પ્રકૃતિઓ સંક્રમાવે છે.
તીર્થકર નામકર્મ સાથે દેવગતિ યોગ્ય ઓગણત્રીસ કર્મપ્રકૃતિઓ બાંધતાં છનું પ્રકૃતિઓની સત્તાવાળા અવિરતિસમ્યગ્દષ્ટિ, દેશવિરતિ અને પ્રમત્તસંયમ આત્માઓ ઓગણત્રીસના પતથ્રહમાં છનું કર્મપ્રકૃતિઓ સંક્રમાવે છે.
અપર્યાપ્તાવસ્થામાં વર્તમાન તીર્થંકર નામકર્મની સત્તાવાળા મિથ્યાષ્ટિ નારકીઓ મનુષ્યદ્રિક, પંચેન્દ્રિયજાતિ ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર-અસ્થિરમાંથી એક, શુભઅશુભમાંથી એક, સુભગ-દુર્ભગમાંથી એક, આદય-અનાદેયમાંથી એક, યશ-અપયશમાંથી એક, છ સંસ્થાનમાંથી એક, છ સંઘયણમાંથી એક, વર્ણાદિ ચતુષ્ક, અગુરુલઘુ, ઉપઘાત, તૈજસ, કાર્મણ, નિર્માણ, ઔદારિકદ્વિક, સુસ્વર-દુઃસ્વરમાંથી એક, પરાઘાત, ઉચ્છવાસ, પ્રશસ્તઅપ્રશસ્તવિહાયોગતિમાંથી એક, એમ મનુષ્યગતિ પ્રાયોગ્ય ઓગણત્રીસ કર્મપ્રકૃતિઓ બાંધતાં,